Quotes by પિયુષ in Bitesapp read free

પિયુષ

પિયુષ

@pszvpvow3993.mb


તું સાથ છે, તો જીવું છું,  એવું નથી !
તું જો નથી,  તો જીવવા  જેવું નથી !

જોડાય છે જો લાગણી આ પ્રીતની,
એમાં કહેવા જેવું ઘણું,  કહેવુ નથી !

લાગી રહી  ઉધારની  જિંદગી  ભલે,
આ  ઋણ  તારું  ચૂકવી   દેવું નથી !

વિયોગ ની જે તડપ આ દિલમાં રહી
તું દરદ સહે, મારે કઈ આ સહેવું નથી !

તું હોય જો ખુશ આમ તો, બીજું કશું-
'પીયૂષ'  ને   તારી   થકી   લેવું  નથી !

-પિયુષ

Read More

बूंद बूंद तरसता है जैसे रेत का समंदर
कुछ ऐसा ही तो लग रहा हमारा मंजर

તે કરેલી 'ના' પણ બની છે હા'ય ક્યારેક,
એમ  પ્રેમનું  કારણ  મળી  જાય ક્યારેક !

ના, નથી  કોઈ  ઉતાવળ  મનમહી યારા,
કોઈ દિલમા એમજ વસી જાય ક્યારેક ?!

-પિયુષ

Read More

इश्क है  तो  है  लिख के दु क्या
जिद  है  तो  है  लिख के दु क्या

तू महोब्बतका कर ले इम्तिहान
तेरे नाम जहान लिख के दु क्या

अहेसास-ए-इश्क अभी तो हुवा
आसमान मे भी लिख के दु क्या

तेरे  हिज्र  से  हम  नाशाद  होते
जान में जान तू लिख के दु क्या

कहा कहा बोल लिख के दु क्या
इश्क  है  तो  है लिख के दु क्या

Read More

જો કહી દઉં સામે હવે આવતી નહિ !
આવ તો મારું ધ્યાન ભટકાવતી નહિ !

યાર   કેવી   ખોટી   જફાઓ   કરાવો,
આમ આખી રાતો ફરી જગાવતી નહિ !

જાણું છું હો આ પ્રેમ છે તો છે - પણ,
કોઈ  ડઠ્ઠર  સમ  વેદના  આપતી  નહિ !

તુય સ્વીકારતી હોય પ્રીત, ઠીક છે તો !
આમ બાકી અમને ફરી બાળતી નહિ !

ઝેર કેરા જામ કઇક લાગે "પીયૂષ" સમ !
આ હવે ભર મહેફિલમાં ડૂબાડતી નહિ !

Read More

तेरे रुख़ पे गम की शिकन गवारा नही
हम ने तेरी हँसी से करार जो किया है

કોઈ કારણ તો રહ્યું હશે
તે અચાનક ના કહ્યું હશે

સાવન મને લાગે પતઝડ
આ રુઠવું કેમ બન્યું હશે

આવ હિસાબ કરી  લયે
જો કઈ બાકી વધ્યું હશે

આમ બેરુખી થોડી થશે
બે વચ્ચે કોઈ વસ્યું હશે

આગ પૂછી ને  લાગે નહિ
કોઈ તો  એમ જલ્યું હશે

Read More

ચમકતી વીજળી પણ કઈ કહી રહી હતી
ન જાણે  ઇશ્કની  ગવાહી  દઈ  રહી હતી

વરસી છે વાદળી  થઇ  અવિરત  બેફિકર
તને મળવા ઉતાવળ  પ્રીત  કરી રહી હતી

કસક બેશક હતી દિલે ભરી અજબ ગજબ
ઇશકદારી  દિલ  પર  કામ  કરી રહી હતી

તું લાગે દુશ્મન સમી ક્યાંક તું ધડકન સમી
કપાયા કાળજું  કરે  તોય  ગમી રહી હતી

-પિયુષ

Read More

કંઇક એમજ વેડફી છે જિંદગી,
બસ શુ ખાલી વેડફી છે જિંદગી ?

સમય હતોને હતી શાયદ તકો,
થઈ બેફામ ને વેડફી છે જિંદગી.

છે ગહન વિચાર- કરવા ઘણું છે,
તો પછી ક્યાં વેડફી છે જિંદગી.

લે સમેટી જો સમેટી લઇ શકે,
ને પકડ, જે વેડફી છે જિંદગી.

~પીયૂષ કુંડલિયા

Read More

ઓ વતન, મારા વતન..
જ્યાં સુધી રક્ત નસ નસમા વહે, કરીશું અમે તારું જતન.

ન માનીશુ હાર, અમે ઉઠાવીશું કર,
તારા માટે કરીશું હર કિલ્લાઓ સર,
છે અમારા દેહમાં તારા નામે અગન,

ઓ વતન...મારા વતન...
જ્યાં સુધી રક્ત નસ નસમા વહે, કરીશું અમે તારું જતન.

જે દેખાડશે આંખ એને ફોડીશું
જે ઉઠશે કોઈ હાથ એને કાપીશું
છે રાખ્યું અમે મનમાં એ જગન

ઓ વતન...મારા વતન...
જ્યાં સુધી રક્ત નસ નસમા વહે, કરીશું અમે તારું જતન.

કરી જઈશું અમે ખુદને કુરબાન
બની રહીશું અમે હર પ્રણે દરવાન
છીએ અમે 'માઁ ભારતી' નામે મગન

ઓ વતન...મારા વતન...
જ્યાં સુધી રક્ત નસ નસમા વહે, કરીશું અમે તારું જતન.

Read More