Quotes by Neel Gajjar. in Bitesapp read free

Neel Gajjar.

Neel Gajjar.

@neel.gajjar


તમે છો ચમત્કારી પ્રદર્શનના શહેનશાહ.
લો, જરા મરતી મનાવતા જીવાડી જાદુ કરો.

ને છો તમે સફાઈ અભિયાનના આગેવાન.
લો, જરા દિલમાં ભરેલા કુવિચારોની સફાઈ કરો.

છો તમે વિદ્યાર્થીગણના હેડમાસ્તર.
લો, જરા બાળકનું "બાળપણ" વ્યાખ્યાયિત કરો.

છો તમે દુનિયાના રસ્તા જાણનાર પાગી.
લો જરા અલગારી રખડપટ્ટી નો માર્ગ નક્કી કરો
-નિશાચર

Read More

કહી દીધું પૂજ્ય ચરણો એ વર્ષો પહેલા કે પ્રાથર્ના એ આત્માનો ખોરાક છે..પરંતુ આ એકવીસમી સદીના માનવને એનો પણ ડાયટ પ્લાન જોઇશે તો જ એને પચે એમ છે..પ્રાર્થનાં(ભજન)ના મર્મ ને પચાવવા આ પેઢી મહદ અંશે નિષ્ફળ નીવડી છે.એટલે જ આજે ભૂખ્યા મન નરભક્ષી બની માનવતા હણી રહ્યાં છે...
-નિશાચર

Read More

મુકી દે મોહ મલકનો તું માનવી,
જિંદગી પણ મોતના મુકામે પહોંચવા ચાલી રહી છે..
- નિશાચર

ગંગાસતી મટી ગંગુબાઈ થાવું છે,

લઈ હાથમાં સિગારેટ ફેમસ થાવું છે!


જીજાબાઈ મટી જેકલીન થાવું છે,

તોય શિવાજી જેવા પુત્રની માઁ થાવું છે!


હવે ભજન મીરાં ના મૂકી,

મારે મુઝરે મુમતાજ થાવું છે.


ભગતસિંહ મટી ગલીના 'ભાઈ' થાવું છે.

ને પોલીસ ફરિયાદમાં પ્રથમ નામ લાવું છે.


સરદાર મટી સુલતાન થાવું છે.

તોય સમાજ સામે સાહુકાર થાવું છે.


હાટડીએ મોંઘી હરાજી થાય તો હવે,

સિદ્ધાંતોને પણ વેચાઈ જાવું છે.


યુવાપેઢી ના આદર્શ બદલાયા છે આજે,

ને ભારત! તારે ફરી મહાન થાવું છે..??

-નિશાચર

Read More

ખાલી હિંમતે કાઈ વળે નહીં,
ને બુધ્ધિ સાથ રખાય ...

કાયદા આલમના બદલાય નહિ,
ને જેમ થાતું હોય એમ થાય...

કરોળિયાના જાળાંથી,
કાઈ હાથી નો પકડાય...

ને પાનખરે પડદાંના વિયોગે,
કાઈ ઝાડ પડી ન જાય..
- નિશાચર

Read More

બધાને સવારે ઊઠીને નિશાળે જવાનું હતું,
ને મારે તો ઊઠીને આકાશે ઉડવાનું હતું. ;પણ,

એ રીતે આજ મને ભારણ દફતરનુ વર્તાતું હતું,
કે મારા થાકેલા ડગે ભણતર પણ ઢસડાતું હતું.

અંગ્રેજીના મૂળાક્ષરોથી પાટિયું આખુય ભરાયું હતું,
આવડ્યો નઈ હજુએ કક્કો શિક્ષણ એમ અપાયું હતું.

કામ લાગશે જીવનભર આ પોપટિયું શિક્ષણ મને,
તદ્દન સાચી નહતી ધારણા, એ હવે સમજાયું હતું.

ભણાવી દીધું જે એંગ્રેજોએ વિનાશર્થે ઠસાવ્યું હતું,
ને પછી સંસ્કૃતિ સિંચન ચોપડીએથી હોમાયું હતું.

કુશળ કારકુન કે ચપરાસી આ શિક્ષાથી બનાતું હતું,
સંત,સાધના ને તત્વજ્ઞાન,શોર્ય,ધર્મ,માનવતા કે સંસ્કારો
એ બધું તો ક્યાં વળી અભ્યાસક્રમમાં જ દર્શાવ્યું હતું?

-નિશાચર

Read More

તારી આંખોમાં છલકાતા મોજાંને જોઈ એમ થાય હું એ એક ડૂબકી લગાવું,

ને પછી એજ મારગે હૈયામાં પહોંચી તવ ધબકારે જઈ હું સમાવું,

કલ્પના છે અંગત મારી આતો નથી લાગણીઓ પર કોઈ તાળું,

એટલે જ બાંધું છું વિચારોને મારા શબ્દસાંકળથી કેમ કે દુનિયાનું વળી શું ઠેકાણું?,

તને પામવાથી વધારે સુ:ખદ અનુભવ છે આમ ખયાલોમાં તારા રમવાનું... તારી આંખોમાં....
-નિશાચર

Read More

શોષી જાય આભ ભલે દરિયાના નીરને,
પણ મળવાનું હોય ત્યાં કોણ વળી રોકે.

આવે છે વસુંધરાને વરસાદ બની મળવાને,
વગર કોઈ આમંત્રણ કે વગર કોઈ ટહુકે..

શરતો વિનાનુ મિલન માટીને મેઘનું નહિતર,
ક્યાંથી ખીલે ધરતી ને, મોરલો વળી ટહુકે? .

ને સેજે અભિમાની હોત જો પાણીની બુંદો,
તો આભ છોડી નીચે જમીને કોણ ઉતરે?.

એમ તું પણ આવને મળવાને કોક દિ,
તારા અહંમને આગ દઈ, વગર કોઈ શરતે..
-નિશાચર

Read More