સાથે જીવવાના સંસ્મરણો હાથમાંથી સરકતા દેખાય
પકડવા ચાહું તો સમય કહે પ્રેમમાં આમ જ જિવાય
એક એક ક્ષણની જવાની ઘટના મનમાં ગોરંભાય
વાદળ વિના વરસી રહ્યું સઘળુ ને કોરું મન ભીંજાય
શું શું થયું ને શું થશે તે ગણિતમાં પ્રણયકાવ્ય ભુલાય
'કાશ' આટલી નાની અમથી વાત સમયસર સમજાય
તરસી આંખ શોધે ચહેરો ને તરત નમણું મુખ વિલાય
ફરીથી વસંત આવશે ક્યારેક વિચારી મન મનાવાય
- હરેશ ચાવડા "હરી"