કીડીએ કુંજર સામે બાથ ભીડવી નકામી.
હિતશત્રુની વાત હરહંમેશ માનવી નકામી.
પછેડી ધ્યાનમાં રાખીને સોડ રાખવી સારી,
ને પછી ખોટેખોટી તાણાતાણી કરવી નકામી.
સાગરની ઊંડાઈ માપવા ખાંડની પૂતળી ગઈ,
પછી શું થયું એનું એની વાત કહેવી નકામી.
શક્તિ અને ઝનૂન નથી પર્યાય એકમેકનાને,
હાથીના વાદે ડાંડાની કરવી ચાવણી નકામી.
બાવળ વાવી દીધા ક્રોધમાંને ક્રોધમાં એકદા,
ને હવે આશા કેરી તણી એણે રાખવી નકામી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.