Quotes by Hardik Patel in Bitesapp read free

Hardik Patel

Hardik Patel

@prihar


મારો અતિપ્રિય ગરબો....

epost thumb

ખબર નઈ કેમ થોભી ગઈ છે આ સફર જિંદગી ની,
મંઝીલ છે, હિંમત છે, ભરોસો છે, બસ એક તું જ નથી

- પ્રિહાર

આ ગણિત નો કોયડો નથી, તું એને ઉકેલવાનું રેવા દે,
આ પાણી નો દરિયો નથી, તું એને ઉલેચવાનું રેવા દે,
રોજે રોજ આ જિંદગી ના રહસ્યો ચોંકાવી દેશે તને,
આ તો મુઠ્ઠી માથી વેરાયેલી રેત છે, તું એને સમેટવાંનું રેવા દે....

- પ્રિહાર

Read More

અહીં સોના નાં આવરણમાં લોઢાના હ્દય જોયાં છે મેં,

ચકમક પથ્થરો ની શોધ માં સાચાં મોતી ખોયા છે મેં….

- પ્રિહાર

કાશ એમની યાદ પણ શનિ રવિ રજા રાખતી હોત,

આમ રોજ રોજ યાદ કરી ને તો થાકી જવાય છે….

એ યુગપુરુષ કેવી અલૌકિક રમત રમી ગયા,

સંતાકૂકડી રમ્યા રાધા ને રૂક્ષ્મણી બન્ને સાથે ને બન્ને ને જડી ગયા

- પ્રિહાર

Read More

એય વરસાદ વરસી પણ જા હવે, 
અહીં ભાવ ખાવા વાળા ની અવેજી શોધવામાં હોશિયાર છે માણસો...

- પ્રિહાર

હોઠ સિવી દેતી હોય છે પરિસ્થિતિઓ,
નહીં તો આંખો ને આટલું બધું બોલવાનો શોખ ક્યાંથી.... 

- પ્રિહાર

                                    મારો કબાટ

    “બેઠી ખાટે ફરી વળી બધી મેડીઓ ઓરડામાં....” ગણગણવાતા તો જાણે આખું ઘર ફરી લીધું પ્રિયાએ. 

હજું હમણાં જ સાસરેથી પિયરે આવેલી પ્રિયાએ આખા ઘરની દીવાલોને સાસરીની વાતો થી વાકેફ કરી લીધી. 

હાથ માં આછી થઇ ગયેલી મહેંદી હજુ હમણાં જ થયેલાં લગન ની ચાડી ખાઈ રહી હતી. 

રીવાજ પ્રમાણેએ અઠવાડિયાના સાસરવાસ પછી પિયરે આવી હતી પણ ઘરને એમ વળગી પડી જાણે વરસો પછી પાછી ઘરે આવી છે. 

નાનપણ થી લઈને વિદાય સુધીના બધા જ દ્રશ્યો એની નજર સમક્ષ સંતાકૂકડી રમી રહ્યા હતા. 

રસોડા માં પહોચતા સુધી માં તો એણે મમ્મીને આખા અઠવાડિયાનો જાણે રિપોર્ટ આપી દીધો. 
“મારા સાસું બહુ પ્રેમાળ છે, સસરા તો અસ્સલ પપ્પા જેવા જ છે, હંમેશા હસાવ્યા જ કરે. દેરાણી તો જાણે સગ્ગી બેનપણી છે, હાર્દિક તો એટલું ધ્યાન રાખે છે કે મારે કેવું પડે કે આટલું બધું ધ્યાન રાખશો તો મને તો તમારા વગર એક સેકંડ પણ નઈ ચાલે. પછી એ એવું પણ કહે કે હું તો ક્યાં ક્યાય જવાનો જ છું તને છોડીને. મારા હાથના શાક ના વખાણ તો એમણે આખી ઓફીસ માં કરી નાખ્યા છે....”. 

આટલું બોલતાં બોલતાં તો એ પોતાના રૂમ માં પહોચી ગઈને પોતાના કબાટ માં એ જ જુના કપડા શોધવા માંડી. 

પોતાના જ કબાટ માં પોતાના કપડા નહોતા એટલે તરત મમ્મી પાસે પહોચી અને પેલાની જેમ જ શિકાયત કરવા માંડી કે “મારો કબાટ તો મારો જ રેહશે એમાં ભઈલું ના કપડા કેમ મૂકી દીધા, મારા કપડા કેમ કાઢી નાખ્યા.”

 મમ્મી ચુપચાપ સાંભળી રહ્યા ને એ સાથે લઇ આવેલા થેલા સામે આગળી ચીંધી ને એટલું જ બોલ્યા કે, “બેટા, હવે એ જ તારો કબાટ છે. દીકરી જયારે કરિયાવર માં તિજોરી લઈને સાસરે જાય પછી તો એનો થેલો બસ એ એ એનો કબાટ હોય છે”.

 જળજળીયા સભર આંખોથી બસ એ કબાટ ને જોઈ રહી ને મમ્મીને ભેટી પડી ને કશું જ ન બોલી શકી.

Read More

એક વિમાસણ માં છું, તને નિહાળું કે આ વરસાદ ને,
આજે તો તમે બન્ને ભરપૂર વરસવાની ફિરાકમાં છો