કહે છે તું!
કહે છે તું, આદર.... સત્કાર કરો!
તો પછી નાત-જાત, રાજા-રંક, ઘર્મ-કર્મ ....શું હે!?
કહે છે તું, જીંદગી માણવા આવ્યો છે!
તો પછી સુખ-દુઃખ, મજા-સજા, બોલા-અબોલા... શું હે!?
કહે છે તું કે, એકલો ચાલુ છું રાહ પર!
તો પછી સાથી-બાથી, તડકો-ટાઢ, સહકાર-બહકાર....શું હે!?
કહે છે તું કે, સંબંધ નથી સાચવતા લોકો તારાથી!
તો પછી ખોટું માન-પાન, ઠાઠ-બાઠ, પરવાહ-બરવાહ....શું હે!?
કહે છે તું કે, તું અનંત સફરનો મુસાફર છે!
તો પછી થાક-બાક, સવાર-સાંજ, તણાવ-બનાવ ....શું હે!?
કહે છે તું કે, માણસ છે ને માણસાઈ થી તું જીવે છે!
તો પછી અહંકાર-અહમ, વેર-ઝેર, નફરત-બફરત ....શું હે!?
જે છે તું એ....મિત્ર,મુસાફર,સાથી, સલાહકાર!
આ બધામાં 'આપડે' સાથે છીએ તો પછી 'તું' શું 'હું' શું....હે !?