The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જ્યાં પ્રેમ છે ત્યાં પ્રપંચ છે... જ્યાં કુનેહ છે ત્યાં કુટિલતા છે... જ્યાં ચતુરાઈ છે ત્યાં ચાલ છે... જ્યાં સ્નેહ છે ત્યાં શંકા છે... જ્યાં વિશ્વાસ છે ત્યાં વેદના છે... જ્યાં સત્ય છે ત્યાં સંઘર્ષ છે... જ્યાં મોહ છે ત્યાં માયાજાળ છે... મહારાણી કલ્યાણીદેવીના સુપુત્ર ચિ. વ્યોમ અને ડો. ઉર્વીશ ઉપાધ્યાયની સુપુત્રી ચિ. ઈશ્વાની સપ્તપદીથી શરૂ થયેલી છતાંય સદીઓથી વટ, વચન, વેર, વ્યથા, વિરહ, વ્હાલ અને વ્હાલમના વમળો વચ્ચે વલોવાતી અજબ પ્રેમની ગજબ દાસ્તાન એટલે ટૂંક સમયમાં જ માતૃભારતી પર શરૂ થઈ રહેલી મારી આગામી સપ્તરંગી રહસ્યમય નવલકથા *"સપ્ત-કોણ...??"* વાંચવાનું ચુકતા નહીં.....
હદ..... પગરણ માંડ્યા જ્યાં કાંટાળી કેડીએ, ન પગરવ મળ્યા, ન વાટ, ન વિસામો... રણના અફાટ દરિયામાં નાવ હંકારી, તરસ્યો જ રહ્યો ઝાંઝવાનો કિનારો... પાંખો પતંગિયાની ચિરાઈ પુષ્પરંગે, વિખરાયા સુગંધમાં અચેતન એ થોરો... ન મંઝિલ મળી, ન મુકામની નિશાની, પગલાં ભૂંસાયા ઉડી યાદોની ડમરીઓ... જળ વિના વરસી ગઈ અશ્રુવાદળીઓ, ખોબેખોબે છલકાઈ ત્યાં હાથની લકીરો... હદમાં હોમાઈ ગઈ જ્યારે અનહદ ચાહના, આગ વિના પણ આકાશે ઉઠી ધુમ્રસેરો.... શીતલ મારૂ....૮/૭/૨૦૨૨....
ચક્રવાત... એક તારા ન હોવાથી, મારા ખળભળેલા મનમાં, થયો હ્ર્દયાઘાત છે, શું આ જ ચક્રવાત છે? તારી યાદોની ઉષ્ણતા, તારા પ્રેમની શીતલતા, વલોવાતા મારા ઝઝબાત છે, શું આ જ ચક્રવાત છે? ના રુદન, ન સ્મિત-હાસ્ય, વમળનું છે તું કેન્દ્રબિંદુ, ઘુમરાતું મારૂં આક્રાંત છે, શું આ જ ચક્રવાત છે? નયનોની અતિવૃષ્ટિમાં, ભીતરે અને બહાર થતો, ભારે ઉલ્કાપાત છે, શું આ જ ચક્રવાત છે? ઘટાટોપ વરસાદમાં, તારા હાથનો ગરમ સ્પર્શ, વહેતો લાગણી-પ્રપાત છે, શું આ જ ચક્રવાત છે?
આંસુની કિંમત સમયની નિશાની બની આંખોમાં સમાઈ જાય છે આંસુ, પાંપણની પાળે બંધાઈને ક્યારેક છલકાઈ જાય છે આંસુ... સૂર્ખ ગાલોની લાલિમા પર છવાઈ જાય છે આંસુ, બની તસવીર ચાહની એમાં સમાઈ જાય છે આંસુ... સળગતી શીતલ જ્વાળામાં વેરાઈ જાય છે આંસુ, પ્રણય સિંધુના નીરમાં જ્યારે લહેરાઈ જાય છે આંસુ... સુતેલી સુપ્ત અભિલાષાને જગાવી જાય છે આંસુ, સુખી સપનાની આશમાં પલકોને ભીંજવી જાય છે આંસુ... ચાતક જેમ રાહ જોતાં નયનોમાં ખોવાઈ જાય છે આંસુ, હ્ર્દયાક્રંદની વીણાના સૂરમાં પરોવાઈ જાય છે આંસુ... પાનખરમાં પણ ભરવસંતે સરવાણી વરસી જાય છે આંસુ, ક્ષિતિજે તાકતી આંખોમાં ખૂબ તરસી જાય છે આંસુ... પ્રેમની મધુર મદિરા થકી ક્યારેક બહેકી જાય છે આંસુ, બની સુમન અધર ચુંબનથી મહેકી જાય છે આંસુ... ઇન્દ્રધનુષી આભામાં રેલાઈ જાય છે આંસુ, તો ચકોર બની ચંદ્રકિરણોમાં ફેલાઈ જાય છે આંસુ... પ્રિતમ કેરા સ્પર્શથકી જ્યારે લજાઈ જાય છે આંસુ, બની ભ્રમર શતદલમાં ત્યારે બિડાઈ જાય છે આંસુ... વાલમ વિરહની વાટમાં નાહક વગોવાઈ જાય છે આંસુ, પ્રીતસાગરના મોતીની કિંમત સમજાવી જાય છે આંસુ... શીતલ મારૂ...16/5/22.
Sheetal લિખિત વાર્તા "ઋણસ્વીકાર" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19927562/debt-acceptance
Sheetal લિખિત વાર્તા "છુપી વસંત" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19926736/hidden-spring
Sheetal લિખિત વાર્તા "આગે ભી જાને ના તુ - 55 - અંતિમ ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો... મારી પ્રથમ નવલકથાને સારો પ્રતિસાદ આપવા બદલ આપ સૌ વાચક વર્ગનો ખૂબ ખૂબ આભાર..... ભવિષ્યમાં પણ આવા જ સાથ અને સહકારની અપેક્ષા રાખું છું...👍👍👍😊
Sheetal લિખિત વાર્તા "Unnatural ઇશ્ક (પૂર્ણ)માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19915964/unnatural-ishq
Sheetal લિખિત વાર્તા "Unnatural ઇશ્ક - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19915262/unnatural-ishq-3
Sheetal લિખિત વાર્તા "Unnatural ઇશ્ક - ૧" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19914667/unnatural-ishq-1
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser