Quotes by Yash Somaiya in Bitesapp read free

Yash Somaiya

Yash Somaiya

@yashsomaiya
(63)

જાદુ કી જપ્પી!

નિરાશ હું. મા જોયા રાખે મને. પૂછ્યું'ય ખરું એને કે શું થયું? મેં મૌનવ્રત પાળેલું. એ ચા લઈ આવી મારા માટે. ચા પીધી મેં. મસાલેદાર ચા. આજદિન સુધી આવી નહોતી ચાખી! એ બાજુમાં બેઠી, મને બાથમાં લીધો. મારાં આંસુઓ રોકાતાં નહોતાં...ત્યાં જ એલાર્મ વાગ્યો, ને માનો ફોટો જોયો, આંસુને છુપાવીને કામે જવા માટે પગ ઉપાડ્યા......

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More

સેવાના હેતુથી રમલો ચકલીના માળા બનાવતો હતો, ને તેનું ટેણિયું બાજુમાં આવીને કહે, "બાપા, આપણું ઝૂંપડું ક્યારે બંધાશે!?"

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More

વરસાદ પડ્યો.
ધોધમાર વરસાદ પડ્યો.
બેક દિવસ પછી કીચડ / કચકાણ / ગારો જોયો મેં.
ન રહેવાયું મારાથી.
તરત ફોન જોડ્યો, જેની સાથે વરસતા વરસાદ જેવા સંબંધ હતા. અને હવે કીચડની જેમ.....!
ફોન ન જ ઉપાડ્યો અમૂકે,
તો અમૂકે બ્લોક કરી રાખ્યો હતો. એટલે વાત કરવી શક્ય ન હતી!
ફરીથી હું કીચડને જોઈ રહ્યો..
તડકાની રાહ જોઈ રહ્યો.
મનમાં ને મનમાં બબડતો રહ્યો;
"કાશ, સંબંધમાં'યે આવું થતું હોત!"

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More

पूरी दुनिया खत्म हो जाये तो क्या बचेगा?
शांति.
कैसे?
कोई नहि होगा इसलिये.
सच?
तुम्हे यकीं नहि?
हाँ.
ओके.
क्या ओके?
कभी प्यास लगी?
कई बार.
भुख?
हाँ.
ईश्क हुआ?
हाँ. पर ये फीझुल पूछ रहे हो?
जवाब दो .
दिया.
ओके. तो सुनो.
जब प्यास लगी तब तुम्हारी दुनिया वही थी
जब प्यास बुझ गई तब शांति महसूस हुई?
हाँ.
भुख में भी कुछ ऐसा हुआ था?
हाँ.
ईश्क मे?
हाँ.
कोई किताब ढूँढ़ रहे हो? कई  पर भी ना मिले फिर लेखक को भी मिल लो तो भी ना मिली हो ऐसा हुआ है?
हाँ. एक बार.
और वो किताब मिल जाये तो?
शांति मिलेगी.
बस दुनिया खत्म हो जायेगी तब शांति मिलेगी.
समझ गये?
तुम कवि हो?
नहि.
तो?
दुनिया......

- यश सोमैया ✍️
आवाझ

Read More

માંગ્યું કશું નહીં એણે
3 વરસ પછી મળ્યાં'તાં તો'યે
બે ઘડી વાતો કરી
પળવારમાં છુટ્ટાં પડી ગયાં.
મને તરસ લાગી, મેં જોયું તો બેગમાં બોટલ ન હતી.
તે મારું એઠું પાણી લઈ ગઈ!

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More

કેટલાંય સમયથી ફોટોગ્રાફીમાં કેરિયર બનાવવા ઈચ્છતી આકાંશાને આજે કેમેરા ખરીદી આપ્યો મમ્મી - પપ્પાએ. તેણી તો નીકળી પડી બીજા જ દિવસે સૂર્યોદય થતાં સ્ટ્રીટ ફોટોગ્રાફી કરવા. સોની બજાર, શાક માર્કેટ, દાણાપીઠ. એમ બધે પોતાની સૂઝબૂઝથી તસ્વીરો ખેંચી. ત્યાં તેણી મચ્છી બજાર પાસેથી નીકળી. અને એક દ્રશ્ય જોયું. બકરીઓ એક રૂમમાં બંધ હતી. રૂમ જેલસમાન હતો. બારણું ન હતું.બલ્કે સળિયાઓ હતા. અને તાળું મારેલ હતું. આકાંશાએ બીજે જ દિવસે કેમેરા વેંચીને તે બકરીઓ ખરીદી લીધી......

Spark

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More

હળવો ડોઝ!

