The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી નવી વાર્તા 'My Boyfriend' માતૃભારતી પર પ્રકાશિત થઈ ગઈ છે. ને ચોક્કસ કઈક નવું જ છે. તમને વાંચવાનું ગમશે. જો તમને થોડી હિન્ટ આપું તો આ એક એવા છોકરાની વાર્તા છે જે પોતાની લાગણીઓને લઈને અસમંજસમાં છે. એ પોતે એ લાગણીઓ શુ છે? કેમ છે? એ સમજી શકતો નથી. એ જ્યારે એને સમજી લે છે ત્યારે સ્વીકારવી મુશ્કેલ થઈ જાય છે. ને જ્યારે એ પોતાની લાગણીઓને સમજીને સ્વીકારવા તૈયાર થઈ જાય છે ત્યારે એના માટે આ લાગણીઓ જેના માટે છે એને સમજાવવી, કહેવી એક ચેલેન્જ બની જાય છે. ને સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ, ચેલેન્જો એની સામે આવીને ઉભી રહી જાય છે. તો વાંચો મારી વાર્તા એ જાણવા કે એ છોકરો પોતાની લાગણીઓ ને કેવી રીતે વર્ણવે છે? કેવી રીતે એ ચેલેન્જો ને સ્વીકારી આગળ વધે છે? એ આગળ વધે છે કે પછી પીછેહઠ કરે છે? મારી આ વાર્તા માતૃભારતી એપ પર છે. ને બિલકુલ ફ્રી છે.
ક્યાંક કઈ થોડું હતું ક્યાંક કઈક વધારે હતું વર્ષ ઘણું કઠિન હતું પણ મનોબળ ખૂબ મઝબૂત હતું સાથે હતા આપણે એટલે જીતી જવાયું કોરોના ભલે ના ગયો પણ નબળો જરૂર પડી ગયો આમ જ રહીશું સાથે તો એ પણ હારી જશે ને નવા વર્ષમાં ખુશીઓ અપાર થઈ જશે જોજો હારી ના જતા ના નબળા પડી જતા હું છું તમારી સાથે આપણે જીતી જરૂર જવાના. 💐💐💐"Happy New Year friends"💐💐💐
સુપ્રભાત વાચકમિત્રો, મારી નવી વાર્તા 'અનાલા - અ ટાઈમ વૉરિયર' એ માતૃભારતી પર આવી ગઈ છે. હું આ વાર્તાને માતૃભારતી પર નથી મુકવાની. તો આપ આ વાર્તા માતૃભારતી પર વાંચી શકો છો. આ વાર્તા એક એવી છોકરીની છે જે મૃત્યુ નો સમય જોઈ શકે છે. ને પોતાની પાસે માત્ર જીવનના 100 દિવસ જ બચ્યા છે એ જાણે છે. ને આ 100 દિવસમાં એની જીંદગી કેવા કેવા વણાંકો લે છે? એ કેવી રીતે પોતાના મૃત્યુ સુધી પહોંચે છે? એનું રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો મળો મારી અનાલાને અને જુઓ જીંદગી કેટલી અટપટી છે........😊😊😊😊
"જેની એક નજરથી હૃદય ધબકાર ચુકી જાય છે એ નજરને કેદ કરી રાખવી મુશ્કેલ બની જાય છે."
"ક્યારેક સબંધોમાં હારી પણ જજો બીજાની જીતની ખુશી જોઈ આનંદ થશે."
Happy Father's Day...... આજના દિવસે સાચું કહું તો પપ્પાને નજીકથી ઓળખવાનો કે સમજવાનો મોકો જ ઈશ્વરે ના આપ્યો. જ્યારે એ સમય આવ્યો ત્યારે એ અમને છોડી ને જતા રહ્યા. પણ હા પપ્પાના રૂપમાં સસરા જરૂર આપ્યા. જોકે એમની નજીક જવામાં પણ માનમર્યાદા રહી. પણ હું જેટલું એમને ઓળખી શકી એ પર થી એટલું ચોક્કસ કહી શકું કે પપ્પા કદાચ બાળકો માટે એક છત જેવા હોય છે. એ હંમેશા પોતાના બાળકોને પ્રોટેકટ કરતા રહે છે. એ દરેક બાબતે બોલી નથી શકતા પણ એની નોંધ જરૂર લેતા હોય છે. પપ્પા એટલે સાયલેન્ટ મદદગાર. જે કોઈપણ આશા કે અપેક્ષા રાખ્યા વગર પોતાના બાળકોની જરૂરિયાતો અને તકલીફોમાં મદદ કરતા રહે છે. એ પોતાની જરૂરિયાતોને પોતાની અંદર જ સમાવી રાખે છે. દુનિયામાં કદાચ બહુ ઓછા બાળકો હશે જે પોતાના પપ્પાને સમજી શક્યા હશે. બાકી એ હંમેશા ઉપેક્ષા અને અવગણનાનું જ પાત્ર રહ્યા છે. ને એનું કારણ છે એમની લાગણીઓને દબાવી રાખવાની વૃત્તિ. એમની બાળકોને સચ્ચાઈ અને દુનિયાની ઓળખ કરાવવામાં વપરાતી કઠોરતા. જેને બાળકો સમજી શકતા નથી. એમણે ક્યારેય માતાની જેમ ખૂલીને પોતાના બાળકોને કઈ ના કહ્યું. બસ જે મળ્યું એ સ્વીકારી લીધું.
