Quotes by Maishvi Panchal in Bitesapp read free

Maishvi Panchal

Maishvi Panchal

@maishvipanchal8162


સવાલ

એ પૂછે છે કે શું જોઈએ તને આપી દઉં તત્કાળમાં
કેમ કઉ એને કે તું જોઈએ વર્તમાનમાં
લઈલે મારી જમીન-જાગીર ને ધન-દોલત
પણ કેમ કઉ એને કે તું રહીજા મારી સંગાથમાં
લઈલે મારું કઠોરપણું તારી પાસમાં
પણ કેમ કઉ એને કે દેતીજા તારું કોમળપણું મારા હાથમાં
પૂછે એ આ બધું શું છે,તું છે તો ખરીને ભાનમાં ??
કેમ સમજાવું એ ઘેલી તને, તારા વગર જીવન છે રાખમાં
વળી વળી ને પૂછે એજ સવાલ
શું જોઈએ તારે તે આપી દઉં તત્કાળમાં ?
ફરી ફરી ને હું કઉ કે તું જ જોઈએ જીવનકાળમાં
છતાંયે લઈલે મારી તમામ જીત તારી પાસે
અને મોકો આપ હારવાનો તારી સામે
લઈલે મારી જાતને તારી સાથે જિંદગીની વાટે
સોપીદે તારી જાતને મારી જિંદગીની માટે....

Read More

જે મુજ મુસાફરને મારતી જાય છે....

શું વાત કરું એની એ છે જ અજુગતી
આંધીને બાંધી પાલવે છતાંય શાંત ચાલે છે....
નયનો રમાડતી એ એના નયનરમ્ય નયનો થકી
બોલો સાથે સાથે મને રમાડતી જાય છે....
ગુસ્સો કે છણકા નજરે જોતી રે'તી
એ આખરે એનું નટખટપણું જતાવતી જાય છે....
ઘોળી કાજળ આંખમાં ઘાટી કાળી
એને લખવા માટે શબ્દો સાથે કાળી ઘાટી સહી આપતી જાય છે....
સાહેબ! વાત જ રે'વા દઈએ એના હાસ્ય ની
હાસ્ય ફરમાવી મજાનું કાતિબ ને કાતિલ કરી જાય છે....
મજાની છે એ, મજાક કરવાની આદત એની
વિચારે છે એ કઈક ગજબનું ને વિચારમાં મૂકતી જાય છે....
રહસ્યમય છે એ અને વાતો એની અલબેલી
જાણે ખબર નઈ લાગે છે કે જોરદાર હાસ્યની પાછળ ધોધમાર વરસાદ લઈને ચાલે છે....
યાદોની યાદી લઈને એ ગુમતી
જ્યારે જ્યારે મળે એ રાહમાં કે ખ્વાબમાં ઊંડી યાદગીરી મૂકતી જાય છે....
કોણ છે એ? ક્યાં છે એ? એટલું પણ ન પૂછો મને સાથી
એ કોક મૃગજળ જેવી છે જે મુજ મુસાફરને મારતી જાય છે....

22-july-2021

Read More

કહે છે તું!

કહે છે તું, આદર.... સત્કાર કરો!
તો પછી નાત-જાત, રાજા-રંક, ઘર્મ-કર્મ ....શું હે!?
કહે છે તું, જીંદગી માણવા આવ્યો છે!
તો પછી સુખ-દુઃખ, મજા-સજા, બોલા-અબોલા... શું હે!?
કહે છે તું કે, એકલો ચાલુ છું રાહ પર!
તો પછી સાથી-બાથી, તડકો-ટાઢ, સહકાર-બહકાર....શું હે!?
કહે છે તું કે, સંબંધ નથી સાચવતા લોકો તારાથી!
તો પછી ખોટું માન-પાન, ઠાઠ-બાઠ, પરવાહ-બરવાહ....શું હે!?
કહે છે તું કે, તું અનંત સફરનો મુસાફર છે!
તો પછી થાક-બાક, સવાર-સાંજ, તણાવ-બનાવ ....શું હે!?
કહે છે તું કે, માણસ છે ને માણસાઈ થી તું જીવે છે!
તો પછી અહંકાર-અહમ, વેર-ઝેર, નફરત-બફરત ....શું હે!?
જે છે તું એ....મિત્ર,મુસાફર,સાથી, સલાહકાર!
આ બધામાં 'આપડે' સાથે છીએ તો પછી 'તું' શું 'હું' શું....હે !?

Read More

*"सुकून का मकाम"*

आप हमे हमारा *"सुकून का मकाम"* पूछे।
और हम आपको हमारे *"घर का मुकाम"* बताए,
बात तो आखिर एक ही है ना!?

Read More

"કંઇક ખાસ ખોયાનો".

ખુદને મળ્યાને ઘણો સમય થયો!
માટે અત્યારે અત્તોપત્તો શોધી રહી છું,"કંઇક ખાસ ખોયાનો".

पता नही पर क्यूं!

पता नही पर क्यूं!
आज मुझे पता चला कि,
उसे उस बात का पता नही!
जो बात का उसे पता होना चाइए!.

 'વેર' કેમ જણાય છે!?

આબોહવા ની હવામાં એ 'ફેર' જણાય છે,
આવ્યા'તા તમે તો વસંત લઈને!
તો હવે ફૂલ સાથે 'વેર' કેમ જણાય છે!?

Read More

અબઘડી જીતુ ને તુરંત હારી જાઉં છું....
ન જડેલી યાદો ને હું શોધી શોધી થાકું છું....
આભાસી મૃગજળ પામવા હું કંઇક કરી બેસુ છું....
ક્યાંક ખોવાયેલી હું ખુદ ને ક્યાંક શોધું છું....
અબઘડી સૂલજી ને તરત મુંજાઈ જાઉ છું....
કંઇક નાં ખ્યાલ થી કંઇક અજુગતું કરી બેસુ છું....
વાતો કરતા જાત સાથે ક્યાં દૂર જઈ પડું છું....
બંધ આંખોમાં હું ગગન જીતવા જાઉં છું....
ખુલે આંખ જ્યાં મારી તો ધરા પર ખુદ ને પાઉ છું....
અબઘડી ખીલું ને તરત હારી જાઉ છું....
વાતો કરતા ખુદની સાથે હવે થાકી જાઉ છું....
મળે શાંતિ અપાર જ્યારે હું કોઈ ને હસાવું છું....
મનમેળામાં ફરતી હું ક્યાંક ને ક્યાંક પોચી જાઉ છું....
અબઘડી જડું ને તરત ખોવાઈ જાઉ છું....
ને છતાંય અબઘડી જીતુ ને તુરંત હારી જાઉ છું.....

Read More

ભુલાયેલા સપનાએ

ભુલાયેલા સપનાએ મનરૂપી દરવાજા ઠોકતા પૂછ્યું:
કેમ છે તું !? હું યાદ છું કે હું પણ ભુલાઈ ગયું !?
મે પણ સાંભળ્યું હતું, એ જ થયું
નવું કંઇક નવ દી માં જ ખોવાઈ ગયું.
એને જ કીધું, તારા વાયદા નાં વાટે બેઠું રહ્યું હું
ને તું તારા મસ્તી માં રમતી ને ભૂલતી મને.....
કેમ ભાન સુધ્ધાં ન રહ્યું તારી જાત નું?
કેમ છોડી દીધું અધવચ્ચે મને ક્યારનું!?
એને ઉમેર્યું, તારે જ થવું તું ને સામ્રાજ્ઞી મારું
તો શું કામ!? છોડી દીધું એ કાલ્પનિક સામ્રાજ્ય મારું!?
યાદ કરે તું મને પણ.... સમય નું તને હવે ધ્યાન નથી.
તું છે હવે બીજી રાહે જેનું હવે તને જ્ઞાન નથી......
ફરી કહે એ, યાદ રાખજે મને હું જડીશ તને એ જ રાસ્તે
વાતો કરીશું તું ને હું(ભૂલયેલું સપનું) બીજા ભુલાયેલા સપના ને વાસ્તે....

Read More

અધુરુ પાનું.....

અધુરુ જ મૂકી દીધું એ અધુરુ લખાયેલું પાનું
બાકી નું અધુરુ લાગણી થી ભરી દીધું છલોછલ
જરૂરત ન વર્તાઈ કલમ ની સ્મૃતિ નું ઝાપટું જ કાફી
ભૂલ તારી તો તુ જ માંગ ને આગળ આવીને માફી
શું કામ ઝાખ્યા કરે...!? ક્યાક સંતાઈ ને...!?
શબ્દો નો મર્મ સમજવા આવીજા છુપાઈને
દુવિધા માં નાખવાની તારી તો ટેવ પડી ગઈ
પણ તારી દરેક કરતૂત ની આજે તો ખબર પડી ગઈ.....
સ્થિર કેમ તું એ કંઇ જાણ નથ. કેમ વાત નું કઈ ભાન નથ?
તારા પ્રતિબિંબ માં આખું બ્રહ્માંડ સમાય. આ બ્રહ્માંડ માં તારું નામ
પત્તું પત્તું વાકેફ એવા તારા કામ.....જે જાણે આખું ગામ......
જાણતા બધું છતાંય ખોવાઈ તારી યાદ માં
અધુરુ જ મૂકી દીધું એ અધુરુ લખાયેલું પાનું સંપૂર્ણ સાનમાં........

Read More