The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેમ છો મારાં વહાલાં વાચકો, 2021 ને વિદાય આપીને 2022 નું નવું વર્ષ આપ સહુનાં જીવનમાં ખુશી, સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી અને અને કોરોનાના કપરાં સમયને પડકાર આપીને એને હંમેશા માટે સહુનાં જીવનથી દૂર કરી દે એવી ઈશ્વરને પ્રાર્થના. **HAPPY NEW YEAR ** ડૉ. રિધ્ધી મહેતા " અનોખી "
આજનાં મારા જન્મદિવસે આપ સહુએ મને જે ખોબલે ખોબલે સાચા મનથી જન્મદિવસની શુભકામનાઓ આપી એ માટે આપ સહુનો દિલથી ખૂબ ખૂબ આભાર. બસ આજ રીતે આપ સહુને પ્રેમ મળતો રહો, સહુ સરસ મજાનું વાચન કરતા રહો એ માટે શુભેચ્છાઓ. ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"
એક હોમિયોપેથીક ડૉક્ટર છું પણ પ્રેક્ટિસની સાથે લેખન મારાં જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. અઢી વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પચાસથી વધારે નવલકથા અને ટૂંકીવાર્તાઓ લખીને નવી પેઢીનાં વાચકો માટે લોકપ્રિય ઓનલાઇન લેખિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. સ્વતંત્ર લેખક તરીકે 'ખામોશી' અને 'પગરવ' બે હાર્ડકોપી પુસ્તકો પ્રકાશિત થયાં છે તથાં સહલેખિકા તરીકે અન્ય પાચ પુસ્તકોમાં યોગદાન આપ્યું છે. અલગ અલગ વિષયોમાં લખ્યાં બાદ આપને હંમેશાં ભરપૂર મનોરંજન અને ઉત્તમ લખાણ પણ અચૂક મળશે એનો આપને વિશ્વાસ અપાવું છું. ડૉ. રિધ્ધી મહેતા "અનોખી" શુભ રાત્રિ
આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સૌને શુભેચ્છાઓ. ગર્વ છે કે હું ગુજરાતી છું, મારાં વાચકો ગુજરાતી છું અને ગુજરાતી સાહિત્યના વારસાને આગળ ધપાવવાની કુદરતે એક અમૂલ્ય શક્તિ આપી છે અને વહાલા વાચકો જે મને સદાય પ્રેરણા આપતા રહે છે એમનો દિલથી ખુબ ખુબ આભાર ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"
આપની મનપસંદ નવલકથા આરોહ અવરોહનો ૭ મો ભાગ પ્રકાશિત થઈ ચુક્યો છે. જો જો વાચવાનું રહી ન જાય!
કેમ છો મિત્રો? આખરે નાનકડાં વિરામ બાદ આપ સહુની સાથે એક નવી મસ્ત મજાની રોમાન્સથી છલોછલ, રહસ્યોને આવરતી , નિર્દોષ પ્રેમને મહેકાવતી, સંજોગો સામે બાથ ભીડવાની હિંમત દેખાડતી એક સુંદર નવલકથા " આરોહ અવરોહ" ના ચાર પ્રકરણો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે નવાં ભાગ પ્રકાશિત થતાં રહેશે. તો તમે શેની રાહ જુઓ છો? ચાલો ફટાફટ વાંચીને આપના પ્રતિભાવ આપવાનું જરા પણ ન ભૂલતાં! ડૉ. રિધ્ધી મહેતા " અનોખી "
કેમ છો મિત્રો? આજે એક નાનકડાં વિરામ બાદ ફરી એકવાર એક જબરદસ્ત રોમાંચક, રહસ્યોથી ભરપૂર, એક નિસ્વાર્થ પ્રેમ અને લાગણીઓને આવરતી એક સુંદર પ્રેમ અને રહસ્ય કથા એટલે જ આરોહ અવરોહ! આજથી માતૃભારતી પર શરૂ થતી અપ્રતિમ નવલકથા" આરોહ અવરોહનો પ્રથમ ભાગ આજે ૨:૩૦ કલાકે રજુ થશે... તો આ નવલકથાની ભવ્ય રજૂઆતને વાચવાનું ચૂકશો નહીં... માતૃભારતી પર એકદમ નિ:શુલ્ક છે. બસ આપના સાથની દિલથી અપેક્ષા છે...આભાર. આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂરથી આપશો..!
આજથી શરું થયેલી મારી નવલકથા " પગરવ " ને ફક્ત માતૃભારતી પર વાંચો. તદ્દન ફ્રીમાં... ભરપૂર પ્રેમ, એંધાણ વિનાનાં ઈંતજારની કસોટીને , રહસ્યોને રોમાંચની ભરમારને વાંચો નવલકથા " પગરવ" સાથે... આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો... ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"
Matrubharti such a good platform for authors..I got very good opportunity to get lots of readers...& their love by Matrubharti...I can publish my 10 Novels on this plateform...make my place in people's heart... thanks to Matrubharti riddhimehta25@gmail.com
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser