Quotes by Thakkar Princi in Bitesapp read free

Thakkar Princi

Thakkar Princi

@thakkarprinci5934
(70)

#બેદરકાર

હા.. હું જગાડો કરું છું તારી સાથે કેમ કે તારી ચિંતા છે મને

હા...તું બહાર જાય ત્યારે હું સાથે આવવાની જીદ કરું છુ કેમ કે તારી ચિંતા છે મને

હા...હું તને દુનિયા થી છુપાવી ને રાખું છુ કેમ કે તારી ચિંતા છે મને

હા.. તારો કોઈ સાથે ઝગડો થાય તો હું તને જ વઢુ છું કેમ કે તારી ચિંતા છે મને


હા...હું તને ઓફીસ મા વારે વારે જમ્યું કે નહિ પૂછવા હેરાન કરૂ છું કેમ કે તારી ચિંતા છે મને

હા.. તું બીમાર પડે તો હું તને બહાર નથી જવા દેતી કેમ કે  તારી ચિંતા છે મને

હા..તારી ઉદાસી જો રડી જાઉં છું કેમ કે તારી ચિંતા છે મને

હા..તું ઓફીસ થી મોડા ઘરે આવે તો હું સવાલ પૂછું છું કેમ કે તારી ચિંતા છે મને

હા..તું રાત રાત ભર કામ કરે તો ટોક ટોક કરું છું કેમ કે તારી ચિંતા છે મને

હા..તારું બહુ ધ્યાન રાખું છું કેમ કે તારી ચિંતા છે મને

હા..છું હું બેદરકાર ખુદ માટે કેમ કે મને તારી કદર છે

#love you

Read More

મારા સપનાં ની હકીકત એટલે તું
એ સપના રાત દિન જોતી હું..

મારી સવાર ની મીઠી છે તું
અને એ ચા ની બંધાણ છું હું

જીવન રૂપી રણ માં પ્રેમ ની તરસી  હું
અને મને પ્રેમ આપી મારી તરસ છીપાવનાર તું

મારા મા મને જીવંત રાખનાર  તું..
અને આ જીવન માટે ની આભારી છું હું..

તારા હાસ્ય ની દીવાની હું..
અને મારા હસવાનું કારણ એટલે તું..

મારી જિંદગી નું પ્રિય વ્યક્તિ એટલે તું..
અને તારી દીવાની એટલે હું...

Read More

એને😘 મને પૂછ્યું😍..
મારા માટે નો તારો પ્રેમ❣️ કેટલો🤔..
મે કહ્યુ જોઇલે 👁️આ વિશાળ દરિયા 🌊જેટલો..

એને😘 મને પૂછ્યું🤩..
તને મારા💁 ઉપર વિશ્વાસ🤞 કેટલો..
મે કહ્યુ ધોધમાર વરસાદ🌧️ની અવગણીત બુંદો💧 જેટલો💙..

એને ❣️મને પૂછ્યું🙈...
મને તું આપીશ 🤔ઈજ્જત 🙇કેટલી..
મે કહ્યુ આકાશ☁️ માં રહેલા ટમટમતા તારલા✨⭐ જેટલી..

એને 🤩 મને પૂછ્યું ❣️
હું🤔 તારા  માટે મહત્વ 🤗ની કેટલી..
મારા શરીર 🙂માં રહેલા ધબકારા💞 જેટલી..

એને❣️ મને પૂછ્યું 🤗..
મારા સપનાં 🤔પુરા કરવા મથીશ‌ 🤩તું ક્યાં સુધી💁
મે કહ્યુ 💞મારા છેલ્લા શ્વાસ🥺 સુધી..

એને😚 મને પૂછ્યું😋..
તારો મારો 👫સાથ ક્યાં સુધી💏
મે કહ્યુ આકાશ ☁️માં સૂરજ🌤️ ચાંદ🌛 દેખાય છે ત્યાં સુધી💫..
                  -princithakkar 💞

Read More

સવાર થી રાત સુધી ના દિવસ માં પોતાના માટે સમય નીકળી દઈએ
બાળપણ ની રમતો ને ચાલ ને  થોડી રમી લઈએ
જૂના મિત્રો ને યાદ કરી ચાલ ને થોડી વાતો કરી લઈએ
એજ મિત્રો ને આઈ લવ યૂ કહી દઈએ
દુશ્મન ને પણ એક કેમ છો પૂછી લઈએ
વ્યસ્તતા ભરા જીવન માં ચાલ ને થોડું હસી લઈએ
થોડું જતું કરી ભૂતકાળ ને ભુલાવી દઈએ
દુઃખ ભરેલી દુનિયા માં કોઈ ની વાતો સાંભળી લઈએ
રડતા માણસ ને થોડું હસાવી દઈએ
પરિવાર સાથે થોડો સમય વિતાવી લઈએ
કોઈ શરમ વગર મન ભરી હસી લઈએ
વ્યસ્તતા ભર્યા જીવન વચે પોતાના માટે સમય નીકળી દઈએ
જોઇલા સ્વપ્નો ને સાકાર કરવા મથી લઈએ
પોતાના શોખ ને પણ થોડો સમય આપી દઈએ
આ જીવન ફરી મળે કે ના મળે તો ચાલ ને જીવી લઈએ

Read More

યાર...

   ચાલ ફરી એક વાર તારા માટે પત્ર લખી દઉં...


   યાર તારી બઉ યાદ આવે છે... ભલે તું મારા કોન્ટેક્ટ મા છે તો પણ મે આ પત્ર કેમ લખ્યો ખબર છે..કેમ કે પહેલા આપડે આવી રીતે જ વાત કરતા ચોપડા ના પેજ ભરી ભરી ને કેમ કે સ્કૂલ સમય મા ફોન તો નતો મારી પાસે... અને તું પણ બીજા દિવસે ચોપડા ના ઘણા પેજ ભરી ને લખતો.. હવે હાલ મારી પાસે ફોન છે... પણ તું નથી યાર...ભલે હાલ પણ તારા થી કોઈક સમય વાત થાય છે.. પણ પેલા જેવી આપડી દોસ્તી નઈ રઈ... આ લખેલું જોઈને કદાચ તને જૂના દિવસો યાદ આવી જાય...

     હમ એસે હિ દૂર હો ગયે....
બાતો કે સિલસિલે યુહિ કમ હો ગયે...
પતાં નઈ વક્ત યા હમ બૂરે હો ગયે....


       આપડે પહેલા કેટલું જગાડતા .. એક બીજા ની મસ્તી કરતા...ઉડાવતા... અને પછી તું મને કહેતો કે તને મારા કરતાં સારો ફ્રેડ મલી જશે હું બહુ હર્ટ કરું છું તને...તને સારો ફ્રેડ મળશે તને બહુ ખુશ રાખશે જે ખુશી હું ના આપી શક્યો એ ખુશી એ આપશે.......
પણ યાર તારી કસમ તારા ગયા પછી મે તારા જેવા ફ્રેડ બહુ શોધ્યા પણ કોઈ મને તારા જેટલું ના સમજી શક્યું...
       તું તો મારી ખામોશી ને સમજી જતો
        તું તો મારા હર દુઃખ ને સમજી જતો
        તું તો મારી ખુશી શેમાં છે એ પણ સમજી જતો..
      તું તો બહુ હેરાન કરતો...


      યાર પહેલા તું મારી સાથે વાત કરવા  કેટલું કરતો...તો પણ હું દુઃખી કરતી તને..અને તારી નાની નાની ગલતી પણ તને બહુ સંભળાવતી... યાર માફ કર મને... મને ખબર છે તારા દિલ માં મારા માટે પહેલા જેટલી જગ્યા નઈ....મે  લોકો ની  વાત મા આવી તને ખોઈ દીધો .. આજે એ માણસ સાથે મે રિસ્તો તોડી દીધો પણ હવે શું.... મને ખબર થોડી તું પાછો મળીશ... પણ એક વાત બોલું જ્યારે બીજા લોકો ને

મારી જગ્યા પર જોઉં છું ત્યારે હું બહુ રડું છું..
પણ તને ખુશ જોઈ ફરી ખુશ થઈ જાઉં છું...

તારી લાઈફ મા હવે બહુ સારા લોકો આવી ગયા છે જેને તારી લાઈફ સુધારી...તને બહુ પ્રેમ આપયો... બહુ ખુશી આપી... બહુ સાથ આપ્યો... એટલે એ લોકો બહુ ઇમ્પોટન્ટ હોય.... પણ મને તારી સાથે ઘણી વાત કરવી છે ..ઘણું રડવું છે... મને માફ કરી દે...દેખ હું એવું તો ના કહી શકું કે ફરી આવી જા... બેસ્ટ ફ્રેડ બની જા...કેમ કે હવે તારી લાઈફ મા કોઈક છે...જેના લીધે આપડે પહેલા જેવા ફ્રેડ નહિ બની શકીએ... પણ મને માફ કર જે....મને ખબર છે બહુ ખુશ થાય છે એ જોઈને કે તે ગર્લ ફ્રેડ બનાવી... ફ્રેડ બનાવી... બહેન બનાવી પણ બેસ્ટ ફ્રેડ નઈ બનાવી હજુ કોઈને કેમ કે તું મારી જગ્યા કોઈને નઈ આપે??? બરાબર ને...ભલે તારી લાઈફ પાર્ટનર ની ખુશી માટે મારા થી દુર છે...અને દિલ મા પહેલા જેટલો પ્રેમ પણ નઈ... પણ હજુ કોઈ મારા જેવું ફ્રેડ નઈ..એ વાત ની ખુશી છે... મારા દિલ માં તારા માટે બહુ બહુ પ્રેમ છે...હાલ મને જરૂર છે... જ્યારે મારી યાદ આવે આવી જજે...


