Quotes by Story cafe in Bitesapp read free

Story cafe

Story cafe

@ronakparmar131204
(5)

સ્ટોરી : રાતું પાન
--
હોળીનો દિવસ રંગોનો પર્વ હોય છે. પણ આ રંગો ખુશીઓના જ નથી હોતા. પ્રેમ, ખુશી અને આનંદની વિરૂદ્ધ પણ એક ભાવના છે: બદલાની. જેનો રંગ લાલ છે. અને આ વાર્તા એ જ લાલ રંગની છે.
અમીર વેપારીની ફેક્ટ્રી તેના અવસાન બાદ તેના મોટા દીકરાને ને મળશે કે નાનાને એ કોઈ જાણતું ન હતું. એવામાં હોળીના જ દિવસે એમનું અવસાન થયું. પણ વર્ષોથી ગુમસુમ રહેલો પ્રશ્ન ફરી જાગ્યો: ફેકટ્રી કોણ ચલાવે? પૈસા અને પોઝિશનનાં ગુમાનમાં બન્ને ભાઈ એક બીજાના દુશ્મન બન્યા.
એક દિવસે મોટા ભાઈએ નાના ભાઇના ઘરમાં બોમ્બ રાખી દીધો પણ ચતુર નાના ભાઈને એ વાતની ખબર પહેલા જ પડી ગઈ. બોમ્બ થયો ડીફ્યુસ અને મોટો ભાઈ થયો નિષ્ફળ. પણ આ નિષ્ફળતાથી થતા દુઃખની વિરુદ્ધ મોટા ભાઈના ઘરમાં બધાના મોઢા ઉપર મુસ્કાન હતી. હોળીના પાવન દિવસે, મોટા ભાઈને ત્યાં એક છોકરીનો જન્મ થયો હતો. જેને મળવા માટે મોટા ભાઈ હોસ્પિટલ પહોચ્યા અને ત્યાં તેને નાનો ભાઈ મળ્યો. જેના હાથમાં બંદૂક હતી. જેમાંથી મંદ મંદ ધુમાડો નીકળી રહ્યો હતો. મોટા ભાઈ અને નાના ભાઈની વચ્ચે, એ હોળીના દિવસે, વિશાળ વડવૃક્ષમાંથી એક પાન કરીને પડ્યું હતું, જેનો રંગ રાતો હતો.
---

Read More

આંખ માં ઊંઘ છે,
પણ હાથમાં ફોન જલેલો છે.

સો km દૂર કોઈની ચિંતા થાય છે,
પણ ઘરની અંદર શું થાય છે એ ખબર નથી.

વિડિયોઝ માં તો બોલ બોલ કરવું છે,
પણ જો સામે કોઈ ભટકી જાય તો બોલવું નથી.

સ્વપ્નાઓ તો ઘણા જોયા,
પણ એને પુરા કરવાનો time જ મળતો નથી.

ખાધું તો છે ઘણું,
પણ એને પચાવાની ફુરસત મળતી નથી.

બગસાઓ ઉપર આવે બગાસાં,
તોય ફોન મૂકવાનું નામ નથી.

અહીંયા વિચાર અને વાણીમાં ફેર છે,
એટલે જ આને મોર્ડન એજ કહેવાય.
-story cafe

Read More

વાત છે આ એક એવા યુદ્ધની,
જ્યાં હું જ પોતાનો વિરોધી છું.
એક કામમાં ફોકસ હોવા છતાં,
નકામી વસ્તુઓ ઉપર મન લલચાય.
સાઇકલ ચલાવતા મારું મન,
રસ્તા કરતા બીજી બધી બાજુ જાય.
૯૯ કામ સાચા કર્યા પછી,
જ્યારે ૧ કામ બગડે ત્યારે,
પોતાને જ નકારતો હું.
ક્યાં જાઉં ? શું કરું ?
અરે !
આયા તો પોતાને હરાવનાર હું જ છું.

Read More

સિંહની ગર્જના ક્યાં ?
એ તો વાદળ ગાજે.
લઈને આવ્યો જે વરસાદ,
એ દૂર રહીને કરે શોર.
વરસાદ તો મોતી એનું,
વીજળી તો એ મોતી ની ચમક છે.
જ્યારે હતો હું નાનો,
ત્યારે વાર્તા કરે નાની.
જ્યારે રમતા ઈશ્ર્વર ક્રિકેટ,
ત્યારે ખોવાતો દડો એમનો.
ઠેર ઠેર શોધીને એ દડો,
ન મળતાં ઈશ્ર્વર રડે.
એ રુદન વળી કેવું અદ્ભુત,
ખેતીનું એ અમૃત બનીને વર્ષે.
પડતા આ તાપમાં એ અમી,
સૌના મનને એક્વારમાં જ હરે.
જ્યારે નાના બાળકોને પૂછો,
'મનપસંદ ઋતુ કંઈ ?'
ત્યારે સૌ એક જ જવાબ આપે.
વિષના છૂટા પડ્યા બાદ,
જેટલો આનંદ દેવોને અમૃત મળતા થયો,
તેથી તો ઘણો વધારે આનંદ,
બાળકોને વર્ષા ઋતુમાં આયો.
અરે ! બાળકોને મૂકો ને વૃદ્ધોને પૂછો,
'શું આ વર્ષા માં ભજીયા ખાય ?'
યુવાનોની તો વાત જ મૂકો,
વર્ષા આવતા એમના રોમ રોમ રંગાયા.
કહો ત્યારે ! એ વરસાદ કેટલો ન્યારો,
અને એને તમારી પાસે લાવનારો ?

Read More