The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણ નુ એક વધુ ઉદાહરણ - 'મધર્સ ડે'. 13- 14 વર્ષે મા-બાપ થી અલગ રહેવા માંડતાં સંતાન જે પક્વ ઉંમર પછી મા-બાપ ને ભાગ્યે મળવા જતાં હોય એમના માટે આ ખાસ મળવા જવાનો કે ઉજવણી નો દિવસ બની રહેતો હોય. જયાં વૃદ્ધાશ્રમ ની ભરમાર છે એ દેશોમાં જ છો ઉજવાતા રહે આવા મધર્સ ડે. આ એ ભૂમિ છે જ્યાં રેણુકા ને છાતી કૂટતી જોઈ કોઈ પરશુરામ ધરતી નિ:ક્ષત્રિ કરે છે. આ એ ધરા છે જયાં કૃષ્ણ ગુરુ પાસે આશિષ માંગે છે. 'માતૃ હસ્તેન ભોજનમ' અને આ એ જ ધરા છે જ્યાં ઘેર ઘેર કોઈ જશોદા છે અને સાથે છે નટખટ કાન. તો શું કોઈ એક દિવસ મધર્સ ડે હોઈ શકે? મા માટે તો બધા દિવસ...આખો જનમારો એના બાળક માટે હોય છે તો શું સંતાન કોઈ એક દિવસ ગિફ્ટ આપી ને કે જાહેર માં કોઈ દેખાડો કરી એ ઋણ ચુકવી શકે?
આસુરી તાકાત બાળવા અગ્નિ મારા મનમાં હંમેશાં પ્રજ્વલિત રહે અને એ આલોકથી ભ્રષ્ટ માત્ર દૂર રહે તેવી આજે અભ્યર્થના. - Ranna Vyas
વરસતા વરસાદ માં તૂટતો ચંદ્રમા સૂર્ય પણ જ્યાં ઝાંખો લાગે, તોડવું તૂટવું નથી એની પ્રકૃતિ, પોષતો પૂરતો એ સદા ભાસે. પણ નાથવા મથો જો ડૂબાડશે, મારશે. નિસર્ગ નિયમ ત્યાં કામ લાગે. વારી વાળી જોમ ને જોડજો... પ્રકૃતિદેવી પ્રસન્ન થાયે.. રન્ના વ્યાસ
કાળજા નો કટકો ધન ધાન થી પોષો, તવ ભવ ન્યોછારો, શૈશવે કુટેવ નાથજો ભલે એ કાળજા નો કટકો સ્વાભિમાન એ તારુ, સ્વપ્ન સઘળાં જાળવો કુસંગતિથી વારજો ભલે રિસાય કાળજાનો કટકો લાગતી ધમાલજે, કાલે સંકટ થાશે ચેત જે કહે રન્ના નામ તારું લજાવશે શૈશવ તારા હાથમાં,ન રહે યુવાન બાન માં રાખી રતુમડી આંખ, ઘડજે શીલ શાન માં કઠણ કાળજે ઘડ રેડી તન મન ધન, કાલે કાળજું ઠારશે એ કાળજા નો કટકો
કુરુક્ષેત્ર નંદક,સુદર્શન, ન વેણુ માટે કર ખાલી ગોકુળની માટી સાથે કાને યશોદા ય વિસારી સાંખ્ય,કર્મ ને ગીતા માં યોગ ભક્તિ, રુકમણી ભરથારે અમર પ્રીત રાધા ય વિસારી દેવકી-કાલિન્દી માં નથી ભીસાયો મોહન પણ એથી નથી શીખતો કઈ સામાન્ય જન શીખવે શ્રી કૃષ્ણ ચલો એ નીતિ એ સારથી મન ધ્વન્દ્વ નો તુ જ એક રથી એ દોરશે લડવું જાતે રહ્યું, જીવન કુરુક્ષેત્રે રન્ના મથવું જાતે રહ્યું.
ઉગામ્યું રથચક્ર માધવે ને ભીષ્મે આયુધ મુક્યાં તોડાવી પ્રણ, જાળવી, જગદગુરુ ની આમન્યા દ્વાપર નથી તોય આજે ગુરુ પરમ જો સાંપડે રન્ના જાણે કોઈ કુરુ આજ્ઞા ના ઉથાપે રણ તો અસંખ્ય આજે કુરૂઢીઓ ના રૂપે નથી સવ્યસાચી નારાયણ સંગ માં
કરિયાવર કઠણ રે કરમ કુંવરબાઈ, કરિયાવર ના કજિયા. તોળાય તુલસીએ ત્રિભુવન, એ હેમ દેવા જાતા. નથી નરસૈયો હર તાત, કે હરિ લાજ રાખે. કહે રન્ના કળિયુગ માં, એ કેટલાં મામેરા લાવે? વંદો વિભુરાયા સુદર્શન ચલાવે,જરા લેણ-દેણ કેરી જગ માં હી જાકારે. કહે કાન કિરપા કરી, જરા ઓળખાઈ જણાઈ ગઈ જાકારો જાતે હવે, નથી સહેલી આ લડાઈ
PAPA’S DAUGHTER Mumma cares for me, Mumma cries for me. Mumma cares for me, Mumma cries for me. But I am Papa’s daughter. She cooks for me and makes me feed. She sings at night to make me sleep. But I am Papa’s daughter. When Papa shouts, Mumma pampers. When teacher scolds, Mumma’s love molds. But I am Papa’s daughter. I love you Mumma I owe you a lot. To get you Mumma I thank the God. But I am Papa’s daughter. Always Papa’s daughter. Ranna is Papa’s daughter.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser