Quotes by Ankit K Trivedi - મેઘ in Bitesapp read free

Ankit K Trivedi - મેઘ

Ankit K Trivedi - મેઘ Matrubharti Verified

@trivediankit2090
(52)

ઈચ્છા અને અપેક્ષાની દરેક વ્યક્તિ ભૂખી છૅ,
એટલે જ તો એની જાત અધૂરી છૅ.

વળે હૃદયમાં પરસેવો, તો એ આંખ માંથી
નીકળવા અધીરો છૅ ;

પણ આંખ કોરી રાખે અને પીવે હૃદયનો પરસેવો,
એ માણસ ખરો ખમીરો છૅ.

© લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

સાથ, સહકાર અને સ્વમાન સમય પર સચવાય તો જ સારુ લાગે;

બાકી પછી એ અમુક સમય પછી જીવનમાં એ ખારું લાગે.

© - અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

માં....ની....શોધ....

આપી ઈશ્વરે અનોખી આપણને ભેટ,
નાભિથી છબી સુધીની ઓળખાણ કરી સેટ ;
કંઈક અમથું આમજ રોવાતું નાનપણમાં,
માતાના હાથ ફરવાથી હસાતું ઘડીક પળમાં.

તડકો આવે કે વરસાદ, કે પછી લાગે ઘણી બીક;
ઢાલ સરીખા એ માંના પાલવથી, થઈ જતુ બધું ઠીક.

અંતર મનમાં હજી અવાજ સંભળાય છૅ,
કે દિકરા સદા ખુશ રહેજે તું ;
'માં' મારી આંખો હવેતો શોધે છૅ તને રોજ,
પણ ક્યાં કરું માં હવે તારી ખોજ ?

©- લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

વાત વાદળની હતી ને આ તો નિર્ નદીના ઉભરાણા ;
આંસુ હતા આંખમાં ને કહ્યું કે આ તો હૃદય ભરાણા.

વિચાર થકી વમળ આતો વંટોળમાં ફેરવાણા ;
કોમળ માણસ હવે આ તો કઠોર વ્યક્તિત્વમાં ફેરવાણા.

દિલ દાઝ્યા એમાં અગ્નિનો શું ગુનો ;
ફેસબુક ફ્રેન્ડના જમાનામાં આ માણસ પડે છે જુનો.



©- લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

મોરના પિંછામાં માધવ દિઠા;
રાધાનામ માં દિઠા ગોવિંદ રે.

શોધવા નીકળો ખૂણે ખૂણે તો;
દિઠા બધા ખૂણા ખાલી રે.

અંતે અંતઃ કરણના પટમાં જોતા;
દિઠા અમને 'કૃષ્ણ મુરારી' રે.

© - અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More

પપ્પા સાથેનો છેલ્લો એકાંત..

યાદો તાજી થઈ અને ફરી એ વાત વાગી ગઈ;
હુંફાળા એ સ્પર્શ ની અનુભૂતિ હૃદયમાં જામી ગઈ.

સમય ચાલ્યો? કે હું આગળ નીકળી ગયો;
એ કંપાવતા વિચારથી હું ત્યાં થોભી ગયો.

પપ્પાને લઈને નીકળતા એ રાતથી હું હારી ગયો;
અને પરત ઘર સુધીની એકલી સફરથી હું થાકી ગયો.

પુત્રમાંથી પીઢ બનાવતો એ સમય ક્ષણભરનો હતો;
એ પછીની જિંદગીનો ક્ષણ - ક્ષણ પપ્પાની યાદનો હતો.

©- અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

વાણી બદલાઈ પણ વિચાર નહીં,વ્યક્તિ બદલાયા પણ વર્તન નહીં;
પારખે કોણ અહીં માણસાઈ ને?કેમ કે મતલબ છે અહી માણસને.

વિચારોના ઘોડપુરમાં કોણ તર્યું ને કોણ મર્યુ? એ તો નજરઅંદાજ છે;
હોડી થી ક્યાં બચાવવા "મેઘ", આ પૂરમાં તો જહાજ પણ નાનું છે.

એક માળાના મોતી થઈ ને કિંમત મણકા ની આંકવી છે;
ભેગી માળાની કિંમત અમૂલ્ય, એ બધા એ ક્યાં જાણી છે.

©- લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

ધાર...

જોયા છે અમે વાદળમાં ઘેરાયેલા અને વંટોળ સાથેના કિસ્સા;
હજી પણ છે કોતરાયેલા મગજમાં,  એના સચવાયેલા હિસ્સા.

વંટોળને થાબળ્યો અને તોફાનને સંભાળ્યો ,તોય હજી એજ ખુમારી;
વરસ્યો વરસાદ મુશળધાર પણ ,ગરમી રહી છે તોય હજી કુંવારી.

જાણે કર્ણના બાણ વાગે તોય અર્જુનનો રથ સુરક્ષિત ,એવો જ છે નજારો;
વાગ્યા ઘણા ઘા દિલમાં પણ, રહ્યા હજી સુરક્ષિત ? આતો એના છે વિચારો.

©- લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

"મિત્રો સાથેનું બાળપણ"

મળતા કેટલીયે વાર રોજના ,રહેતા જિંદગીમાં મોજ ના;
નિખાલજ ભરી મિત્રતાના દોસ્તો, રહેતા રોજ નવા રમતોની ખોજમાં.

બોલ બેટમાં ટુકડી પાડી રમતા મિત્રો , બતાવતા એકતા ના ચિત્રો;
ક્યારેક મેદાન નાનું પડતું ,અને ક્યારેક બોલ માટે પૈસા ઘટી પડતા.


બાળપણ ગયું પણ યાદો નહીં, મિત્રો છે પણ હવે સમય નહીં;
ભાગતા સમયની દોડમાં મોડ છે, પણ બાળપણનો હવે એ રોડ નહીં.

© - અંકિત કે ત્રિવેદી- 'મેઘ'

Read More

"અમે જિંદગી પણ અલાયદી જોઈ છે સાહેબ"

વિશાળ પાંખ વાળા પક્ષીને, જમીન પર ચણતા જોયા છે;

અને વગર પાંખના માણસને, હવામાં ઉડતા જોયા છે.

© - અંકિત કે ત્રિવેદી- 'મેઘ'

Read More