Quotes by રાધે ની ડાયરી in Bitesapp read free

રાધે ની ડાયરી

રાધે ની ડાયરી

@tvnine2913


કા રાધા!! બેઠી છે તું આમ ઉદાસ થઈને ..
તારી ઉદાસી જોઈને મને ચેન ન પડે લગીરે..

એ રાધા!!તું હવે એકવાર હસ ને જરા, કહી દે કેમ રિસાણા છો મારાથી રાધા

તેં વાંસળી પણ મારી તારી પાસે છે રાખી
કેવી રીતે વગાડું વેણુ ને તને કરું હું રાજી

મનાવી મનાવી ને થાકી ગયો તારો કાનો હવે,
રાધારાણી હસવાનું એક બહાનું બતાવો હવે.

હવે રાધા કહે છે..
જરા મુખડું ચઢેલું છે, શબ્દો થોડા નારાજગી વાળા છે..

ઓયે કાના!! ખબર છે મને લીલા તને આવડે છે ઘણીયે,
જાણે છે તું મેં કેમ રિસાણી,તોયે પૂછે છે વારેઘડીએ.

આ ગોપીઓ તારો કેડો છોડતી નથી,
ને મને તારી સાથે વાત કરવા દેતી નથી.

તને તો ક્યાં પડી જ હોય છે કોઈ'દી મારી,
તને આમ ગોપી સંગ જોઈને આત્મા બળે છે મારી

બહાના કેટલા કાઢીને મળવા આવતી હોઉં છું તને,
ગોપીઓ સંગ રાસ રચે, ને નજરઅંદાજ કરે મને.

કાના ને હવે સમજાણુ
કે રાધાનું મનડું કેમ રિસાણું?

કાનો હવે રાધાને સમજાવે છે,
ભલે રહું ગોપી સંગ હું,
દિલમાં તો તું જ રાજ કરે છે.

રાધા પણ મરક મરક હસે છે,
મનમાં એ કાનાને વધુ ચાહે છે.

Read More

કોણ આવી કાનમાં કહી જાય વાત આ ,
લૂટી લે અજવાળું ને દઇ જાય રાત આ .

એક સ્વપ્ન આવીને અડકી જાય અમથું મને ,
ને પછી ફુલ સમ મહોરી જાય જાત આ .

રંગના ઊડે ફુવારા છાતી મહીં મુજ ,
છુંદણા સમ કાયમી પડી જાય ભાત આ .

આંખ લાગે હસતી , મુખ પર હોય તાળુ ,
પ્રેમ કરવાની છે કેવી નોખી રીત આ .

દૂરથી 'જશ' ચાહવું ને ઝૂરવું પછી ,
કેવી રાધા ને શ્યામ તણી છે પ્રીત આ .

Read More

કાના , આમ તેં એકલા જવાય??

મથુરાને કાજ આમ ગોકુળ છોડી,

દોડી કેમ જવાય, " કાના"?,

"કાન" , આમ તે કંઈ ચાલ્યા જવાય ?
પ્રીતની રીત કેમ ભૂલી જવાય?

સુનો થયો યમુનાનો કિનારો,
અમને તો હતો તમારો જ સહારો,
આમ, નોંધારા મૂકીને ચાલ્યા જવાય?

વહાલી લાગતી માખણ ને મિસરી,
ઘડી ઘડી વાતોમાં ચડતી રીસ,
એ રીસામણા-મનામણા ભૂલી કેમ જવાય?

કદંબની છાયા ને વાંસળીનાં સૂર ,
એની વાંહે તો થતી રાધા ગાંડીતૂર,
આ પ્રીતઘેલીને નિરાશ્રીત કરી કેમ જવાય?
"કાન ", આમ એકલી છોડીને ચાલ્યા કેમ જવાય?

કોને જઈને કહેશે એ હવે દિલની વાતો,
એને તો વીતશે વિરહની અંધારી રાતો,
પ્રેમનો પ્રકાશ પાછો તે કેમ ખેંચાય?
"કાન ", આમ એકલા તેં કેમ જવાય?

રાધાએ રંગી તારા પ્રેમરંગમાં આત્મા,
એને મન તો તું જ પરમાત્મા,
દિલ લઇ , તરછોડી એને, આમ તે કઈ જવાય?

હોઠ છે સ્તબ્ધ પણ આંખોમાં સરવાણી,
હાથ અટક્યો , જે ઉઠ્યો તો ઈચ્છાએ રોકવાની,
એને આમ અધૂરી મૂકી ચાલ્યા તે કેમ જવાય?

તારા વિના નહિ જશે હવે એ યમુનાતીર,
વહે છે હવે તો એની આંખોમાં જ નીર,
" કાના " આસુંડા રોક્યા વિના આગળ તે કેમ વધાય?

દીધું નથી તમે ફરી મળવાનું વચન,
એનો તો સંગાથી હવે માત્ર રૂદન,
આમ, માયા લગાવી શીદ ને જવાય?
આ રાધાને છોડી એકલા તે કેમ જવાય?...

ક્રિષ્ના : ,
મારી આત્મા, મારું હૃદય, અહીં રાખીને હું જાઉં,
સંભાળજે એને હું આવું ન આવું,
દેહ મારો જાય છે તારા વિના રાધા,
નિસ્વાર્થ સ્નેહની હવે મળશે ક્યાં ધારા??

Read More

"લપોડશંખ"

કૃષ્ણ નામે કામધેનુ સૌને દોવામાં રસ છે.
સૌને દૂધમાં રસ અમને બચાવવામાં રસ છે.

તમે નિચોવી લ્યો તમ તમારે લોહી પણ.
તમને શોષણમાં અમને પોષણમાં રસ છે.

બીજું વેંતર બેસે ને એમ કહો કે દૂધ ખારું છે?
તમને વર્તમાનમાં અમને ભવિષ્યમાં રસ છે.

ગાંડા જો તો ખરો કે ક્યાં ગાય આ ચરે છે?
તને ઘાસમાં રસ છે અમને ખેતરમાં રસ છે.

મરે કે જીવે તને શું ફેર પડે હે લપોડશંખ!
તમને મૃતમાં હશે 'દેવ'ને અમૃતમાં રસ છે.

Read More

પ્રભાતીયું

લાકડી લઈ લાલન પર કોપ્યા , રીસ કરી નંદરાણી રે ... લાકડી .. ટેક

ગોળીમાં તો દુધ ન રહ્યું, સુણ સૈયર સમાણી રે
કાન કુંવર જનમીયા , મારે એળે ગઈ કમાણી રે ... લાકડી

નિતની રાવું લાવતા દાડી , ઈ વાતને જાણી રે
ગોળી ફોડી મારા ગોરસ ઢોળ્યા , કરીયાં ધુળ ધાણી રે ... લાકડી

નંદ બાવા જો લેશે ઉપરાણું , તો પીશું નહિ નંદ ઘેર પાણી રે
અમે અમારે મૈયર જાશું , એમ બોલ્યા નંદ રાણી રે ... લાકડી

પ્રભુજીને પકડીને તમે , આંયા લાવો આણી રે
ભાણપ્રતાપે ભણે રતનદાસ નેતરે બાંધુ તાણી રે ... લાકડી

Read More

"સુદર્શન લઈ લીધાં છે"

વિચારોને હવે તો યુદ્ધ તરીકે લઈ લીધાં છે.
સામે છે એમને 'પ્રબુદ્ધ' તરીકે લઈ લીધાં છે.

હમણાં જે કંઈ હાલશે, જેટલી પણ હાલશે.
આ કલમે યુદ્ધને શપથ તરીકે લઈ લીધાં છે.

કાગડું, કૂતરું, બાડું,બોબડું, જે આવે આડું,
સર્વેને સમજો અવરોધ તરીકે લઈ લીધાં છે.

ને જેને આવવું હોઈ તે આવી જાવો સાથમાં.
આપડે તો શબ્દોને રથ તરીકે લઈ લીધાં છે.

આજે, કાલે કે આવતી કાલે કૂળમૂળ પૂછશે,
આવનારાં પ્રશ્નોને ઉત્તર તરીકે લઈ લીધાં છે.

શ્યામ પણ હૂં, અર્જુન પણ હું,જે જાણે એવું.
'દેવ'અસુરોને નિશાન એ નજર લઈ લીધાં છે.

Read More

"ચોબન ચડ્ડામાં"

તું બાંડા એવા મોર જેવો છે.
ચોબન ચડ્ડામાં ચોર જેવો છે.

આ નળીયા જેવા નળા લઈને
શેરીમાં રખડતાં ઢોર જેવો છે.

