Quotes by Pankaj Nadiya in Bitesapp read free

Pankaj Nadiya

Pankaj Nadiya

@pankajnadiya
(65)

#MORALSTORIES

૫. ગૌ-હત્યા
“ ગૌ-હત્યા...” “બંધ કરો... બંધ કરો...”
“ કતલખાના...” “બંધ કરો... બંધ કરો...”
“ ગૌ-માતા પે અત્યાચાર...” “ નહી ચલેગા... નહી ચલેગા...”

“ અરે! ભાઈ આ શાનું સરઘસ નીક્ળ્યું છે? સવારથી જ ટ્રાફિક જામ કરી દીધુ છે.”
“ કાકા, એતો આજે વહેલી સવારે શહેર વચ્ચે ગાયનું કાપેલું માથું મળ્યું. આથી ગૌ હત્યાનો વિરોધ થઈ રહ્યો છે. ગૌ રક્ષકોએ રેલી કાઢી છે અને કતલખાના અને કસાઈઓનો વિરોધ કરે છે.”
*+*
“ અલ્યા કનુ આ ગાય’ન ચમ ફરી વળ્યો સ?”
“ તો હુ કરું કાકા? દોહવા ના દેતો ધોકા જ ખાય ન.”
“ ચોંહી દોહવા દે લ્યા. આ ગાય તો હવ ઘૈડી થઈ જઈ.”
“ દો’વા ના દે તો આવી મુંઘા ભાવની ચાર ચીયો ખવડાવ? જારના પૂળા તો બે હજારેય નહીં મલતા.”
“ તો હુ થાય ભઈ?”
“ થાય હુ વળી! આલી દેવાની કહઈના ત્યોં. હજું તો તાજી સ, પંદરેક હજાર તો આવશે જ.”

Read More

#MORALSTORIES
૪. માતાજીનું હાચ

પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો ગાડી ધડામ અવાજ સાથે રોડની બાજુમાં ઊભા કરેલા ટ્રક નીચે ઘુસી ગઈ. ગાડીનો આકાર ટીપાઈ ગયેલા ટીનના ડબલા જેવો થઈ ગયો અને તેની અંદર રહેલાં આઠ જણનું ત્યાં જ મોત થઈ ગયું.
લોકો ભેગા થઈને અટકળો કરવા લાગ્યા. થોડી જ વારમાં મરનારા લોકોનો કોઈ સગો પણ ત્યાં આવી પહોચ્યો અને રડતાં-રડતાં બોલવા લાગ્યો. “ આખુ કુટુંબ બાધા કરવા જઈ રહ્યું હતું ને આ શું થઈ ગયું? હે કુળદેવી મા, અરે રે! આ શું થઈ ગયું?”
દબાઈ ગયેલી ગાડીને જોઈ રહેલા લોકોમાંથી એક બોલ્યો, “ જબરુ કે’વાય ! આઠ જણાં મરી જ્યાં; ગાડી દબાઈને રોટલો થૈ જઈ પણ ગાડીમાં રહેલા માતાજીના મંદિરન ઊની આંચ પણ ના આઈ! જબરુ હાચ કે’વાય માતાજીનું.”

Read More

#MORALSTORIES

૩. ઈજ્જત

સવારનાં દસ સુધીમાં બજાર લોકોથી ઉભરાવા લાગ્યું હતું. એટલામાં જ હાથમાં લાકડીઓ લઈને, જીપ અને ટ્રક ભરીને આવેલ ટોળાએ દુકાનો બંધ કરાવવા માંડી. ટોળાના નેતાએ બજારની વચ્ચેના ચોકમાં જઈને લાઉડ સ્પીકરમાં જાહેરાત કરી.

“ આજે ફરી ગૌ-માતાની હત્યા થઈ છે. આપણે સૌ ગાય માતાનાં સંતાનો દુ:ખ અનુભવીએ છીએ. ગૌ-માતાની હત્યાના વિરોધમાં આજે શહેર બંધનું એલાન કરીએ છીએ. ગૌ-માતાની કત્લેઆમનો બદલો લેવાશે. ગૌ-હત્યા એ ગાય માતાની બેઈજ્જતી છે જે અમે ક્યારેય સહન નહીં કરીએ. ગૌ- માતાને ઈજ્જત અને સમ્માન અપાવવા અમે મરવા અને મારવા પણ તૈયાર છીએ. બોલો ગૌ-માતા કી જય.”

આખો દિવસ ટોળું શહેરમાં ફરતું રહ્યું અને ગૌ-માતાની રક્ષા અને સમ્માનના ભાષણો કરતું રહ્યું.

રાતના નવ આસપાસ અમી રેલ્વે સ્ટેશને ઊતરી. શહેર બંધનું એલાન હોવાથી રીક્ષા ન મળતાં તેણે ચાલતા ઘરે જવાનું નક્કી કર્યું. રસ્તામાં કેટલાક નિશાચર નબીરાઓએ અમીને જોઈને લાળ ટપકાવી. શહેર બંધ, રાત, સૂમસામ સડક અને એકલી અમી. તેમણે અમીને પીંખી નાખી. દૂર ક્યાંક લાઉડ સ્પીકરનો અવાજ આવતો હતો.

“ ગૌ-માતાને ઈજ્જત અપાવવા... સમ્માન... રક્ષા કાજે...”

બીજા દિવસે શહેરનાં તમામ છાપાં ગૌ-રક્ષકોની તસ્વીરો અને ભાષણોથી ભરેલા હતાં. મોટા અક્ષરે હેડલાઈન્સ હતી‌‌- ‘ ગૌ-માતાની રક્ષા અને ઈજ્જત માટે મરવા-મારવા તૈયાર.’ સૌથી નીચે ખૂણામાં નાના અક્ષરથી છપાયું હતું- ‘ ચાર જણે ભેગાં મળી છોકરીની ઇજ્જત લૂંટી.’



-: સમાપ્ત :-

Read More

#MORALSTORIES
2. ઓળખાણ
“ આજે આખાય પંથકમાં નામ છે મારું. સૌ કોઈ આદર કરે છે. બધાં જ ઓળખે છે મને. મારા જ કારણે તો લોકો તમને ઓળખે છે.”
“ દીકરા તારી પ્રસિદ્ધિથી અમે ખુશ છીએ. પણ આમ ઘમંડ ના સારો.”
“ અરે! તમારી ઓળખાણ મારાથી જ તો છે. તમને જોઈને લોકો કહે છે કે આ મિસ્ટર અવિનાશના ફાધર છે. તમારા સૌની ઓળખાણ મિસ્ટર અવિનાશના મોભા અને નામને આભારી છે.”
*+*
“ પપ્પા-પપ્પા આ મંદીરમાં આરતી ઉતારે છે તે અવિનાશ અંકલ છે ને?”
“ હા, બેટા. તું ઓળખે છે એમને?”
“ ઓળખે જ ને! આટલા મોટા અધિકારી બન્યા છે તો.” કોઈએ કહ્યું.
“ ના-ના એ અધિકારી નથી. એ તો મારી ફ્રેન્ડ જીનલનાં અંકલ છે એટલે ઓળખું છું.”
-; સમાપ્ત:-

Read More

#MORAL STORY
૧. અડી ગયો...
પાયલ ઘરમાંથી કીટલી અને રકાબીઓ લઈને આવી અને ચારેય મજૂરને ચા આપીને આંગણું વાળવા લાગી. રમેશભાઈ પાયલ પર ગુસ્સે થઈ ગયા.“ પાયલ, આ ઘરની રકાબીઓમાં મજૂરોન ચા અલાય? ભોન સ ક નઈ? ફેરથી ધ્યોન રાખજે.”       ચા પીધા પછી સૌથી યુવાન છોકરો રકાબીઓ ચોખ્ખા પાણીથી ધોઈને રમેશભાઈને પાછી આપવા આવ્યો.“ અલ્યા, આ રકાબીઓ સાથે લઈ જજો. ગોમમાં બીજે કોમે જશો ઈં ચા પીવા થશે.”“ ના કાકા, ચાલશે. લ્યો ધોઈન લા’યો સું.”“ ના, રાખો તમે. પાસી નહીં જોઈતી.”“ કાકા, ચોખ્ખા પોણીથી ધોઈ સ. લ્યો, અમાર હુ કરવી તમારી રકાબીઓ?”“ અલ્યા, કીધુન રાખો તમે; હવ એ રકાબીઓ મારાથી ના લેવાય. તમારી અડેલી રકાબીઓ હું મારા ઘરમાં પાસી લઉ?”“ પણ... ચોખ્ખા પોણીથી ધોઈ સ...”“ અલ્યા, તમારી અડેલી રકાબીઓ કોઈ લે ખરું? હમજણ જ નહીં ક શુ તન?”       છોકરો થોડીવાર અકળાયો પછી દોડતાં જઈને પાયલના બેય હાથ પકડી લીધાં.-

-સમાપ્ત -

Read More

આ મુકત ગગનની વિશાળતામાં,
અમે ક્યાંક ખોવાઇ જવાના..
કાં'તો અમે 'તારા' બનીશું
કાં ઉલ્કાની જેમ વિખરાઈ જવાના...

~પઁકજ

Read More

પાયલ ઘરમાંથી કીટલી અને રકાબીઓ લઈને આવી અને ચારેય મજૂરને ચા આપીને આંગણું વાળવા લાગી. રમેશભાઈ પાયલ પર ગુસ્સે થઈ ગયા.“ પાયલ, આ ઘરની રકાબીઓમાં મજૂરોન ચા અલાય? ભોન સ ક નઈ? ફેરથી ધ્યોન રાખજે.”       ચા પીધા પછી સૌથી યુવાન છોકરો રકાબીઓ ચોખ્ખા પાણીથી ધોઈને રમેશભાઈને પાછી આપવા આવ્યો.“ અલ્યા, આ રકાબીઓ સાથે લઈ જજો. ગોમમાં બીજે કોમે જશો ઈં ચા પીવા થશે.”“ ના કાકા, ચાલશે. લ્યો ધોઈન લા’યો સું.”“ ના, રાખો તમે. પાસી નહીં જોઈતી.”“ કાકા, ચોખ્ખા પોણીથી ધોઈ સ. લ્યો, અમાર હુ કરવી તમારી રકાબીઓ?”“ અલ્યા, કીધુન રાખો તમે; હવ એ રકાબીઓ મારાથી ના લેવાય. તમારી અડેલી રકાબીઓ હું મારા ઘરમાં પાસી લઉ?”“ પણ... ચોખ્ખા પોણીથી ધોઈ સ...”“ અલ્યા, તમારી અડેલી રકાબીઓ કોઈ લે ખરું? હમજણ જ નહીં ક શુ તન?”       છોકરો થોડીવાર અકળાયો પછી દોડતાં જઈને પાયલના બેય હાથ પકડી લીધાં.



- સમાપ્ત -

Read More

#KAVYOTSAV

'યંત્રવત ભારખાનું'
-પંકજ નાડિયા

ખભે ભરાવેલા
થેલાના વજનથી
ઝૂકી ગયેલી કમર સાથે
જાણે ઢસરડા કરતો હોઉં તેમ
દરરોજ નીકળી પડુ છું.
શું કરું?
દેશનું ભાવિ છું ને!
મારા આ નાના ખભા પર
દફ્તર સિવાય બીજો ઘણો ભાર છે.
વડીલોની આશાઓનો,
શિક્ષકની અપેક્ષાઓનો,
કુટુંબની પ્રતિષ્ઠાનો,
માવતરના સપનાઓનો અને
ભવિષ્યની જવાબદારીઓનો ...

ઓ..! સ્વાર્થી, લાલચી, પાખંડીઓ,
ભવિષ્ય તો હજી દૂર છે
પણ,
તમે તો વર્તમાન છો ને?
શું ઉખાડ્યું તમે?
સિવાય –
મારા બાળપણની આઝાદી,
મારા મનની મોકળાશ,
મારી કલ્પનાઓ,
મારી ઝંખના
અને
મારું ‘હું’ હોવું.

અરે! સર્વ શ્રેષ્ઠ બનાવવાના લોભમાં,
તમે,
તમારા સ્વાર્થી સપનાઓ અને
લાલચી મહત્વકાંક્ષાનો ભાર ભરીને
એક બાળકને બનાવી દીધું
યંત્રવત ભારખાનું.

- પંકજ નાડિયા
- મો. 972487519

Read More

#KAVYOTSAV



#પ્રેમ



હુ કીધું?

ભૂલી જઉં?

તન યાદેય ના કરું?

તારી હોમૂય ના જોવું?

તારા વચારેય ના કરું?

અલી ગોંડી...

હાચુ કઉ?

મન.. તો તારી વાતમાં હસવુ આવ..સ.



હારું.. હેંડ.

તુ કે'સ તો

તન ભૂલી જઉં સુ

તારી હોમૂય નઈ જોઉં

તારા વચારેય નઈ કરુ...

પણ....

તારેય ભૂલવું પડસ.

ભૂલવું પડસ ક કમળનો 'ક' થાય,

તારી ઓસ્યોનેય ભૂલવું પડસ

ક ધોરા'ન ધોરો ન કારા'ન કારો કે'વાય,

તારી જીભનેય ભૂલવું પડસ

ક ગર્યાં'ન ગર્યુ ન કડવા'ન કડવું કે'વાય.



જે દન તુ ભૂલી જે,

એ દનથી

હુંય ભૂલી જે

જા,

મૂળ હમેત બધું.

~પંકજ નાડિયા..

Read More