૭૦ની ઉંમરે શિવલાલભાઈએ અનેક બીમારીઓ હોવા છતાંય કોરોનાને હરાવ્યો. એકની એક દીકરી હતી. જેને પરણાવી દીધી હતી. હવે તો એના ઘરેય દીકરાના દીકરા રમતા હતા, પણ અહીં બે જણા એકલાં રહેતા. જીજીવિષા માટે સ્ટેશનરીની દુકાન હતી. પણ આ મૂઓ કોરોનાએ થોડા મહિના તો દુકાન જ બંધ કરાવી દીધી! અને પછી મંદી...! ત્યાં આ મીની લોકડાઉન લાદવામાં આવ્યું. રોજની જેમ શિવલાલભાઈ જમીને વજ્રાસનમાં બેઠાં. પત્ની દવા અને પાણીનો ગ્લાસ લઈને ઉભી રહી બાજુમાં. પરંતુ શિવલાલભાઈ તો મગ્ન ન્યૂઝ ચેનલ જોવામાં. ત્યાં કાને અવાજ પડ્યા અને આંખ હેડલાઈન પર ચોંટી રહી કે, "૧૮મી સુધી રાત્રી કરફ્યુ અને મીની લોકડાઉન યથાવત રહેશે". શિવલાલભાઈ બોલ્યા,
આ શું? પત્નીને થયું દવા વિશે પૂછે છે.
એટલે તેણીએ કહ્યું કે, હળવો ડોઝ!
હે!! શિવલાલભાઈએ કહ્યું.

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More

આખી જિંદગી રમણલાલએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો. તેમને કદી પણ સ્વદેશી વસ્તુઓ સિવાય વાપરી નહિ. પરંતુ તેઓ કોરોનાકાળમાં ગુજરી ગયા. દીકરાઓએ નિર્ણય લીધો. કે, હાલના સંજોગોમાં સગાં કે સ્નેહી / મિત્રોને એકઠાં તો કરી શકાય એમ નથી. જેથી આપણે જે કઈ વિધિ કરવાની છે. એ "ઝૂમ" અથવા "ગૂગલ મીટ" એપ્લિકેશન પર આયોજન કરી દઈશું!

Spark

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More

રમણલાલ કોરોનાને હરાવી હોસ્પિટલથી ઘરે પહોંચ્યા. પોતાના મિત્રો, પાડોશીઓને દીકરાને નિર્દેશન આપ્યું કે, આ લોકોને ૧૦૦ - ૧૦૦ રૂપિયા મોકલ. અને મારું પેન્શન આવે. ત્યારે લઈ લે જે. દીકરો વિચારમાં પડી ગયો. દીકરા પાસે મેસેજ લખાવ્યો કે, હું રમણ. તમારો મિત્ર / સ્નેહી / સગો. મેં કોરોનાને હરાવ્યો. કારણ? ઓક્સિજનની સગવડતા મળી રહી. તમારા બધાનો સાથ મળ્યો. મેં તમોને ૧૦૦ રૂપિયા મોકલેલ છે. આ રૂપિયાનું એક / બે ( અથવા જેટલાં આવે એટલાં ) છોડ ખરીદી. તેનું જતન કરવું. આજે ઘણાં લોકોને ઓક્સિજનની જરૂરિયાત છે. આપણે ભવિષ્યનું વિચારીએ? અને આ કામ તરફ આગળ વધીએ.......

Spark

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More

બાપની સારવાર માટે વેન્ટિલેટર ન મળતાં. "તમારા જેવા ડૉકટર જ..." બે કટકાની ગાળ આપીને રમેશ હોસ્પિટલની બહાર નીકળીને સામે પાનના ગલ્લે જઈને સિગારેટ પીવા મંડ્યો. આ દૃશ્ય જોઈ ડૉકટર મનમાં ને મનમાં બબડ્યો કે, મને અનાથાશ્રમમાંથી દત્તક લઈને ભણાવ્યો. ડૉકટરની ડિગ્રી હાંસલ કરાવી. એ જયંતકાકા આવા વ્યસનમાંથી બચાવેલા પૈસામાંથી જ સાર્થક કામ કરી શક્યા.... તુરંત મોબાઈલ કાઢીને સી.એ. મિસ્ટર દર્શનને ફોન કરીને કહ્યું,' અહીં આવો. મારે તમને એક વાત કરવી છે. હિસાબ કિતાબ કરવા છે. કારણ કે જનસેવા ઉપક્રમે નવી કોવિડ હોસ્પિટલ ઊભી કરવી છે.....'

Spark

- યશ સોમૈયા ✍️
આવાઝ

Read More