મોજા પેર્યા પણ જાંઘ ઉઘાડી
પુનિત વનમાં થોર જેવો છે.

જો સ્હેજય મારું માને બકાં.
અડધો પડધો અધોર જેવો છે.

તું તો પહેરે સમજ્યા અલ્યા!
ભાભી ઉપર જુલ્મજોર કેવો છે?

સાયકલ ઉપર તું ચડ્ડી પહેરે.
તુફાન ગાંડા તું તોર જેવો છે.

ને ઝગડે ઢાંકેલી ખુમારી જોડે.
પડી ને સડેલા બોર જેવો છે.

અંગ્રેજ ગયાં તને મેલતાં ગયા.
સંગીત મધ્યે તું શોર જેવો છે.

અડધી આબરૂ ઉઘાડી ફરે ને
અડધી આણી કોર જેવો છે.

તું ઘરમાં ઘૂમે તો ચાલે બકા.
'દેવ' મંદિરેય આ દોર કેવો છે?

તું બાંડા એવા મોર જેવો છો.
ચોબન ચડ્ડામાં ચોર જેવો છે.

Read More

વા વા વંટોળિયા રે! (યાદ છે આ કવિતા)

વાયરા વનવગડામા વાતા'તા
વા વા વંટોળિયા રે!
હા રે અમે ગાડામા બેસીને જાતા'તા
વા વા વંટોળિયા રે!
ગાડા દોડે, ઘૂઘરા બોલે,
બળદ કેરા શિગડા ડોલે!
હા રે અમે એકસાથ-સાથ મળી ગાતા'તા
વા વા વંટોળિયા રે!
ઘોમ ઘખેલા, આભ તપેલા
ગરમી કેરી ગાર લીપેલા,
હા રે અમે ઊની ઉની લુ મંહી નાહતા'તા
વા વા વંટોળિયા રે!

Read More

સમય નો સમય છે....
આ સમય ને મેં મારો બનાવી..
તેના મુજબ હું ...ખુદ ને બદલી રહી છું હું..
બધાનું ધ્યાન રાખી...
બધાની ખુશી...મારી ખુશી માની...
હવે મારી જ હરેક ક્ષણ ને સજાવી રહી છું હું..
કોઈ મારી નજીક છે...
કોઈ મને સમજી શકે છે...
ચેહરાની હર રંગત ઓળખી રહી છું હું....
શબ્દો ના આટાપાટા ની આ રમત માં...
શબ્દો ને તોળી તોળી સજાવી રહી છું હું...
કોઈ કોઈ આંગળી મારા પર જ્યારે ઉઠે છે...
કોઈ નજર મને જ્યારે પૂછે છે...
એની અવગણના કરી...
મન ને આયનો બનાવી...
હિસાબ મારા કર્મ નો રાખી રહી છું હું.....
આજ નો દિવસ છેલ્લો દિવસ છે મારો...
છે આ જિંદગી "મારી "
એવું વિચારી ને જીવી રહી છું હું...
ચિંતા ના વાદળ ને હટાવી ચેહરા પરથી...
જવાબદારીનો બોજ થોડો કરી હલકો હલકો...
હવે એકાદ નાનું ગીત ગણગણી લઉં છું હું...
લાગણી ના પુર માં તણાઈ તણાઈ ને...
ખુદને કિનારે લાવી..
નિરાંત નો શ્વાસ લઈ રહી છું હું...
હરેકોઈને "હા" કહી...
હરકોઈનું કામ કરતી ..ખુદને તણાવ માં તાણતી...
"ના" કહી હળવાશ ને માણી રહી છું હું.....
અપેક્ષા છોડી સઘળી..
અશ્રુ લૂછયા મુખ પરથી...
આ આયના ને પણ હવે પસંદ આવી રહી છું હું..
જીવાઈ ગઈ આ જિંદગી સહુ ની ખુશી ખાતર...
ખુદને ઉમંગ ના દરિયે હિલોળાઈ રહી છું ..
મોહ થી લઈ કિનારો...
જગત ને બે હાથ જોડી...
કિશનજી ના ચરણ ને શરણે સરી રહી છું હું....
.

Read More

;

બસ આમજ બેસી જવું છે

તારા શરણોમાં,

તમે મારા વ્હાલા કૃષ્ણ અને

હું તમારી મીરા.

કલારૂપ