The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઘેરો એ રંગ જોઈ , મન માં કઈક થાય બાદામી એ નજર માં બધું જ મને ભૂલાય સરોવર જેવી આંખો ને , કાળજ ના બંધન થાય આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય . ઘેરી બદામી આંખો માં કાજળ જ્યારે રેડાય કાજળ ની એ સહી બનાવી કવિતા કોઈ લખાય જુકે નજર તમારી તો સાંજ ઢળી જાય આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય . ઈર્ષ્યા કરે રાત્રી , એની જો સરખામણી થાય મનમાં અને પણ થાય કે તમારું કાજલ બની જાય કતલ કરવાના એક નજર માં જ્યારે ષડયંત્ર રચાય આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય . નાનકડી તામળી આંખોથી પ્રેમ ની વર્ષા થાય દુનિયા ને ડુબાડી મારું હૈયું એમાં તણાય એ નથી અણિયારી તો પણ કતલ થાય આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય . નજર મળે ને હૈયું ધબકે એવો જાદુ થાય બદામી રંગ ની માયા માં મન બેકાબૂ થાય જોઈ એક વાર એને વારંવાર જોવાનું મન થાય નૃત્ય કરતી પાંપણે કવિતા આ ગવાય સ્નેહ થી લખે છે સ્નેહ , બની શકે ભૂલ પણ થાય કેમ કે આંખ તમારી બોલે છે ને શબ્દો ચૂપ થઈ જાય .
કાતિલ નજર ની આંખને પણ નજર લાગી જાણે કાન્હા ની વાંસળી કળયુગ માં વાગી . નૃત્ય કરતી તારી પાંપણો જાણે આજે થાકી ઘોર અંધારી રાત દૂધ થી પણ સફેદ લાગી સાંભળી તારી વાત મને પણ નવાઈ લાગી કાતિલ નજર ની આંખ ને પણ નજર લાગી માનું કઈ રીતે કે પાણી માં આગ લાગી . કૂકડા ની બાંગ છેક રાત્રે જાગી . જોવા જેવું તો એ થયું અરે વાત વિચિત્ર લાગી સવાર પણ આખી રાત જાગી ને થોડી થાકી સાંભળી તમારી વાત મને પણ નવાઈ લાગી કાતિલ નજર ની આંખો ને પણ નજર લાગી રણ ની રેતી માં જાણે અંકુર ની આશા જાગી નીચે પડેલી ડાળકી માં કૂંપળો ફૂટવા લાગી પાનખર ની ઋત માં જાણે વસંત ની વાત કાઢી માછલીઓ આકાશ માં તરવા લાગી વાચી મારી પંક્તિઓ વાત અશક્ય લાગી બસ જાણે શાહી વગર ની પેન લખવા લાગી સાંભળી તમારી વાત મને પણ નવાઈ લાગી કાતિલ નજર ની આંખો ને પણ નજર લાગી - સ્નેહ ના સબંધો
હેલો ફ્રેન્ડ્સ આજે મારી નવી એક નોવેલ નો પાર્ટ ૧ રીલીઝ થવા જઈ રહ્યો છે . નોવેલ નું નામ છે. સાઇલેન્ટ પાર્ટનર આ નોવેલ માં સસ્પેન્સ , ફ્રેન્ડશીપ , માસ્ટર પ્લાનિંગ , સરકાર સામે રોષ , લવ સ્ટોરી , બધું જ સાથે ચાલવાનું છે . એક માસ્ટર પ્લાન સાથેની ચોરી આ નોવેલ ની મુખ્ય વસ્તુ છે . નોવેલ ના એક પછી એક પાર્ટ રીલીઝ થશે.
