કાયા લાગો કાટ, શીકલીગર સુધરે નહિ,
નિરમળ હોય નરાટ, ભેટવા તવ ભાગીરથી.
ગંગાજળ ગટકેહ, નર લટકે પીધો નહિ
ભવસાગર ભટકેહ, ભૂત હુવા ભાગીરથી.
ગંગાધારે જાય, પંગોદિક પાણી પીવે,
માનવીઆંરાં માય, ભાગ્ય વડાં ભાગીરથી.
ઉઘાડે જઈને ઊંડે, જળમાં આંખ્યું જે,
તેનો વંશ તેડે, વૈકુંઠ મૂકે વણારસી.
પાગે જો તળિયું પડે, જાહ્નવી દશ જાતે,
પરિયું પીંગલું કરે, વાસર ઢોળે વણારસી.
જાતલનાં અઘ જાય, જાતલ ને જુવાતલ તણાં,
પાણી પણગામાં માંય, થે વૈકુંઠ વણારસી.
હાથે જળ હિલ્લોળ, માથે લઈ મંજન કરે,
પામે વૈકુંઠ પ્રોળ, ભેટંતાં ભાગીરથી.
આવીને અહત્ર તણો, ઘસે કટકો જો ઘાટ,
ખેંચે હીંડોળાખાટ, વૈકુંઠ પરિયું વણારસી
પ્રાણી દેહ પડે, ગંગાજળ નામે ગળે,
ચટ વૈમાન ચડે, વૈકુંઠ જાય વણારસી.
હેકણ કટકો હાડરો, જો ગંગા ત્રઠ જાય,
માનવિયાં કુળમાંય, ભૂત ને થે ભાગીરથી.
ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં
માંહીં મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી.
ભાગીરથરે ભાગ્ય, ગરવરસે આઈ ગંગા,
નરલોક, સુરલોક નાગ, તારેવા ત્રણે ભવન.
પાસે સર ઊભો પિતા, હર સારીખો હોય,
મા વણ મરીએ તોય, તું વેગળીએ વણારસી.
મોડો આયો માય, ત ભેગો ઈ જ તારિયો,
પડિયો રેશું પાય, ભાટો થઈ ભાગીરથી.
રાજદે ચારણ...
જેને આ દુહો ગાય ને ગંગામા ને વિવસ કર્યા હતા , કે પાતાળ માંથી આવીને તેનો દેહ શુદ્ધ કરે અને મોક્ષ આપે.