The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કદાચિત..... એક માણસ રોજ સવારે પૂજા પાઠ કરે છે જ્યારે બીજો માણસ બસ કૂદરતને સત્ય માનીને ચાલ્યા કરે છે. બંને ના રસ્તા અલગ છે.દિશા જુદી છે. કલ્પના જુદી છે. વિસ્તાર, રહેઠાણ જુદા છે.કોઈ આસ્તિક છે તો કોઈ નાસ્તિક છે.કોઈ માટે પરમ ભક્તિ સત્ય છે તો કોઈ માટે પરમ શક્તિ ! આસ્તિક અને નાસ્તિકતા એટલી આસાનીથી થોડી મળી જાય છે અને મળી પણ જાય તો ત્યાં ટકી રહેવું કેટલું સહેલું છે ? માણસ નામે માંસનો ટુકડો કદીપણ એક જગ્યા પર સ્થિર થઈ શકતો જ નથી ! બસ આમ તેમ ભાગ્યા કરે છે કંઇક નવું શોધવા, જાણવા, માણવા... કોઈ માણસ કેટલાયે પત્ત્યનો કરે છતાં કદી આસ્તિક નથી બની શકતો અને બીજીબાજુ એ કદીપણ નાસ્તિક નથી થઈ જતો. માણસ હંમેશા આ બંનેની વચ્ચે રમ્યા કરે છે.આસ્તિક બની જવાથી નાસ્તિક ના રહી શકવાની શંકા અને નાસ્તિક બની જવાથી આસ્તિક રૂપી સાગર કિનારે વહી જવાની વેદના સહન કરતો રહે છે.જ્યારે આસ્તિક માણસ નાસ્તિક અને નાસ્તિક માણસ આસ્તિક બની જાય ત્યારે શરૂ થાય છે જીવનની ખરી વ્યથા જેની અંદર ભાગી છૂટવાની કોઈ જરૂર નથી રહેતી..આસ્તિક બન્યા પછી પણ શંકા , ડર,વેદના, સહન શક્તિ ખૂટી જાય ત્યારે માણસ નાસ્તિક બનવા તરફ દોરી જાય છે અને નાસ્તિક બન્યા પછી પૂરી ના થતી ઈચ્છા, સત્ય સામે શંકા,વાતો આસ્તિકતા તરફ દોરી જાય છે.આ હાલક ડોલક માં જ વચ્ચે રમ્યા કરે છે આ જીવ....ના પૂર્ણરૂપે આસ્તિક બને છે ના નાસ્તિક .....આ વચ્ચેની જે વ્યથા છે એનું નામ જ છે....કદાચિત....
હું કોણ ? જે અંદર છે એ કે બહાર બસ દેખાવ કરે છે એ ? જે ભીતર સંવેદના વ્યક્ત કરે છે એ કે જે બહાર બસ તેને દબાવી રાખે છે એ ? ખુશી,દુઃખ,અકળામણ, ગુસ્સો,ચિંતા,વહેમ જેને સૌથી પહેલા અસર થાય છે એ અંદર રહેલા માણસે બહાર રહેલા માણસ સાથે વાત કરતા આવડવું જોઇએ.અંદરના માણસે પોતાના નિર્ણય ને બહારના માણસ સુધી પહોંચાડવા ઉપર રહેલા ભેજાની પરમિશન જોઈએ છે. હમેશા અંદર બહારના ચક્કરમાં કેટલા બધા અટવાયેલા રહીએ છીએ આપણે ! અંદરથી અલગ અને બહારથી અલગ દેખાવામાં કેટલા બધા નિપૂણ થઈ ગયા છીએ. ખુદને શોધવાની દોડમાં ક્યારે થાકી જવાય છે ખબર નથી પડતી ? કેટકેટલાય નિર્ણયો પછી પણ કોઈ નિર્ણય પર ના આવી શકવાનો ભારોભાર ખેદ વરતાયા કરે છે. પોતાની બારીમાંથી દેખાતુ વિશ્વ જાણે ના દેખાયાનો ઢોંગ કરીને પવન મારફતે અથડાયા કરે છે. વિશ્વને પણ હવે આપણા જેવી ટણી કરતા આવડી ગઈ છે. મારે એની ટણી સહન ના કરવી જોઇએ.