હજુ બાકી આ ધરા ની તૃષા હતી, છતાં શહેર માં ના વર્ષા હતી . પંખીઓ ના કલરવ માં જાણે અલગ જ વાત હતી પવન ની લહેરો માં સંગીત ની નવી ધૂન હતી . બાગ માં અચાનક ખીલેલી નવી કલીઓ હતી. ને જૂના ફૂલો ની કઈક અલગ જ મહેક હતી એ જ્યાં જ્યાં થી પસાર થઈ હતી એ રસ્તાઓ ને આજે સર્પ ની ચાલ હતી સંધ્યા જાણે સોળે શણગાર સજી હતી ને આવનારી નિશા વધુજ ઘમઘોર હતી શહેર ની તાશીર કઈક અલગ જ હતી મન ને ચંચળ બનાવતી એક વ્યથા હતી રોજ જાનેલી શહેર ની ગલીઓ આજે અજાણ હતી જાણે આજે અહીંયા કોઈ અજાણી ઋત હતી સમજાયું હવે કે જેને જોવાની ઈચ્છા મારા મન માં હતી એ આજે આ શહેર માં હતી સ્નેહ ના સંબંધો
રાત જગાડી જાય છે , દિવસ યાદો માં વીતી જાય છે એની એક જલક જોવા માટે, ગલીઓ માં ઘણા ફેરા થાય છે. કઈ યાદ તો નથી રહેતું આ મગજ ને , પણ એની દિનચર્યા નું ટાઈમ ટેબલ તો છપાય છે માથાની હેરપીન થી પગની નેલપૉલિશ સુધીનું ચિત્ર આ આંખો માં ચીતરાય છે . કદાચ ટકરાઈ જાય એની સાથે નજર , તો નજર જુકી જાય ને ચહેરા પર સ્મિત રેલાય છે એજ ક્ષણ મન જાણે શૂન્ય થઈ જાય છે ને ધબકારા ની જાણે રેસ લાગી જાય છે. જો સંભળાઈ ગીત ના કોઈ શબ્દો , તો ખુલી આંખે સ્વપ્ન જોવાઈ જાય છે . જો ના દેખાય એ ચહેરો ક્યારેય નજર સામે તો જાણે આખી દુનિયા લૂંટાઈ જાય છે . જો મિત્રો જોડી ડે મજાક માં નામ એની સાથે , તો દિલ માં જાણે પ્રેમ નું પૂર આવી જાય છે . લખવામાં તો હજુ ગણું બાકી રહી જાય છે, આ લાગણી શબ્દો માં થોડી વ્યક્ત થાય છે. બસ આમાં જ નિસ્વાર્થ પ્રેમ ની પ્રતીતિ થાય છે. એક તરફા સ્નેહ (પ્રેમ) ની વાત જ કયા થાય છે . સ્નેહ ના સબંધો
કોઈ છેતરી રહ્યું છે , તો કોઈ છેતરાઈ રહ્યું છે. કોઈ ગુમાવી રહ્યું છે, તો કોઈ પામી રહ્યું છે. કોઈ દૂર રહી ને પણ વાત માની રહ્યું છે , તો કોઈ જોડે રહી ને પણ વહેમાઈ રહ્યું છે. કોઈ ફક્ત યાદ કરી ને કોઈ ને પામી રહ્યું છે, તો કોઈ પામી ને પણ ઠુકરાઈ રહ્યું છે. કોઈ બીજાના જોડે જોઈ ને પણ ખુશ થઈ રહ્યું છે, તો કોઈ પોતાના જોડે રાખી ને પણ દુઃખ આપી રહ્યું છે. કોઈ તડછોડેલા ને અપનાવી રહ્યું છે , તો કોઈ અપનાવી ને તડછોડી રહ્યું છે . કોઈ માન આપી રહ્યું છે , તો કોઈ માન મંગાવી રહ્યું છે . કોઈ ભીખ ની જેમ માગી રહ્યું છે , તો કોઈ મફત ની જેમ વેડફી રહ્યું છે. કોઈ હસતા મોઢે જવા દઈ રહ્યું છે, તો જબરજસ્તી બાંધી રહ્યું છે. આ વાત નથી કોઈ ની ,આ તો વાત છે. કળયુગ ના સપ્તરંગી સ્નેહ (પ્રેમ) ની . સ્નેહ ના સબંધો
વરસી રહી છે વાદલડી મારા શહેર માં … લાગે છે એને તને જોઈ હશે … મહેકી ઉઠી છે માટી ભીંજાઈ ને …. લાગે છે એને પણ સ્પર્શ તારા પગ નો થયો હસે…. સંતાઈ રહ્યો છે ચાંદ પણ વાદળ ની પાછળ .. કદાચ એની સાથે તારી નજર ટકરાઈ હશે ગુણગુણાઈ રહી છે તાજી હવા … બની શકે તને સ્પર્શી ને નીકળી હસે . મારા શહેર માં થઈ છે રાત ગોર અંધારી કદાચ એને સરખામણી તારા કાજલ ની કરી હસે લખી શક્યો નથી આટલું પ્રેમ થી ક્યારેય .. લાગે છે મેં પણ સ્વપ્ન માં તને જોઈ હશે ….. - સ્નેહ ના સબંધો
તને જોઇ હશે નથી મહેકતી સાંજ ક્યારેય આટલી કદાચ એની તારા સાથે મુલાકાત થઈ હશે. નથી જોયા પંખીઓ ને આટલો કલરવ કરતા. કદાચ એમની પણ તારા સાથે વાત થઈ હશે . નથી જોયો ક્યારેય ચાંદ ને આ રીતે નિખરતા, એને પણ તારા ચહેરા ની સુંદરતા જોઇ હશે . ક્યારેય ખીલતા નથી ગુલાબ પણ આવી રીતે , સંભવ છે એને પણ તારો સ્પર્શ થયો હશે . નથી લહેરાતો પવન ક્યારેય આવી રીતે , અંગડાતાં તને એને જોઇ હશે , નથી લખી શક્યો ક્યારેય હુ આવી રીતે , લાગે છે મે પણ સ્વપ્ન મા તને જોઇ હશે . - સ્નેહ ના સબંધો
ઉનકે સામને હમ હમારે વજુદ કી બાત નહી કર સકતે . ઓર વો હમારી હર સાંસ પે હક જમા કર બેઠે હે. -sneh patel
કોન કહેતા હે સારે નશે દારુ કી તરહ હોશ ગવાને કો હોતે હે . કુછ નશે ચાય કી તરહ હોશ મે આને કે લિયે ભી હોતે હે . -Sneh Patel
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser