Quotes by Parth in Bitesapp read free

Parth

Parth

@parthsolanki1842000


નઈ મળું એ હું આ આજમાં... જે કાલમા 'હું' હતો
 કેમ કે આજ હું એ જ 'હું' છું  જે 'હું' ને હું બતાવા માંગું છું
           શબ્દોની રમતમા ના અટવાઈ જા દોસ્ત
    નઈ શોધી શકે એ જે હું અક્ષરો થી છુપાવવા માંગું છું
            થોડી પાણી-કાગળ ની દુશ્મની નડે છે
      બાકી આંસુ ને પણ કલમથી જ સુકાવવા માંગું છું

                                                                      -Guru

Read More

કીધું કોણે કે દરેક હસતા માણસ નું હાસ્ય સુખનુ બનેલું હોય... 

બની શકે કે કોઈને દુઃખનું કારણ સમજાવા કરતા સ્મિત સહેલું હોય...

Read More

ઘણું બોલી લીધું હોંઠોએ
    હવે આંખોના બંધો ને ઘાટા કરીએ

બોલાયેલ શબ્દો નું જોઈ લીધું અજવાળું
   હવે ના કે'વાયેલ વાતોની રાતો જોઈએ

        સંવાદો ની ગરમી ને મુકી પડતી
       થોડી ચુપકીદી ની ઠંડી મા ઠરીએ

   શાંતિ ના આ પળને થોડો ઘાટો કરીએ
      ચાલ ને થોડી મૌનમાં વાતો કરીએ

Read More

જાણીને પણ કે ઊંડો છે દરીયો ...હું ડૂબવા ગયો
       વિશ્વાસ નામી વિષ નો પ્યાલો...હું ઘૂંટવા ગયો
       હતો પારદર્શી કાચનો ટુકડો... હું તુટવા ગયો
       પ્રેમ ના ક્યાં છે મોલ જગત માં તોયે હું લુંટવા ગયો

Read More

લાગે જ્યારે સાથે તારી હોવ ત્યારે એવું
મધ વાળા ફુલ પર બેસેલા ભમરા જેવું

અડે અજાણતા જ્યારે જણાય એવું
ચેહરા પર પડતાં વરસાદના ટીપાં જેવું

આવતી તારા માંથી એ સુગંધનું એવું
નવા ચોમાસા ની ભીની માટી જેવું

હાથમાં હાથ પરોવીને ફરવું લાગે એવું
ઊડતા જેમ પંખી ટોળા માં ખોવાઈ જેવું

વાતો વાતોમાં તારુ ભેટવું એવું
દરીયો તોફાની ઊગતો સૂરજ ઓઢે જેવું

મારી સાથે તારૂ હોવું એવું
કાળીયા આકાશ માં પુનમ ના ચાંદ જેવું

પણ હોવુ સપનું તારુ મારી આંખે એવું
ક્યારેય ના મળતા ક્ષિતિજના ભુમી-આભ જેવું

Read More

જોવ હું રુખ તારો જ્યારે,
ઊણપવાન લાગે આ ચાંદો ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે

પ્રતિબિંબ બતાવે દર્પણ જ્યારે,
મુજ મા પણ દેખાય તું ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે

ભુલુ બધુ સાથ હોય તું જ્યારે,
હોય તું જ ના હોય તું ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે

મળ્યા છે તારા સ્પર્શો જ્યારે,
જાગ્યો પંપાળતા રાતો ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે

વિચારુ ભવિષ્યકાળ જ્યારે,
હાથમા હોયજ તારો હાથ ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે

સંભળાય નામ 'પ્રેમ' જ્યારે,
છબીઓ તારી જ દેખાય ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે

લખાય અહીંયા શબ્દો જ્યારે,
સારાંશ હોય તું જ ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે

Read More

આજ આશ્વાસન અપાય એને ચૌ દિશાથી છે         
તો શરીફોની ભીડના મા એ શેતાન ક્યાં છે ?
       
દેશ ની મારી સંસ્કૃતિ મા તો સ્ત્રી ભગવાન છે તો
ઘરમા પણ ભગવાનથી ઘેરાયેલો એ નાસ્તિક ક્યાં છે ?

કે'તા તા એ કે વાંક એ ટુંકા કપડા નો છે
પેર્યા શરીરે ગુરખા તોયે એની સલામત ક્યાં છે ?
      
વાંક જો એ ફરતી રાત્રે યુવતીઓ નો છે
તો દુધપીતી બાળકી એકલી ઘરની બાર ક્યાં છે ?
     
હા અહિયા હિંદુ મુસલીમ શિખ ઈસાઈ છે પણ
ઘર ની મા બેનને ભુલતી હવસ નો ધરમ ક્યાં છે ?
      
હા કવ છું હું જ કે રાવણ સારો છે કેમકે
રાક્ષસ હતો કુળથી તોયે સીતા સલામત ત્યાં છે 
       
'બેટી બચાવો બેટી પઢાઓ' નારો નામનો જ છે
 સમજણ હોય બેટાઓ મા તો એ કામનો જ ક્યાં છે

Read More