Quotes by Radhe in Bitesapp read free

Radhe

Radhe

@radhe6664


હૂંફ ને હુંફાળું લાગ્યું

ખબર નહીં અચાનક કોઈ અજાણ પોતાનું લાગ્યું

સબંધ તો નથી તેની સાથે ખાસ કંઈ એવો

છતાંય ખબર નહીં આ માણહ કેમ પરિચત લાગ્યું.

Read More

❛થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશા રડી આંખો…

વગર ઊંધે જ સપનાને પ્રદેશે જઇ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ પડી આંખો…

અમે તો જોઇને ચાલ્યા હતા ને ઠોકરો ખાધી,
હવે કોને અમે કહીએ કે અમને તો નડી આંખો…

ગયાં અશ્રુ તો બીજી વાર પણ મળતાં રહ્યાં પાછાં,
પરંતુ એક વખત ગઇ તો પછી ના સાંપડી આંખો…

ખુદાની આ મહત્તા પર કોઇ દૃષ્ટી નથી કરતું,
હતું અદ્રશ્ય રહેવાનું છતાં એણે ઘડી આંખો…

છૂટું પણ કેમ, આ બંધન તો છે મારી જ દ્રષ્ટીનું,
જગત ને જાત વચ્ચેની બની ગઇ છે કડી આંખો…

અરે ઓ પીઠ પાછળ ઘાવ કરનારી, જરા તો ડર,
ખુદાએ એટલા માટે નથી આગળ જડી આંખો…

જગત પ્રત્યે કરી મેં બંધ સાચા અર્થમાં જ્યારે,
પછી જન્નતમાં જ મારી ઊઘડી આંખો…❜

Read More

થોડી તકરાર, થોડો વહેવાર, ને પછી દરિયો છલકાય એક પ્રેમ નો!
એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો!
નાની આંખોમાં ભર્યા વ્હાલ સાથે બંધાતો પહેલો એ મિત્રતાનો નાતો,
સમજણના ઓટલે પગ મૂકતાની સાથે એનો રંગ વધુ ઘેરો થઇ જાતો!
વિશ્વાસના પાકા રંગમાં રંગાયો, ન એક છાંટો ઊડે એને વ્હેમનો!
એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો!
હું-તું, ખેંચતાણ, મસ્તી ને તોફાનની નિર્દોષ પળોમાં મલકાતો,
પાસે રહે કે દૂર, સાથ રહે કાયમ એ, સ્નેહ કદીએ ના ઓછો થાતો!
ચાહે હોય એમને લોહીની સગાઇ કે હોય તાંતણે બંધાયો પ્રેમ જેમનો!
એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો!

Read More

મારી હરેક ખુશીઓનું કારણ છે તું !
હજારો નિરાશામાં એક આશ છે તું.

નથી નિસ્બત મને જરાય દુનિયાથી,
મન મારે હવે તો મારું સર્વસ્વ છે તું !

મળે છે મોક્ષ કેટલાય સત્કર્મો પછી,
હશે મારાય, જોને મળી ગય છે તું !

સપના સેવ્યા જે, સઘળાં તૂટી ગયા,
ના તૂટે કદી બસ એવી હકીકત છે તું.

હારી જાઉં ખુદથી આમ "ધારા" ક્યારેક હું !
નવી જોમ ભરી જીવવાની હામ છે તું.

Read More

મારી હરેક ખુશીઓનું કારણ છે તું !
હજારો નિરાશામાં એક આશ છે તું.

નથી નિસ્બત મને જરાય દુનિયાથી,
મન મારે હવે તો મારું સર્વસ્વ છે તું !

મળે છે મોક્ષ કેટલાય સત્કર્મો પછી,
હશે મારાય, જોને મળી ગયો છે તું !

સપના સેવ્યા જે, સઘળાં તૂટી ગયા,
ના તૂટે કદી બસ એવી હકીકત છે તું.

હારી જાઉં ખુદથી "ધારા" આમ ક્યારેક હું !
નવી જોમ ભરી જીવવાની હામ છે તું..

Read More

Deepak Sharma:
પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;
મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;
અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,
ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?

ના પૂછો, કે ત્યાં તો કેવી થઈ ગઈ,
ઘટના ઘરની જોયા જેવી થઈ ગઈ.

વાટે - હાટે સૌને પજવ્યાં કરતી,
ભટકી રહેંલી ડાકણ દેવી થઈ ગઈ.

ચાંચિયાઓ કૈંક વિચારે પહેંલા,
એની અડખે - પડખે નેવી થઈ ગઈ.

ગમતાં ઠેકાણે પરણાવી, તો પણ
અંદરની એ લાય બનેવી થઈ ગઈ.

ભાર ઉપાડીને કેમ કરી ફરવું?
ઈચ્છાઓ એની બહુ હેવી થઈ ગઈ.

Read More

આમ-તેમ ચારે-કોર નજર મેં બહુ સમય દોડાવી
ખાખીની ખુમારી ખરાં અર્થમાં આજ મને દેખાણી

હું પણાં ને આતમ સ્વાર્થની થતી જોઈ મેં ઉજાણી
નિસ્વાર્થ,પ્રેમસજ મે આજ જોઈ ખાખીની ખુમારી

સાહસ,શૌર્યને વિશ્વાસ ભરેલી નજર મને દેખાણી
અપરાધ, ગુનાને ડામતી ખાખીની ખુમારી દેખાણી


-ખાખી માટે

Read More

એક ડૂબકી તો મારી જો,
આ ‎આંખો માં બધું જ છે
જેની તને ‎શોધ છે...!!!

કોરી દેખાતી આ આંખો ની ભીતર ઝરણા ને ય હંફાવે એવા ધોધ છે...!!!

Read More

એક ડૂબકી તો મારી જો,
આ ‎આંખો માં બધું જ છે
જેની તને ‎શોધ છે...!!!

કોરી દેખાતી આ આંખો ની ભીતર ઝરણા ને ય હંફાવે એવા ધોધ છે...!!!

Read More

radhe