હેલો ફ્રેન્ડ્સ, રોજે રોજ પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. લોકો આ મહામારીના સમયમાં આર્થિક અને માનસિક રીતે તૂટી રહ્યા છે. લોકો પોતાની મુશ્કેલીઓ કોઈની સાથે શેર કરવા ઈચ્છે છે પણ કદાચ ડરી રહ્યા છે કે રાખે ને કોઈ સમસ્યા થઈ જાય? કદાચ સામેવાળો મને શુ સમજશે? મને ના સમજે તો? તો મિત્રો હવે એવુ ના વિચારો. સમસ્યા છે તો ખુલ્લા મને કોઈને કહી દો. ને જો કોઈ સાંભળવા વાળું ના મળે તો એને લખો. કહી દેવાથી સમસ્યા દૂર ભલે ના થાય. પણ એનું જે દુઃખ છે એ જરૂર ઓછું થાય છે. બની શકે તો એવી જગ્યાએ લખો જ્યાં કોઈ એને વાંચી તમારી મદદ કરી શકે. દા:ત, ફેસબુક, માતૃભારતી, માતૃભારતી, ઈન્સ્ટાગ્રામ વગેરે. આજની સ્થિતિ જ એવી છે કે કોઈપણ નિરાશ થઈ જાય એમાં કોઈ શરમ કે સંકોચ ના અનુભવો. જો તમે બોલી શકો છો તો એ લોકો કરતા વધુ સ્ટ્રોંગ છો જે હારીને ગીવઅપ કરી રહ્યા છે. પોતાને ખતમ કરીને પોતે તો જતાં રહે છે પણ પાછળ બીજા લોકો માટે દુઃખ મુકતા જાય છે. તમને કોઈ તો ચોક્કસ મળી જશે જે તમારી સમસ્યાને સમજીને એનો ઉકેલ લાવવામાં તમારી મદદ કરે. પણ પ્લીઝ ચિંતા કે નિરાશામાં આવી જઈ કોઈ એવું કામ ના કરી બેસતાં જેના કારણે તમારા પોતાના લોકોને માટે સમસ્યાઓ ઉભી થાય. નિરાશા, હતાશા માણસને ડિપ્રેશન તરફ દોરી જાય છે. જ્યારે આવું કઈ લાગે તો એકલા ના રહો. સતત કુટુંબના સભ્યો, મિત્રો, પડોસીઓની સાથે રહો. ઘરના દરવાજા બારીઓ ખુલ્લી રાખી બહારની સુંદરતા અને પ્રકૃતિને અનુભવો. ટીવી પર ગીતો ચલાવો. ને છતાં સારું ના લાગે તો કોઈની સાથે તમારી સમસ્યા શેર કરો. મદદ જરૂર મળી જશે દોસ્તો. બસ તમારે બોલવું જરૂરી છે કેમકે તમારા બોલ્યાં વગર કોઈ તમારી સ્થિતિને સમજી નહિ શકે. ને મિત્રો તમે પણ તૈયાર રહો. તમારી આજુબાજુ જુઓ કોઈ એકલું, ઉદાસ અને હતાશ દેખાય તો વાત કરવાનો પ્રયત્ન કરો. એ ભલે તમને અવગણે પણ તમે એને પૂરતો વિશ્વાસ આપવો કે એ પોતાની ઉદાસી તમારી સાથે શેર કરે. જો કોઈ નાની પણ સમસ્યા લઈને તમારી પાસે આવે તો અવગણો નહિ. ઘણીવાર નાની નાની વાતો ક્યારે મોટું સ્વરૂપ લઈ લે છે એ ખબર નથી પડતી. માટે નાનામાં નાની વાતને પણ સાંભળો રખે ને તમે કોઈના મદદગાર બની જાવ. તો મિત્રો Best Of Luck. એક નાનકડી મદદ કોઈનું જીવન બચાવી શકે છે. ને મદદ પૈસા કે વસ્તુઓ ની નથી કરવાની. માત્ર કોઈની વાત સાંભળવાની છે તમારો સમય આપી ને.
