Quotes by દિગ ચરોતરી... in Bitesapp read free

દિગ ચરોતરી...

દિગ ચરોતરી...

@zaladigs1990gmailcom


જીવનમાં ઘર , પરિવાર, માં બાપ, પતિ /પત્ની, સંતાનો, ઓફીસ બધાને વ્યવહારિક રીતે સાચવી લેવાની આવડત,
#સંતુલન

#વિશ્વ પર્યાવરણ દિન
#શાંતિપૂર્ણ

જોઈ શક્યું ના દુનિયા જે,
શુ સંદેશો આપશે ઈશ્વરને,
તું કહેતો હતો માનવી જેને
એતો તહીં કસાઈ છે.
વાહ! માનવ શુ તારી ઊંચાઈ છે?

એક હાથણી ભૂખ મીટાવા
બારણે તારા આઈ છે,
મોત મુખમાં લઈને,
આંગણેથી એ વિદાઇ છે,
વાહ! માનવ શુ તારી માણસાઈ છે?

મુખ બળતરથી બળી રહ્યું છતાં,
ન કોઈ તબાહી મચાઈ છે,
માણસ થયો જાનવર જેવો,
જાનવરે માણસાઈ દેખાઈ છે,
વાહ! માનવ તારી જાત શુ પીછાઈ છે?

ચોવીસ પહર જળે રહીને,
બુંદ પાણી ના પીવાઈ છે ,
શું વાંક એ ભ્રુણ નો જેને,
જન્મ પહેલાં જાન ગવાઈ છે.
વાહ! માનવ તે શુ નીચતા દેખાઈ છે?

ઈશ્વર મારી તને દુહાઈ છે,
ખુદા તારામાં જો ખુદાઈ છે,
એને મોત પણ બેમોત આપજે
જેને ઘટના આ ઘટાઈ છે.
એવી માર થાપ પ્રભુ કે સમજે,
ઈશ્વરથી મોટી ન કોઈ કલાઈ છે.
વાહ! કેરળ તારી શુ ? પઢાઈ છે ?


દિગ ચરોતરી...
૦૪/૦૬/૨૦૨૦


#હાથણી
#કેરળ
#હત્યા

Read More

શુ સાહ્યબી હશે? મોતથી આગળની દોસ્ત,
જનાર હજી કોઈ પાછો વળ્યો નથી.
દિગ ચરોતરી...
#આગળ

જરૂરી નથી..

દીદાર તારા ચહેરાનો ઇશ્કમાં એથી વધુ કંઈ જરૂરી નથી,
એક ચા ને બીજી તારી મહોબત પછી કોઈ ઉધારી નથી.

હજુય એટલો વ્યવહાર રાખ્યો કે રોજ જોઈ શકું એને,
મતલબ એનો એ પણ નથી કે મહોબતમાં દુરી નથી.

અને મારી પ્રિય આંખો કળવામાં આજેય થાપ ખાવ છું,
પલકો નીચે છુપાયેલી તીતલીઓ એટલીય ભૂરી નથી.

પછી આવો કદીક છનછનતા પગ લઈ આંગણ સુધી ,
આ દિલ છે મારુ, કંઈ ઘાયલ થવાય એવી છુરી નથી.

ઇઝહાર ના કર્યાનો અફસોસ મને આજીવન રહેશે જ,
ખાવ કસમ, તમારી પણ પહેલમાં કોઈ મજબૂરી નતી?

ઈશ્વરને મન મૂર્તિ, મારે મન બહાર ધબકતું હૃદય મારુ,
તારા વિના જિંદગી શુ ? ગઝલ પણ મારી પુરી નથી.
દિગ ચરોતરી.

Read More

મંદબુદ્ધિ માટે આજે એક ગામડામાં પ્રચલિત ટૂંકી લોકકથા,

મહિજી ગામમાં તેની મા અને વહું સાથે રહે છે , વર્ષો પછી પણ તેને કોઈ સંતાન નથી, ખાધે પીધે માહિજીનું ઘર સુખી કેવાય રોજ વાલોણા થાય ઘરે , દૂધ ,દહીં , માખણ, ઘી, રેલમ - છેલ ચાલે,

આજુ બાજુ ના ઘરની વહુઓ મહિજીની ના ઘરે છાસ લેવા આવે, પોતાને સંતાન નથી એ વાતે દુઃખી મહિજીની વહું પોતાના પડોશનને છાસ ભેગું માખણ પણ જવા દે એમ વિચારીને કે મારે ક્યાં કોઈ ખનાર છે, તેના છોકરા ખાશે તો રાજી થશે,

આ રોજનું થયું એટલે એક પડોશન તેની સાસુને આવીને કહ્યું કે બા માહિજીની વહુ થોડી મંદબુદ્ધિ છે, ગાંડી છે, હું રોજ છાસ લેવા આવું તયારે છાસ ભેગું લોચો માખણ પણ આવી જાય છે.

આ વાત સાસુ એ મહિજીની વહુને સમજાવતા કહ્યું કે,બેટા
"છાસમાં માખણ જાય ને વહુ ગાંડી થાય", તારો મનનો ભાવ હું જાણું છું, પણ આ પડોશન તને ગાંડી ગણે છે, ત્યાંરથી ગામડે કહેવત છે કે ,છાસમાં માખણ જાય ને વહુ ગાંડી થાય,

હવે આમ મંદબુદ્ધિ કોણ વહુ કે પડોસણ?


#મંદબુદ્ધિ

Read More

જેની આગળ કયારેય પાંદડું નથી હોતું,
એના આગળ માત્ર પુરુષાર્થ જ હોય છે @ નસીબ.
#નસીબ

ધોમધખતા,
બપોરે, ઝાંઝવાશું
ભ્રમ જીવન
#ચહેરો

ક્યારેક લીલો
ક્યાંક સૂકો હોય છે
હૈયું દુકાળે

.
.
.
.
#દુકાળ

પૂછવું છે....

તું મળ મને તો કારણ પૂછવું છે,
શાને સર્જી તેં ધરા ધારણ પૂછવું છે.

રંગ લાલને , લોહી નોખું નોખું.
વ્યાપેલા ઝેરનું મારણ પૂછવું છે.

તું નિરાવે ખેતરે , તું મારે ગોફણ,
કેમ કરું ઉદરનું ઠારણ પૂછવું છે.

વેદ ,ગીતાને વિષ્ણુ , કુરાન પણ જોયું,
સાચું કયું છે તારું પુરાણ પૂછવું છે.

નિત નવા ધર્મો, ધર્મસ્થાનો રચાય છે,
તોય વધે કેમ પાપનું ભારણ પૂછવું છે.

જીવ જન્મનારો શિવ, વશે પથ્થરમાં,
કેમ? તું મળ મને તો કારણ પૂછવું છે.

દિગ ચરોતરી...


#પુછવું

Read More