હવે તો કમોસમી વરસાદ વરસે, તારી લાગણી ક્યારે?
હવે કમોસમી વાદળો તો ગરજે, તારી લાગણી ક્યારે?
ભૂલાઈ ગઈ છે ૠતુ એનાથી આ પ્રેમની પળોજણ આવીને,
હવે તો કમોસમી વીજ પણ ચમકે, તારી લાગણી ક્યારે?
ભલેને માવઠું લોક કહે તેથી શું? " મા " શબ્દ તો લાગે જ ને!
હવે તો કમોસમી મોરલાઓ ટહૂકે, તારી લાગણી ક્યારે ?
જોને હાલી નીકળ્યાં વારિ જાણે પૂરબહારે હોય ચોમાસું ,
હવે તો કમોસમી દાદુર પણ રવ કરે, તારી લાગણી
ક્યારે ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.