માનવ- માનવ વચ્ચે સેતુ બાંધીએ, હરિ આવશે.
ઊચકમન થયેલા સંબંધો સાંધીએ , હરિ આવશે.
માત્ર પૂજાપાઠને મંદિર પૂરતા મર્યાદિત ના રહેતા,
જનેજનમાં પરમપિતા પરખીએ, હરિ આવશે.
સ્વચ્છતા તન,ઘર,શેરી, મહોલ્લાને નગરની રાખી,
ઠેરઠેર,ઘેરઘેર તરુ વાવી ઉછેરીએ, હરિ આવશે.
કરીએ ખાતરી કે વિસ્તારમાં કોઈ ભૂખ્યું ના સૂવે,
ભૂખ્યાજનોની ઉદરઆગ ઠારીએ, હરિ આવશે.
ક્રોધ, ઈર્ષા, ભેદ,અહં, દૂર કરી સાદું જીવન રાખી,
આપણે જીવીએને જીવવા દઈએ, હરિ આવશે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.