આજના આ કપરા સમયમાં ઈશ્વર બધાને હિંમત અને શક્તિ આપે. "સૌને ઈદ મુબારક"
"નસીબ ભલે એક શબ્દ હોય પણ એના વગર પાંદડું પણ માણસ હલાવી શકતો નથી"
ભાભી🤔🤔🤔🤔🤔 એક એવી વ્યક્તિ જે પોતાનું બધું જ છોડી આપણા ભાઈ માટે આપણા ઘરે રહેવા આવી જાય છે. એ પણ રડતી...રડતી 😭😭😭😭. ને આપણા ઘરમાં એડજસ્ટ થવાનો પ્રયત્ન કરવા લાગે છે. ખૂબ તકલીફ પડે છે એને આ બધું એટજસ્ટ કરવામાં. ઘણું બધું ગુમાવવું પડે છે એણે. ને પોતાનું પૂરું અસ્તિત્વ બદલી નાંખે છે એ આપણા ભાઈ માટે અને આપણા પરિવાર માટે. જોકે એ આ બધો પ્રયત્ન આપણા પરિવારને પોતાનો પરિવાર બનાવવા માટે કરે છે. એક નણંદ માટે ભાભી એટલે એક મિત્ર. એક એવી વ્યક્તિ જેની સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકાય. એક મેન્ટર જે નણંદને એની તકલીફો અને સમસ્યોમાં મદદ કરે. ઘણીવાર નણંદની ભૂલો ને છુપાવવા માટે પોતે પરિવારની ઘૃણાનું પાત્ર બની જાય. ને ઘણીવાર નણંદને જોઈતી કે ગમતી વસ્તુ મેળવવામાં મદદ કરનાર ચાવી. ને ભાઈને મનાવવા માટેની સુપપર જડીબુટ્ટી. એની મદદ લઈએ તો ભાઈની તાકાત છે કે ના પાડે બેનને. યસ ભાભી મીન્સ ભાભી. મારા માટે ભાભી એટલે એક એવી સ્ત્રી જેણે મારા પરિવારની ખુશીઓ માટે પોતાના પરિવારને છોડયો. ઘણા અનુભવો હોય છે ભાભી સાથે ના આપણા. કોઈ સારા કે કોઈ ખોટા. પણ એકવાત ચોક્કસ છે કે આપણે હંમેશા ભાભીને એની ધારણા કે એના ત્યાગ નો બદલો આપવામાં કાચા પડ્યા છીએ. એણેે ભલે 99 સારા કામ કર્યા હોય, આપણા પરિવાર અને ભાઈને પ્રેમ આપ્યો હોય, આપણા માટે પોતાના પરિવારની અવગણના કરી હોય. પણ જો એણે એક ભૂલ કરી એટલે પતી ગયું. આપણે એના 99 સારા કામો ભૂલી એની એક ભૂલ માટે દોષી માની એના હૃદયને ઠેસ પહોંચાડીએ છીએ. એના વાંક ગણવાના અને શોધવાનું ચાલુ કરી દઈએ છીએ. એના પિયરમાં એ 99 ભૂલો કરીને એક કામ પણ સારું કરે તો પણ એ લોકો એને પ્રેમ કરે છે. એને સન્માન આપે છે. ક્યારેય એનો વાંક નથી જોતા. ને આજ કારણે ભાભીથી આપણા પરિવારની એના પિયર સાથે સરખામણી થઈ જાય છે. જેમાં એનો કોઈ વાંક નથી હોતો. ને ત્યાં આપણો પરિવાર માયન્સમાં જાય છે. દરેક પરણેલી સ્ત્રી બેન, નણંદ, મા અને ભાભી હોય જ છે. આ એમના બધાના જીવનમાં બને છે. છતાં પણ જ્યાં ભાભી શબ્દ આવે ત્યાં આપણે અને આપણો સમાજ એને અન્યાય કરીજ દે છે. જીવનમાં એકવાત હંમેશા યાદ રાખજો જે ભાભીએ તમારા માટે અને તમારા પરિવારની માનમર્યાદા સાચવવા પોતાની જીંદગીના કિંમતી દિવસો આપ્યા હોય. ચુપચાપ કોઈપણ વિરોધ કર્યા વગર તમારા પરિવારને પોતાનો પરિવાર માની જીવન જીવ્યું હોય. ક્યારેય તમારા પરિવારના કોઈપણ સભ્યનું અપમાન ના કર્યું હોય કે ઠેસ ના પહોંચાડી હોય તો એ ભાભીને સાચવી લેજો. એની ભૂલ થઈ હોય તો પણ એને ધ્યાને ના લેતા. નહીંતો તમે તમારા જીવનમાં એક મહત્વની વ્યક્તિને ખોઈ બેસશો. ને એ જો રિસાય જાય તો એને મનાવવી ભારે પડશે. નસીબદાર લોકોને જ સારી ભાભી મળે છે. જરા આંખ બંધ કરી એકવાર તમારી ભાભીને યાદ કરી જુઓ. ચોક્કસ એનો પ્રેમ, લાગણી અને એનો ત્યાગ તમને યાદ આવશે. જીવનમાં ખોટું કે ખરાબ ઘણું યાદ રાખ્યું છે આપણે. આજે ભાભીને યાદ કરી એનો પ્રેમ યાદ કરી લઈએ. ભૂલ થઈ હોય તો sorry અને એના ત્યાગ માટે એક thanks પણ કહી દઈએ.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser