Quotes by Zinal Chaudhari in Bitesapp read free

Zinal Chaudhari

Zinal Chaudhari

@zinalchaudhari94gmail.com120533


કૃપા કરો પ્રભુ હું નાદાન છું નાસમજ છું,
માયા તારી જટિલ છતાં હું સરળ છું સહજ છું.

દુવિધા હવે મોટી છે પ્રભુ ક્યાં શોધું તને ને ક્યાં શોધું પ્રેમ,
ગોતી પણ લઉં સંસારમાં હોય એ તારી જેમ.

ઈશારો પણ તારો ને તારો જ ભક્તિ પથ,
નિભાવી ના શકો તો બતાવ્યું કેમ આશાનું રથ.

હવે ડૂબું આ ભવસાગરમાં કે જાઉં ભવસાગરને પાર.
મન પણ હવે થાકીને તૂટયું આ પાર કે પેલે પાર.

Read More

સંસાર દુઃખોનો સાગર છે, ભક્તિ નૈયાનો સહારો ના મળ્યો તો ડૂબવું નિશ્ચિત છે.

-Zinal Chaudhari

"મહાદેવ" જો તું ન આવી શકે તો હું આવું,
મૃત્યુને એક ઈશારો તો કર હું દોડી આવું,

કેવી રીતે સહન કરું આ પીડા વિરહની,
હું તારી છું ને રહું તારી જ દીવાની.

થાય એવું ક્યાંક તું સામે આવે,
કરું સઘળી કોશિશ કે તુ છોડી ના જાવે.

એવી રીતે તડપુ જોઈ આખું બ્રહ્માંડ રડે,
આંસુ મારા જોઈ વરસાદ પણ ફીકો પડે.

રચાવી દે એક પ્રસંગ હવે મારા મૃત્યુનો,
છોડાવી દે હવે સંસારના સઘળાં બંધનો.



Zinal chaudhari

Read More

ભટકતા ભટકતા થાય ભાન,
પોકારી લે તું નામ પ્રભુ મન.

શ્વાસે શ્વાસે જપી લો માળા,
જીવન છે એક માયાના જાળાં.

જનમ જનમની છે મોહ-માયા.
છૂટી લો હવે આ ફેરા કાયા.

પ્રભુ પ્રભુ તું નામ જપ મુખ,
આવન જાવન કામ સુખ દુઃખ,

નસીબ નસીબ મળ્યું તન માનવ,
કરી લો ઉદ્ધાર લાગ્યો સંસાર કાદવ.


Zinal chaudhari

Read More

માતા-પિતાએ કરવા જેવું
શ્રેષ્ઠ દાન "કન્યાદાન"
એનાથી શ્રેષ્ઠ "શિક્ષાદાન"
પણ એથી ઉત્તમ "ભક્તિદાન"

"પ્રભુ" તારી યાદમાં રડવાનું સુખ આપો,
તારા વિયોગમાં તડપવાનું સુખ આપો.

ના માગું તારી પાસે કોઈ સંસારનું સુખ
બસ હર ક્ષણ રહે આંખોની સામે તારું મુખ.

ક્ષણ સુખ આપે શૃંગાર સોના-ચાંદીનો,
પરમ સુખ અનુભવ થાય માળા રુદ્રાક્ષનો.

ના માંગુ મિત્ર ના સ્વજનોનો સાથ,
આશ એટલી કે હું તૂટુ ને પકડો મારો હાથ.

હવે સ્વીકારો પ્રભુ મારી એક અરજ,
જીવન હોય કે મૃત્યુ બનું તારી ચરણ રજ.

Zinal chaudhari - શિવને સમર્પણ

Read More

જ્યારે પણ લાગે તું છે મારી આસપાસ,
પ્રભુ, મારા માટે બને એ જ ક્ષણ ખાસ.

જ્યારે પણ વહે તારા વિરહમાં આસુંની ધાર,
પ્રભુ, લાગે મને બની ગયો સુખી મારો સંસાર.

જ્યારે પણ લોકોના વાગે શબ્દોના તીર ધારદાર,
પ્રભુ, એ જ પળે લાગે સ્મરણ તારું દવાદાર.

જ્યારે પણ લાગે તારા વિના આ જીવન શૂન્ય,
પ્રભુ, લાગે એક તારું જ "નામ- જાપ" પુણ્ય.

Read More

માનવી માનવીને પ્રેમ કરે એ તો સહજતાની વાત છે,
કોઈ ઈશ્વરને તો કરી જુએ એ તો દિવ્યતાની વાત છે.

પ્રેમમાં દગાની વાતો તો બહુ સાંભળી હશે,
ઈશ્વરને પ્રેમ કરી જુઓ દગા નું નામોનિશાન મટી જશે.

આમ તો દરેક ના જીવનમાં હોય છે એક હમસફર,
ઈશ્વરને સાથી બનાવી જુઓ આસાન બની જશે સફર.

હશે ચારે બાજુ તમારા પોતાના સ્વજનો,
ઈશ્વરને પોતાના બનાવી જુઓ વારો ક્યારેય ન આવે એકલતાનો

પ્રેમમાં મન તૂટયાનો અનુભવ તો એકવાર સહુને થયો હશે,
ઈશ્વરને મનમાં વસાવી જુઓ તમારો "વિશ્વાસ" બની જશે.

Read More

તુમ ચાહો તો ભાગ્ય કા તાલા ભી ખોલ શકતે હો,
બસ આપકે પાસ અચ્છે કર્મ કી ચાવી હોની ચાહીએ.

મનુષ્ય યોનિ મેં આ કે તુમ ખુદ કો કભી અસહાય મત સમજો,
તુમ મનુષ્ય હો વહી ઈશ્વર કી સબસે બડી સહાય હે.