શું મારે બારી બંદ કરી દેવી જોઇએ. ના….હું હંમેશાથી આ બારી બંદ જ કરતો આવ્યો છું આજે પણ મારે બંદ કરીને જતા રહેવું જોઈએ ? કેમ કરીને ખુદને અમસ્તાં જ કપરી પરિસ્થિતિમાં પસાર થતા જોતા રહેવાની સજા મળે છે.કેમ આખે આખું વિશ્વ એક સમયે એક જગ્યાએ હાજર નથી થઈ શકતું ? કેમ એક બાજુ રાત તો એક બાજુ દિવસ બદલાયા કરે છે ? કેમ અગણિત તારલાઓ વચ્ચે પણ ચંદ્ર અમસ્તાં જ પ્રકાશથી આખું આકાશ પ્રકાશિત કરી દે છે ? સવાલો ઘણા છે સામે જવાબો પણ હાજર છે.જીતી ના શકવાની ક્ષમતા છતાં જીતવાની તાલાવેલી ગહન થતી જાય છે.જીતવાની નજીક હોઈને હારી જવાય છે.હારવાની નજીક હોઈને ક્યારેક જીતી જવાય છે.માણસ નામે માંસનો લોચો આમ તેમ દોડ્યા કરે છે. માણસ માણસ નહિ પણ એક રમકડું છે જેમ ચાવી ભરો એમ રમ્યા કરે ને બોલ્યા કરે !
જેમ એકદિવસ માટે આ દુનિયા છેલ્લો દિવસ હશે એમ દરેક પળ જે જતી રહેવાની છે એ છેલ્લી પળ હશે. મનભરી જીવી લો દરેક પળને! -Sandip A Nayi
એમનો હુકમ હોય એટલે શું અમારે માની લેવાનો ? અમારી તો ઘરમાં કોઈ આઝાદી જ નથી ? કંઈ નહિ શું કરીએ માનવું તો પડે જ ને ! ઊપરના દરેક વાક્યો કોઈક ને કોઈક કારણસર તમે ઘરમાં સાંભળ્યા જ હશે.જેમ આપણા ભારત દેશની અંદર સુપ્રીમકોર્ટ ના આદેશો બધા લોકોએ માનવા પડે છે એમ દરેક ઘરમાં કોઈ એક વડીલના નિર્ણયો પરિવાર પર લાગૂ પડતા હોય છે.એ વડીલ સુપ્રીમકોર્ટના આદેશોની જેમ ઘરમાં દરેક લોકોને આદેશો આપતા હોય છે.ઘણીવાર સુપ્રીમકોર્ટના આદેશોથી લોકો ખુશ નથી હોતા પણ તેના નિર્ણય વિરુદ્ધ જઈ નથી શકાતું એમ પરિવારમાં પણ વડીલ સામે દલીલ કે અપીલ કરી શકાતી નથી.એમનો નિર્ણય આખરી અને સર્વમાન્ય બની જાય છે.દરેક ઘરમાં વડીલનું હોવું જરૂરી છે.એમના વર્ષોના અનુભવો કોઈક ને કોઈક હિસાબે ઘરના લોકોને મદદ કરતા હોય છે.અમુક પરિસ્થતિમાં નિર્ણયો અને અનુભવો ભેદભાવ અને ગુસ્સાનું કારણ બની જતા હોય છે. વડીલ હોવું અને વડીલ બનવું બંને અલગ વિચારો છે.વડીલ બનવામાં ક્યાંક ખુદને ના ગમતા પણ નિર્ણયો કરવા પડે છે અને કરેલા નિર્ણયોનો ભોગ જાતે પણ બનવું પડે છે.દરેક ઘરની અલગ અલગ વ્યક્તિ વડીલ હોય છે.યુવાન થતા છોકરા અને ઘરમાં નવા આવેલા બૈરા બંનેને સાચવી રાખે એ વડીલ ! ઘરમાં થતી આવક કરતાં ખર્ચના આંકડાને સમતોલનમાં રાખે એ વડીલ !
હમણાં રમાયેલી વિલ્બડન ચેમ્પિયનશિપમાં સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચને હરાવીને કાર્લોસ અલ્કારાઝ ચેમ્પિયન બન્યો હતો. ઊપરની વાત પરથી આપણને જાણવા મળે છે કે દરેક સમયે-સમયે માણસની શક્તિ અને ભૂમિકા બદલાઈ જાય છે.એક સમય એવો હતો જ્યારે રોજર ફેડરર ટેનિસની દુનિયામાં રાજ કરતો હતો.તેની રમવાની સ્ફૂર્તિ અને શકિત અલગ પ્રકારની જ ઊર્જા પેદા કરતી હતી.એ સમયે એવું લાગવા લાગ્યું હતું કે રોજર ફેડરર જેવો મહાન પ્લેયર બીજો મળવો અશકય છે,જે આવી શક્તિ સાથે રમી શકે ! સમય જતાં નાડાલ જેવા પ્લેયર ટેનિસની દુનિયામાં આવ્યા અને સાથે રોજર ફેડરરની ઉંમર અને રમવાની સ્ફૂર્તિ પણ ધીરે ધીરે ઘટવા લાગી.એક વખતે હું ટીવી પર મેચ જોતો હતો એ સમયે મે રોજર ફેડરરને ચાલુ રમતે રડતા જોયો હતો કેમકે તેની શકિત,તેનું શરીર અને તેની ઉંમર એને એ સમયે સાથ નહોતી આપી રહી.બીજીબાજુ નાડાલ અને નોવાક જેવા સ્ટ્રોંગ પ્લેયર પણ ઊભરીને સામે આવ્યા હતા.યુવાન નોવાક જોકોવિચને ઘણી મેચોમાં રોજરને હરાવતા મે જોયા છે.આજે જ્યારે એ જ વસ્તુ નોવાક સાથે બની રહી છે ત્યારે જોઈને નવાઇ નથી લાગતી. ઉંમર સાથે શક્તિ અને ઊર્જાનો સંચાર દરેક માણસમાં ઓછો થવા લાગે છે.એક સમયે માણસ પોતાની પરાકાષ્ટા સુધી પહોંચી જાય છે પણ આ બહુ સમય સુધી ટકી રહે એ જરૂરી નથી.જેમ ન્યૂટનનો નિયમ કહે છે એમ જે વસ્તુ ઊપર જાય છે એ હંમેશા નીચે આવે છે,એમ જીવનમાં પણ જે માણસ ટોચ પર જાય છે એ એક દિવસ નીચે આવે જ છે.તેની પદવી લેવા અને નવી ઊર્જા ભરવા બીજો કોઈ માણસ ત્યાં સુધી પહોંચી જાય છે અને ફરી એ પણ નીચે આવે છે એમ સતત આ પ્રકિયા ચાલ્યા કરતી હોય છે. ઉપરની બાબત પરથી જાણવા મળે છે કે જે સમયે, જે વખતે જ્યાં જેટલી શક્તિ સાથે કામ કરવાની તક મળે ત્યાં કરી લેવું જોઈએ.સમય સાથે શકિત અને ઉંમર ઘટતા નિરાશ થવાને બદલે તેને સહેલાઈથી સમજી લઈને આગળ વધવા માટે તૈયાર થઈ જવું જોઈએ.અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પનો કાર્યકાળ જ્યારે પૂરો થયો ત્યારે તે સહેલાઇથી પોતાની પદવી છોડી શક્યા નહોતા.કોઈપણ માણસ જલ્દી ખુદને મળેલી નામના હોય કે પ્રિર્સિદ્ધી છોડી શકતો નથી.વર્ષો પહેલા વહાણ લઈને જતા નાવિકો દરિયા વચ્ચે વહાણને હલકું કરવા માટે થઈને પોતાના ઘોડાઓને પાણીમાં ઉતારી દેતાં હતાં.માણસે પણ સમય સાથે પોતાના ઘોડાઓને પાણીમાં ઉતારી દેવા જોઈએ અને સમય સાથે ચાલતા શીખી જવું જોઈએ; રણની અંદર રહેલી માટીને પવન પોતાની ઘસારણ શક્તિ અનુસાર ઉપાડીને બીજી જગ્યાએ લઈને જઈને ઠાલવી દે છે.સમય જતાં ત્યાં માટીનો ઢગલો થઈ જાય છે સાથે બીજીબાજુ ઉપાડીને આવેલી માટીની જગ્યા પર ખાડો પડી જાય છે.સમય જતાં ત્યાં પણ પવનના ઘસારણ થકી માટી પુરાઈ જાય છે.કુદરતની શકિત કેવી અપાળ છે એક બાજુ તોડે તો એક બાજુ જોડે છે. આપણા જીવનની પણ આ જ ગાથા છે ક્યાંક ખાડો કરી દે છે તો સમય જતા ત્યાં પુરાણ કરીને જોડી દે છે.કોઈ વ્યક્તિ,વસ્તુ,વાયુ, જળ,અગ્નિ વગર આ દુનિયા ઊભી નથી રહેવાની ! સમય જતાં દરેકની ખોટ પુરાઈ જવાની છે.પાંચ કરોડ વર્ષ પહેલાં જન્મેલા સૂર્ય અને તેમાંથી નિર્માણ પામેલા ગ્રહો પણ સમય જતાં નષ્ટ થવાના જ !
સમયને બદલતા વાર નથી લાગતી.અચાનક જ બદલાઈ જાય છે બધું જ! જે ના વિચાયુઁ હોય એ અચાનક જ થઈ જાય છે.મહિનાઓ પછી જે માણસોને મળીયે તે કંઈક જૂદા જ લાગતા હોય છે.આંખે ચશ્મા પહેરલ જુવાન ઉંમર થતા આંખે મોતીયાના ચશ્મા પહેરવા લાગે છે.હમેશા ગાડીઓમા ફરતા માણસો પૈસાની તંગીના કારણે રોડ પર પણ ચાલી નથી શકતા.દારૂની રેલમછેમમાં રમતા માણસો સમય જતા જાતે પાણી પણ નથી પી શકતા.સમય સમયનું કામ કરે છે.સમય ના તમારા માટે થંભવાનો છે ના મારા માટે! આપણે પણ સમય સાથે કેટલા બધા બદલાઈ જઈએ છીએ.કોઈ વખત દંભી તો કોઈ વખત બલિદાનની બની જઈએ છીએ.આપણને જ ખબર નથી પડતી કે આપણે આટલા બધા બદલાઈ જઈએ છીએ.બદલાવ સારો પણ શું આપણે બદલાવ ચાહીયે છીએ??? આપણે હમેશાથી આવા જ છીએ.આપણે કદી પણ સારો કે ખરાબ બદલાવ આપણા જીવનમા ઈરછાતા જ નથી.જેમ જે ચાલે છે તેને ચાલવા દો.કદી પણ આપણે જીવનમા એડવેનચરને સથાન આપતા નથી.હા ના આપવાના સમયે જરૂર આપણે આપણી લાઈફને એડવેનચર આપીયે છીએ. જો કોલેજમાંથી બિલ ગેસ્ટને કાઢી મુકવામા ના આવ્યા હોત તો આજે એ આટલા મોટા ધનવાન બનત.જો સટીવ જોબસને પોતાની એપલ કંપનીમાથી કાઢી મુકવામા ના આવ્યા હોત તે પાછળથી આટલા મોટા માણસ ના બનત.એટલે સમય સમયનુ કામ કરે છે. સમય કોઈના બાપના કહેવાથીયે ઊભો નથી રહેવાનો એ તો અવિરતપણે પોતાની ગતીશીલતા ચાલુ જ રાખવાનો છે. આપણે પણ સમયની સાથે બદલાઈને ચાલવાનું છે.હમેશાં એકધારી ગતીશીલતા ચલાવી રાખવાની છે. જ્યારે સમય તમારા અનુકૂળ હશે ત્યારે તમારી સફળતા પાકકી છે.સફળ થવા પણ સમય સાથે ચાલવુ પડે છે.અને સમય સાથે ચાલતા પડી જાવ તો ચિંતા નહિ કરવાની બે પગે ઊભા થઈ ફરી સમયની સાથે ચાલતા થઈ જવાનું.સમયની સાથે ચાલતા-ચાલતા એકદિવસ તો જરૂર સફળતા મળશે.સમયને પણ તમારી થોડી ચિંતા હોય છે.એટલે જીવનમા અને જીવનથી બહુ ડરવાનુ નહિ. જ્યાં સુધી તમે જીવનથી અને સમયથી ડરતા રહેશો ત્યાં સુધી તમે કદી પણ જીવનમાં આગળ નહિ આવી શકો.જીવનએ માટીમાં પડેલા નાંના નાના શંખો જેવુ છે.જ્યારે નથી મળતુ ત્યાં સુધી નથી મળતુ પણ જ્યારે મળી જાય છે ત્યારે આનંદનો પાર નથી રહેતો.હમેશાથી આપણુ જીવન આપણને સરપાઈઝ પર સરપાઈઝ આપતું રહયું છે પણ આપણે કદી તેને ઉત્સાહ થી જોયુ જ નથી. જીવનને જિંદગીને એક પકારના ઉત્સાહ થી જોવામાં આવે તો આપણા બધા દુખ દૂર થઈ જાય. ઘણીવાર જિંદગી આપણી પરીક્ષા પણ લેતી હોય છે.આપણે દુખને ભોગવવામા અને નાસવામા કેટલા પાવરધા છીએ તે જિંદગી જોતી હોય છે.તમારા અનોખા જીવનમા હરહમેંશ સુખ તો નથી જ આવવાનું.લીલા ઘાસમાંથી સુકુ ઘાસ તો થવાનું જ છે એકદિવસ.આપણે પણ મરીશું જ એકદિવસ.તો શું કરવા જિંદગીને તડપી તડપીને જીવવાની ટેવ પાડવી જોઈએ.પૈસા જશે તો બીજા નવા આવશે પણ માણસ આવશે શું???? હમેશા દિલને ગમે એમ દિલથી જીવનને જીવવું જોઈએ.એક જીવન મળ્યું છે યારો તેને દિલથી જીવી જાણો. આ દુનિયા રંગીન છે,પણ સાલી એટલી જ કુત્તી ચીજ પણ છે.જે આ દુનિયાને પાર પાડી ગયાં તે પાડી ગયા નહિ તો દુનિયા ગળે એવો ટુંપો આપે છે કે પૂછો ના વાત.જેમ બરફના ગોળામાં અલગ અલગ રંગ નાખવામાં આવે છે તેમ આપણી જિંદગીમાં પણ અલગ અલગ રંગ નંખાય છે.એ અલગ અલગ રંગો એટલે આપણી જિંદગીમાં રહેલા સુખ,દુ:ખ,નિરાશા,ગુસ્સો,અકળામણ,વગેરે. આપણી જિંદગી આવા અલગ અલગ રંગોથી સરભર બની જાય છે.કોઈકના જિંદગીમાં સુખ હોય તો કોઈના જિંદગીમાં દુ:ખ....તો જીંદગી ને એન્જોય કરો.....
Sandip A Nayi લિખિત નવલકથા "સુપરસ્ટાર" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/novels/7807/superstar-by-sandip-a-nayi
Sandip A Nayi લિખિત વાર્તા "મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19927440/masiha-dharaditay-3
Sandip A Nayi લિખિત વાર્તા "મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19927255/masiha-dharaditay-2
આ અમારા પગો પણ ભુલ્યા છે, કે રસ્તાઓ બધા પણ લુલા છે. યાદ ના આવતા યાદ આવે.... એ બધા પ્રેમના પણ ગુના છે. બસ વધારી બધી વાત ના કર... આ બહાના તમારા જુઠા છે. ના દવાની મને કોઈ આશા... લે દુઆના પટારા જડયા છે. ઘા કરીને અમે ચાલ ફેકી... હા અમે તો ખુનો પણ કર્યા છે. હાથમાં હાથ હોતો તમારો, પ્રેમના જો દિવાના પુરા છે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser