દુનિયાની ઝાકમઝોળ માટે આ જીંદગી ભાગતી જાય છે.
ભાગદોડમાં ઘણીવાર જીવવાની જીજ્ઞાસા ઘટતી જાય છે.
એ રોજની એકધારી પ્રવૃત્તિનો જ્યારે મને થાક વર્તાય છે.
તારી બાહોમાં આવીને જ મળતી રાહત સુકુન કહેવાય છે.
તને વિચારવાથી જ ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
તારા નજર સામે આવતા હૃદયના ધબકારા વધી જાય છે.
તારા આ સ્પર્શથી રોમ રોમમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.
આલિંગનમાં તું સમાય ત્યારે સમય પણ રોકાઈ જાય છે.
-તેજસ