કાળજા નો કટકો
ધન ધાન થી પોષો, તવ ભવ ન્યોછારો,
શૈશવે કુટેવ નાથજો ભલે એ કાળજા નો કટકો
સ્વાભિમાન એ તારુ, સ્વપ્ન સઘળાં જાળવો
કુસંગતિથી વારજો ભલે રિસાય કાળજાનો કટકો
લાગતી ધમાલજે, કાલે સંકટ થાશે
ચેત જે કહે રન્ના નામ તારું લજાવશે
શૈશવ તારા હાથમાં,ન રહે યુવાન બાન માં
રાખી રતુમડી આંખ, ઘડજે શીલ શાન માં
કઠણ કાળજે ઘડ રેડી તન મન ધન,
કાલે કાળજું ઠારશે એ કાળજા નો કટકો