    તારી મારી યારી... ભાડ માં જાય દુનિયા સારી. 
  

Read More

તારી યાદો માં જીવતા સિખી ગયો છું
ગીતો સંભાળી મારો સમય પસાર કરી ગયો છું

બધા ને લાગે છે   હું  શાયર  થઈ ગયો છું
પણ તારી યાદ માં હું પાગલ થઇ ગયો છું

હા મે ભૂલ પણ કરી હતી..
પણ મારી ભૂલ પણ મે કબૂલ કરી હતી...

બીજા માટે મે તને ઠુકરાવી દીથી..
તારા પ્રેમ ની મે કદર ના કરી ...

પહેલા મારી સાથે વાત કરવા મારતી હતી તું
આજે તારી સાથે વાત કરવા મારું છું હું

આજે ખુશ છે તારી નવી જિંદગી માં હું
આ બધું જાણી બહુ ખુશ છું હું

આજે તારી યાદ આવે છે મને
મારી ભૂલ સમજાય છે મને

Read More

જીવન માં સફળ થવા આવી હતી..

કંઇક રંગીન સપના જોતી હતી..

તારી સાથે જીવન વિતાવવા ના સપના જોતી હતી..

તારી બનવા માંગતી હતી..

મારા સફળતા ના રસ્તા માં તારા સાથ ની મારે જરૂર હતી..

અંધારા માં રોશની ની મારે જરૂર હતી..

હું પડું ત્યારે ઊભી કરવા માટે તમારી જરૂર હતી..

થાકી જાઉં ત્યારે તારા સાથ ની જરૂર હતી..

તે મને મારા રસ્તે છોડી દીધી..

પણ મે આ એકલતા માં પણ સફળતા મેળવી લીધી..

Read More

એ નાનપણ ના મિત્રો ખોવાઈ ગયા..
સાથે સંતાકૂકડી ના ખેલ પણ ભુલાઈ ગયા..

સાથે મલી તડકા ની પણ પરવા ન કરતા અમે..
ધોધમાર વરસાદ માં કાગળ ની હોળી થી રમતા અમે..

એ ઘર ઘર ના ખેલ ભુલાઈ ગયા..
મોબાઈલ માં જ બધા વસી ગયા..

એ દોડપકડ ના ખેલ ક્યાંક નામશેષ રહ્યા..
એમાં મારા બચપણ ના કિસ્સા અમે શોધતા રહ્યા..

એ ઢીંગલી જેની સાથે આખો દિવસ વાતો કરતા અમે..
આજે વાત કરવા એને શોધતા રહ્યા..

મારું બચપન ખોવાણું..
અરે મારું બચપન ખોવાણું..

Read More

આપડા 💞 પ્રેમ 💞ને ટકાવી રાખવો જરૂરી છે🥰...
આપડા પ્રેમ ❤️ની કસોટી હજુ બાકી છે🤗...

તારી સાથે મેસેજ📳 માં ઘણી વાત કરી છે📞..
પણ તને મળવાનું 💏હજુ બાકી છે🙈..

તારા વિશે ઘણું ડાયરી📔 માં લખ્યું✍️ છે. ..
પણ  તને સામે બેસાડી 👸એક કવિતા લખવાની બાકી છે😉..

છુપાઈ છુપાઈને🙈 ઘણી વાર તારો હાથ🤝 પકડ્યો છે..
ભર્યા બજાર 👀માં તારો હાથ ✋પકડવાનો હજુ બાકી છે💕..

ચોકલેટ 🍫અને ગીફ્ટ 🎁 એક બીજા ને આપી છે💝..
તને રીંગ 💍પહેરાવવાની હજુ બાકી છે😚..

આપડા સાથે 💏 ઘણા ફોટો છે❣️..
પણ લગ્ન 👰ના ફોટા માં આપડો સાથ 🤝હજુ બાકી છે..

કુર્તી👗 અને જિન્સ 😚માં ઘણી વાર તને જોઈ 👀છે..
પણ લગ્ન ના પાનેતર માં 🙈 તને જોવાની 😍 હજુ બાકી છે 😚
                  -princithakkar 💕

Read More

"મને યાદ કરજે", read it on Matrubharti :
https://www.matrubharti.com
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free