તને મન ભરી ને મળવું છે
મળીને ઘણુંબધું કહેવું છે ,
તારી નજર ને નજરથી માણવી છે
તારામાં ખુદને નિહાળવી છે ,
આતો એક બહાનું છે
કે દિલ ખોલીને હસવું છે ,
મનનું મનમાં રહી ગયું
હવે મન ભરીને રડવું છે ,
સાંજ બનીને ઢળવું શેનું
હવે સૂરજ થઈને ઉગવું છે ,
સપનામાં તો રોજ મળું છું
હવે હકીકત બનીને મળવું છે …