કાતિલ નજર ની આંખને પણ નજર લાગી
જાણે કાન્હા ની વાંસળી કળયુગ માં વાગી .
નૃત્ય કરતી તારી પાંપણો જાણે આજે થાકી
ઘોર અંધારી રાત દૂધ થી પણ સફેદ લાગી
સાંભળી તારી વાત મને પણ નવાઈ લાગી
કાતિલ નજર ની આંખ ને પણ નજર લાગી
માનું કઈ રીતે કે પાણી માં આગ લાગી .
કૂકડા ની બાંગ છેક રાત્રે જાગી .
જોવા જેવું તો એ થયું અરે વાત વિચિત્ર લાગી
સવાર પણ આખી રાત જાગી ને થોડી થાકી
સાંભળી તમારી વાત મને પણ નવાઈ લાગી
કાતિલ નજર ની આંખો ને પણ નજર લાગી
રણ ની રેતી માં જાણે અંકુર ની આશા જાગી
નીચે પડેલી ડાળકી માં કૂંપળો ફૂટવા લાગી
પાનખર ની ઋત માં જાણે વસંત ની વાત કાઢી
માછલીઓ આકાશ માં તરવા લાગી
વાચી મારી પંક્તિઓ વાત અશક્ય લાગી
બસ જાણે શાહી વગર ની પેન લખવા લાગી
સાંભળી તમારી વાત મને પણ નવાઈ લાગી
કાતિલ નજર ની આંખો ને પણ નજર લાગી
- સ્નેહ ના સબંધો