Quotes by Writer Bhavesh Rawal in Bitesapp read free

Writer Bhavesh Rawal

Writer Bhavesh Rawal

@ravalbhavesh455gmail.com2301
(32)

https://youtu.be/bDOTcOb1qQs
મારું લખેલું ગીત એકવાર અવશ્ય જોઈ આવો...અને રિવ્યૂ આપો...

#Parivartan
નમસ્તે મિત્રો! હું ભાવેશ રાવલ. સાહિત્યની દુનિયામાં પા પા પગલી કરતો એક નાનકડો લેખક.આજે કેટલીક વાતો કરવી છે તમારી સાથે.કોઈ ભૂલચૂક થાય તો આપનું માફ કરવું અનિવાર્ય છે.હું ઘણા સમયથી નિરીક્ષણ કરી રહ્યો છું લોકોના વર્તન પર.ઘણા લોકો વ્યક્તિનું પદ જોઈને સામેવાળા પ્રત્યે વર્તન જ બદલી દેતા હોય છે.જેમકે કોઈ અમીર વ્યક્તિ આવે એ પછી ભલેને કોઈ બુટલેગર યા માફિયા હોય લોકો ઘણા શોખથી એની પાછળ પાછળ ફરશે પણ કોઈ ગરીબ વ્યક્તિ હોય એ પછી ભલેને ઈમાનદાર યા સાફ હ્રદયની વ્યક્તિ હોય એ હોશિયા માં જ રહી જતો હોય છે.લોકો એની સામે જોતા પણ નથી.હું એમ કહું છું કે શું તમને તમારું આત્મ સમ્માન વ્હાલું નથી કે શું? જે વ્યક્તિ તમને સરખી રીતે બોલાવે પણ નહિ તમે એની પાછળ પૈસા ખર્ચીને પણ સંબંધ બનાવશો પણ સાચા સ્નેહ ને જરાય સ્વીકારતા નથી.એક વાત યાદ રાખવી કે સમય તાકાતવર હોય છે કોઈ વ્યક્તિ નહિ.જો વ્યક્તિ જ તાકાતવર હોત તો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનને કાબા લૂંટી ન લેત.સમય ક્યારે કોઈને ક્યાં પહોંચાડી દે એની ખબર નથી રહેતી.ભલભલા હોશિયાર લોકો જિંદગીમાં મામૂલી સમ્માન મેળવવા સંઘર્ષ કરતા હોય છે જ્યારે છેલ્લી કક્ષાના લોકો સ્ટેજ પર બેઠા હોય છે ઘણીય વાર એવુંય બને છે.તો સમ્માન વ્યક્તિ નું કરો.બધા સાથે સરખો વ્યવહાર કરો.સૌ ઈશ્વર નાં સંતાન છીએ તો ભેદભાવ કરનાર આપણે કોણ વ્હાલા? સૌને મદદ કરો અને પ્રોત્સાહન આપો..કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થી છું...
લિ....ભાવેશ એસ રાવલ..

-Writer Bhavesh Rawal

Read More

એણે ધાર્યું હશે એમ થશે,
એના ધારવા પાછળ પણ કંઇક કારણ હશે.
તમે ઘણા ફાંફા ન મારશો,
આફત આપી છે તો ટાળવા પણ એ આવી જ જશે.

-Writer Bhavesh Rawal

Read More

જયચંદો ની અહી ક્યાં કમી છે,
ઇતિહાસ સાક્ષી છે સાહેબ;
જ્યારે જ્યારે દુશ્મને દરવાજા ખખડાવ્યા ત્યારે ત્યારે પોતાનાઓએ જ રમત રમી છે.

-Writer Bhavesh Rawal

Read More

આમ તો બેઠો હતો એ નજીક પિતાની,
પણ આમ એ છેટો મળ્યો.
હા એ આધુનિક પુત્રના હાથમાં પિતાને,
જોવા મોબાઈલ મળ્યો.
સોશિયલ મીડિયા સિવાય બીજે ક્યાંય જ્યારે જીવ પુત્રનો નાં ભળ્યો,
એ જાણીને લાચાર પિતાનો જીવ આજે બહુ બળ્યો.
જીદનું પોષણ ને મોહ પુત્રનો ભારે ફળ્યો,
સ્નેહના સરવૈયા માં ઘાટે ગયેલો સોદો મળ્યો.

-Writer Bhavesh Rawal

Read More

હોળી એટલે રંગોનો તહેવાર,
સ્નેહના રંગે રંગાઈ જવાનો વ્યવહાર.
ફાગણમાં રંગોની ફોરમ ફેલાશે,
કેસૂડો આજે મન ભરી ભિંજાશે.
ભક્ત પ્રહલાદની જીત આજે,
અધર્મની હાર કાજે,
આવ્યો હોળીનો પર્વ,
સનાતની સૌ કરે ગર્વ.
શાંતિનો રંગ સફેદ લાવો,
શૌર્યનો રંગ કોઈ ભગવો લાવો,
સમૃદ્ધિનો રંગ કોઈ લીલો લાવો,
આકાશનો રંગ કોઈ ભૂરો લાવો,
મેઘધનુ નાં સપ્તરંગ લાવો.
મનુષ્ય સૌ બેરંગી,
એનો સાચો રંગ શોધી લાવો.
આપ સર્વેને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

-Writer Bhavesh Rawal

Read More

यू तो सारा दिन उलझनों का शोर चला,
लाख की कोशिशें पर न मनका जोर चला।
फिर हुई शाम,
तब रुक गए सारे काम।
ढलने को सूरज चला,
मन धरने को धीरज चला।
तृप्त हुआ ये मन,
तब माना यही है जीवन।
जो समझते वो रहते मौन,
इस सृष्टि में सबसे सुंदर कौन।
पेड़,पौधे,पंछी और नदिया,
इन सबने ही तो मोहित किया।
शोर के पीछे छुपी शांति,
कर उलझनों पे तू क्रांति।

-Writer Bhavesh Rawal

Read More

જ્યારે જ્યારે સંધ્યા ઢળે છે,
મનમોહક દૃશ્ય જોઈ મનને શાંતિ મળે છે,
ખાલી પ્રસંગોપાત જનહિ રાવલ;
આ પ્રકૃતિ મને વારંવાર ફળે છે.

-Writer Bhavesh Rawal

Read More

ચા કે કોફીને બહાને એકવાર આવી મળી જા,
લખી છે કવિતા તારા માટે એકવાર આવી સાંભળી જા,
કહેવું તો છે ઘણુંય તુજને,
બસ તું એકવાર મળી જા.

-Writer Bhavesh Rawal

Read More

Writer Bhavesh Rawal લિખિત વાર્તા "નાના મુદ્દે મોટી બબાલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19938379/a-big-fuss-over-a-small-issue