The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🤣 અવળ વાણી 🤣 ચા એ ભૂલાવ્યું શિરામણ બીડી એ ભૂલાવ્યો હોકો, ટોપી એ ભૂલાવી પાઘડી છત્રી એ ટાળ્યો ધોકો ! મામો ગોતે ખીજડો મદારી ગોતે ઘોઘો, ભૂત ગોતે પીપળો ચોર ગોતે મોકો ! સાસુ એ ભુલાવ્યા સગપણ વહુ એ ભૂલાવી બા, સાળા એ ભૂલાવ્યો ભાઈ એટલે કહું પરણ માં ! ડેલીએ બેસી ચોવટ કરે કરે એ પારકી પંચાત, આમાં સાસુવહુને ક્યાંથી ભળે ડોશીએ વાળ્યો દાટ ! વાહને ભાંગ્યા ટાંગા ને મશીને ભાંગ્યા હાથ, અડધી રાતનાં ઉજાગરા ને ટીવીએ વાળ્યો દાટ ! રગડાએ ભૂલાવ્યો રોટલો દારૂએ ભૂલાવ્યુ દૂધ, વ્યસનમાં આખા ઘેરાય ગયાં આમાં ક્યાંથી લાગે ભૂખ ! સાસુને કોઈ ગણે નહીં સાસરાનું તો હાલે નહીં કાંઈ, ધણી બિચારો શું કરે ઓલી વહુ કયે એમ જ થાય ! ખાવાનું કોઈ પૂછે નહીં ને પાણી કોઈ ન પાય, અહીં કોઈ કોઈનું નથી એ તો એંસી વર્ષે સમજાય! ચપટીક મૂઠી જારની એ લઈને મંદિરે જાય, પછી કરતાલ પર કાઢે બળાપો એમ પરભુ ક્યાંથી રીઝાય ! દિકરી અને ગાય એ તો દોરે ત્યાં જાય, પણ માથાભારે હોય તો કાયમ માથું મારીને ખાય ! હવે તો મારો રામ બચાવે 😊😊🙏🏻😊😊
જન્માષ્ટમી પછી થોડા દિવસો સુધી જેનો પણ કંઈ મેસેજ ના આવે કે તેમના દ્રારા કંઈ પોસ્ટ મુકવામાં ન આવે તો માની લેજો કે ભાઈ ફોન પણ હારી ગયા છે..
*એવી સાતમ-આઠમ નહિ આવતી* પુરીમાં ચમચીથી કાણાં પાડવા મમ્મી બેસાડતી એવી સાતમ આઠમ હવે નથી આવતી... હાથમાં લઈ પતરાં ના દેડકાં ટક ટક કરતામેળામાં જઇએ એવી સાતમ આઠમ હવે નથી આવતી... લાકડા ના ટ્રક માં દોરી બાંધી ફેરવતા. એવી સાતમ આઠમ હવે નથી આવતી... શીતળા માતા ના મંદિરે જતા પાણી વાળા ફુગ્ગા ને કાંકરી ભરેલી દડી ની મોજ વાળી સાતમ આઠમ હવે નથી આવતી...
આભમાં ઊગેલ ચાંદલો (ભાગ ૨) આટલું અંતર કાપ્યા પછી પહેલો ઘોડો કુદાવનારી સ્ત્રી પોતાના પતિને કહે છે કે મારાથી હવે વધુ ઘોડા ઉપર નહીં બેસાય, તમે ચાલ્યા જાઓ. ત્યારે એ બીજો ઘોડેસવાર પૂછે છે કારણ શું? ત્યારે એ દેશની નારી કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે. તમને માતાજીનાં સોગંધ તમે નીકળી જાઓ. ત્યારે એ પુરુષ, એ ઘોડેસવાર માતાજીનાં સોગંધથી બંધાઈને આગળ નીકળી જાય છે અને એ દેશની નારી થોડી આગળ જતાં ત્યાં એક ડુંગરા પાસે પોતાનો ઘોડો થોભાવે છે. પાછળ સેનાપતિ અને બાદશાહની સેના તેને આંબી જાય છે. એક હાથમાં ભાલો અને બીજો હાથ પેટ ઉપર રાખીને એ દેશની સ્ત્રીને ઘોડેથી ઉતરતા જુવે છે ત્યારે એ સેનાપતિ બોલી ઉઠે છે, યા અલ્લાહ હું આ શું જોઈ રહ્યો છું? આ દેશની નારીની આ તાકાત? હાથમાંથી તમામ શસ્ત્રો જમીન ઉપર પડી જાય છે અને સેનાને આદેશ આપે છે કે દેશની આ સિંહણને કોઈ હાથ ના લગાવતાં, એ વિફરશે તો કેટલાંયે હોમાઈ જશે. અને એ સેનાપતિ ત્યારે આ ભારત દેશની નારીને સલામ કરીને એટલું બોલેલો કે પુરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય અને તો'યે અઢીસો કિલોમીટરનું અંતર કાપી શકે એ માત્ર હિન્દુસ્તાનની નારી જ કરી શકે એવી તાકાત કોઈ અન્ય નારી પાસે ના હોય એ નારી જેમ જેમ આગળ ડગલાં ભરે એમ એમ એ લાખોની ફોજ તેને સેનાપતિના હુકમથી આગળ જવાનો માર્ગ કરી આપે છે. ભાલાને ટેકે એ ડુંગરો ચડે છે. અને શિવલહેરીનાં કિલ્લા તરફ પ્રયાણ કરે છે. એ દ્રશ્ય જોઈને બાદશાહનો સેનાપતિ એ સ્ત્રીને સલામ કરે છે અને કહે છે બેન હું બાદશાહનો સેનાપતિ છું તારે જરૂર હોય તો હું સો સૂયાણી બોલાવી દઉં પણ તને કંઈ થઈ જશે તો મારી જાતને માફ નહીં કરી શકું. ત્યારે એ સ્ત્રી એટલું જ કહે છે કે નથી જરૂર સૂયાણીની, હું સક્ષમ છું, બસ તમે યુદ્ધ માટે તૈયાર રહેજો. ત્યારે સેનાપતિ વિચારે છે કે આ સ્ત્રી આવી હાલતમાં છે તો યુદ્ધ કરશે કોણ? અને એ સ્ત્રી દાદર ચડીને સોળ સ્થંભ અને ત્રણ ઘુમ્મટનાં શિવનાં મંદિરમાં પ્રવેશીને મંદિરના દ્વાર બંધ કરે છે. પરિણામને જોવા ચારેય બાજુ સેના પથરાયેલી છે. થોડી વાર થઈ ત્યાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હું...આ... હું...આ... હું...આ... સેનાપતિ ખુશ થઈ ગયો અને પૂછ્યું બેન દીકરો કે દીકરી ત્યારે એ લોહીથી લથપથ સ્ત્રી જવાબ આપે છે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મ્યો છે. સેનાપતિ કહે છે કે મારે એકવાર એનું મોઢું જોવું છે, જેની મા આટલી શૂરવીર હોય એનો દીકરો કેવો હશે ત્યારે એ વિરાંગના કહે છે કે અઢાર વરહની વાટુ જુવો જ્યારે એ ખંજર લઈને તમારી છાતીમાં ભોંકે ત્યારે એનું મોઢું જોઈ લેજો. અત્યારે મારાં શિવાનું મોઢું જોવાનો તમારો વખત નથી. એટલે શ્રી ઝવેરચંદ મેઘાણી લખે છે કે, આભમાં ઉગેલ ચાંદલો'ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. બાલૂડાંને નિંદરુ ના'વે, માતા જીજાબાઈ ઝુલાવે...!!
🚩આભ માઁ ઉગેલ ચાંદલો🚩 (ભાગ ૧) ઘણા ઓછા લોકોને જાણ હશે કે માતા જીજાબાઈ અને પિતા શાહજીના પુત્ર શિવાજીનો જન્મ ૧૯, ફેબ્રુઆરી ૧૬૩૦નાં રોજ રાત્રે થયેલો. પરંતુ એ સત્પુરુષનો જન્મ કેવી સ્થિતિમાં થયેલો અને તેની માતાએ કેવા પાઠો ભણાવેલાં એનું વર્ણન કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડામાં વર્ણવ્યું છે. એવું બને છે કે બાદશાહની સેના એક રજવાડાં ઉપર હુમલો કરે છે, વિશાળ સેના હોવાથી એ નાનું રજવાડું તેની સેના સામે લડવા સક્ષમ નથી હોતું. તેથી બંને જણા ત્યાંથી નીકળી જવાનું વિચારે છે, આદેશ મુજબ દરવાજા ખોલાય છે અને બંને જણા પોતપોતાનાં ઘોડા લઈને બહાર નીકળી જાય છે. દરવાજા ફરી બંધ થઈ જાય છે. બહાર નીકળે છે ત્યાં તો લાખોની સેના મીટ માંડીને બેઠી હોય છે. આગળ બંને ઘોડેસવાર અને પાછળ સેના. સેનાનો બસ એક જ ઉદ્દેશ હતો કે બંને યુગલને મારી નાખવામાં આવે. અને જો ના મારે તો બાદશાહ સેનાપતિને મારી નાંખે એમ હતા. સૌના હથિયારનું નિશાન બસ આ બે ઘોડેસવાર જ હતા. પાઘડધામ પાઘડધામ કરતા ઘોડા દોડતા હતા, એવામાં એક સાંકડું નાળુ આવ્યું. એ નાળામાં એક તરફી જ રસ્તો હતો. કાંટાળી ઊંચી બે માથોડા જેવડી વાડ, એવામાં સામેથી બોરડીના કાંટા ભરેલું ગાડું આવતું હતું, તેથી ઘોડો આગળ દોડાવવો શક્ય નહોતો, પાછળ બાદશાહની સેના ખૂબ જ નજીક આવી ગઈ હતી. ત્યારે આગળનો અસવાર બોલ્યો જેટલાને મારી શકીએ એટલાને મારીયે અને છેલ્લે નહીં પહોંચી વળિયે તો મરી જાશું પણ અહીં ઉભા રહી જઈએ. ત્યારે પાછળનો અસવાર કહે છે મારવું પણ નથી અને મરવું પણ નથી, ઉભું પણ નથી રહેવું. મારવાના, મરવાના, ઉભા રહેવાના, પાછા પડવાના અને નીકળી જવાના યોગ્ય ટાણા હોય. ત્યારે પાછળનો અસવાર કહે છે કે તમારો ઘોડો થોડો એકબાજુ રાખો તો હું મારો ઘોડો કુડાવી દઉં. આગળનો ઘોડેસવાર એક બાજુ રહ્યો અને પાછળના અસવારે ઘોડાને થપાટ મારી અને ઘોડો કાંટા ભરેલું ગાડું કૂદી ગયો. અને પાછળનો અસવાર પણ થોડો પાછો જઈ થપાટ મારી ઘોડો કુદાવી ગયો. જાણો છો પહેલો ઘોડો કોણે કુદાવ્યો? સાહેબ!, એ પહેલો ઘોડો આ ભારત દેશની આર્યનારીએ કુદાવ્યો. એમ એક રાતમાં અઢીસો કિલોમીટરનું અંતર કાપ્યું. પાછળ સેના અવિરત ચાલી આવે છે. આટલું અંતર કાપ્યા પછી પહેલો ઘોડો કુદાવનારી સ્ત્રી પોતાના પતિને કહે છે કે મારાથી હવે વધુ ઘોડા ઉપર નહીં બેસાય, તમે ચાલ્યા જાઓ. ત્યારે એ બીજો ઘોડેસવાર પૂછે છે કારણ શું? ત્યારે એ દેશની નારી કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે. તમને માતાજીનાં સોગંધ તમે નીકળી જાઓ. ત્યારે એ પુરુષ, એ ઘોડેસવાર માતાજીનાં સોગંધથી બંધાઈને આગળ નીકળી જાય છે અને એ દેશની નારી થોડી આગળ જતાં ત્યાં એક ડુંગરા પાસે પોતાનો ઘોડો થોભાવે છે. પાછળ સેનાપતિ અને બાદશાહની સેના તેને આંબી જાય છે. ( વધુ ભાગ ૨ માં )
The Third Pole of Geopolitics 400 साल का इंतजार खत्म होगा । अयोध्या में रामलला मंदिर 25 जनवरी, 2024 को खोले जाने की संभावना है। राम जन्मभूमि, अयोध्या में प्रभु श्री राम का आशीर्वाद लेना एक भावनात्मक क्षण है। कार्यक्रम में 160 देशों के मेहमान हिस्सा लेंगे। रामलला के जलाभिषेक के लिए दुनिया भर की 155 पवित्र नदियों के जल का उपयोग किया जाएगा। दुनिया भर से 10000 रिपोर्टर पहुंचेंगे । यह दुनिया की सबसे बड़ी घटनाओं में से एक होने जा रही है। प्रधानमंत्री Narendra Modi 22 जनवरी 2024 को अयोध्या मंदिर में राम लला की प्राण प्रतिष्ठा करेंगे। 1) पूरे भारत में 1 लाख से ज्यादा मंदिरों में खुलने से 1 महीने पहले से ही राम धुन होगी । 2) यह एक अंतर्राष्ट्रीय कार्यक्रम होने जा रहा है। 3) 160 देशों के लोग इस कार्यक्रम को देखने आएंगे। 4) इस कार्यक्रम को कवर करने के लिए दुनिया भर से 6,500 प्रेस पत्रकारों ने पंजीकरण कराया है। 5)अयोध्या मुख्य पर्यटक आकर्षण बनने जा रहा है। 6) पहले साल 10 करोड़ लोगों के मंदिर आने की उम्मीद है। 7) 3 स्टार से लेकर 5 स्टार तक कई होटल तैयार हैं और कई होटल तैयार किए जा रहे हैं। 😎अयोध्या हवाईअड्डा भारत के कई गंतव्यों से सीधी उड़ानों के लिए तैयार हो रहा है। 9)अयोध्या रेलवे स्टेशन सभी नई सुविधाओं के साथ तैयार है । 10) सरयू नदी के तटों का पुनरुद्धार किया गया। 11) संपूर्ण अयोध्या और आसपास को लाखों रोशनी से रोशन किया जाएगा। It will break all records in the world for footfall and youtube live streaming This is called sunrise of Sanatan Yatra जय श्री राम 🚩
ચંદ્રયાન 3 અપડેટ:- વિક્રમ લેન્ડરનું સંચાલિત વંશ બુધવાર, 23 ઓગસ્ટ, 2023 ના રોજ IST સાંજે 5:47 વાગ્યે શરૂ થવાની ધારણા છે. અપેક્ષિત ટચ ડાઉન સાંજે 6:04 વાગ્યે થશે (આ અગાઉ જાહેર કરેલ પ્લાન કરતાં સંશોધિત સમય છે) આ છેલ્લી 15 મિનિટના વંશને ISRO વર્તુળમાં *"15 મિનિટ ઓફ હોરર"* તરીકે ઓળખવામાં આવે છે. *કેમ??* કારણ કે આ તબક્કામાં ચંદ્રયાન 3 જે લગભગ 25 કિમીની ભ્રમણકક્ષામાં હોરિઝોન્ટલ ઓરિએન્ટેશનમાં છે, તે લગભગ *6000 કિમી/કલાક*ની ઝડપે ચંદ્રની સપાટી તરફ આગળ વધવાનું શરૂ કરશે, તે ચંદ્રની સપાટીની નજીક આવતાની સાથે તેની દિશા બદલીને ઊભી થઈ જશે અને ઓન-બોર્ડ 4 રોકેટ (ચંદ્રયાન 2 માં 5 હતા) અને થર્સ્ટર્સનો ઉપયોગ કરીને તેની ઝડપને મહત્તમ *3 કિમી/કલાક* સુધી ઘટાડવી. જમીનથી આશરે 100 મીટરની ઉંચાઈએ તે સપાટીને સ્કેન કરશે અને સલામત ઉતરાણ સ્થળની શોધ કરશે અને ઉપરોક્ત પ્રોપલ્શન સિસ્ટમ્સનો ઉપયોગ કરીને તેની તરફ આગળ વધશે અને છેલ્લે ચંદ્ર પર નરમ જમીન (આ બધુ જ સંતુલિત દળોને નિયંત્રણમાં રાખીને) પોતે ઇચ્છિત સ્થિતિમાં) અને પછી વિવિધ પ્રયોગો કરવા માટે પ્રજ્ઞાન રોવરને તેના પેટમાંથી મુક્ત કરે છે... *ઉત્તેજક લાગે છે ??* આ તમામ અંતિમ દાવપેચ સંપૂર્ણપણે સ્વાયત્ત હશે, વિવિધ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને બોર્ડ કમ્પ્યુટર્સ દ્વારા ચલાવવામાં આવશે જે લિફ્ટ ઓફ કરતા પહેલા તેમાં આપવામાં આવે છે. તે સ્વાયત્ત છે કારણ કે તે તે સમયે જે ડેટા એકત્રિત કરે છે તેના આધારે તે પોતે જ પસંદ કરશે કે કયા અલ્ગોરિધમનો ઉપયોગ કરવો. (ઇસરો કમાન્ડ સેન્ટર આ કમાન્ડ્સને લાઇવ હેન્ડલ કરી શકશે નહીં કારણ કે આ બધા વિભાજિત સેકન્ડ નિર્ણયો છે અને પૃથ્વી પરથી કમાન્ડ ચંદ્ર પર જવા માટે 2.4 થી 2.7 સેકન્ડ લે છે) તેને ચંદ્રની સપાટી (4 કિમી × 4.5 કિમી)નો વિગતવાર નકશો આપવામાં આવ્યો છે જ્યાં તે ઉતરવા માંગે છે. (ચંદ્રયાન 2 ને તત્કાલીન સૂચિત લેન્ડિંગ સાઇટનો 500 mts × 500 mts નકશો આપવામાં આવ્યો હતો) આ બધી ઘટનાઓમાં ઘણા બધા જો અને પરંતુ છે અને આપણે આ સમગ્ર પ્રયાસમાં અજાણ્યા અજાણ્યાઓને જાણતા નથી. આ કારણે, લેન્ડર વંશની છેલ્લી 15 મિનિટ તદ્દન અણધારી છે અને તેથી તેને "છેલ્લી 15 મિનીટ ઓફ હોરર" કહેવામાં આવે છે. હાલમાં તેની સિસ્ટમ્સ તપાસવામાં આવી રહી છે અને અમે વાત કરીએ છીએ તેમ ફરીથી તપાસવામાં આવી રહી છે. હકીકતમાં, ચંદ્રયાન 3 ઉતરાણ કરવા માટે તૈયાર છે અને ISRO કમાન્ડ સેન્ટરના બટનના ક્લિક પર આ અંતિમ તબક્કો શરૂ કરવા માટે આ મિનિટમાં પણ તૈયાર છે. *તો પછી શા માટે 23મી ઓગસ્ટની રાહ જોઈએ છીએ?* કારણ કે જે સ્થળ પર ચંદ્રયાન 3 લેન્ડ કરવાની યોજના છે તે સ્થળ હાલમાં અંધારામાં છે (એક ચંદ્ર રાત્રિ 14 દિવસની અવધિ છે). તેથી અમે ઉતરાણ સ્થળ પર સવારની (14 દિવસના સૂર્યપ્રકાશનો પહેલો પ્રકાશ) રાહ જોઈ રહ્યા છીએ...! *આતુરતાપૂર્વક રાહ જોવાતી આ ઘટનાનું લાઈવ પ્રસારણ બુધવાર, 23 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 5:27 વાગ્યાથી ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ અને ડીડી નેશનલ ટીવી સહિત બહુવિધ પ્લેટફોર્મ પર કરવામાં આવશે* તેથી તેને ચૂકશો નહીં... દિવસ, તારીખ અને સમયને બ્લૉક કરો - બુધવાર, 23 ઓગસ્ટ 2023 આ *ગ્રાન્ડ ફિનાલે માટે IST સાંજે 5:27 થી શરૂ થાય છે! કંઈક ઐતિહાસિક સાક્ષી બનવાની તક ગુમાવશો નહીં... યાદ રાખો કે તમારા પૌત્રો તમને આ દિવસ વિશે પૂછશે.. 🇮🇳
પ્રજાપાલક મહારાજ ૧૯૫૪-૧૯૫૫ના સમયની આ વાત છે.ભારત આઝાદ થયું અને રજવાડાનું વિલિનીકરણ થયું એ વાતને સાતેક વર્ષના વહાણા વાઇ ગયાં છે.ભારતસંઘમાં જોડાવવા માટે સૌપ્રથમ સરદાર પટેલને હાથે માતૃભુમિને સોંપી દેનાર ગોહિલવાડ-ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હવે મદ્રાસ સ્ટેટના ગવર્નર ( રાજ્યપાલ ) હતાં. જ્યારે ભાવનગર રજવાડું હતું ત્યારે આખા ભારતમાંથી કદાચ એકમાત્ર ભાવનગરમાં એવો કાયદો હતો કે ગોહિલવાડ કોઇપણ પ્રજાના ઘરે ચોરી થાય તો રાજ એ ચોરને પકડી પાડે અને ચોર ના પકડાય તો ચોરીની રકમ રાજ્યના ખજાનામાંથી એ વ્યક્તિને ભરપાઇ થાય ! આ નિયમને ભાવનગરના બધાં રાજવીઓ ચુસ્તપણે પાળતાં. આ તો આઝાદી પહેલાંની વાત થઇ પણ હવે રજવાડાનું વિલિનીકરણ થઇ ગયેલું એટલે ભાવનગરનું રાજ પણ રહ્યું નહોતું.છેલ્લા મહારાજ કૃષ્ણકુમારસિંહજી અગાઉ જણાવ્યું તેમ મદ્રાસના ગવર્નર હતાં. એમાં એક દિવસ ભાવનગરના કોઇ ગામડાંનો એક ખેડુત ભાવનગર દરબારમાં આવ્યો. " મહારાજા ક્યાં ? " " કેમ ? " " મારા બળદ કોક ચોરી ગ્યું છે. " " મહારાજ તો અહિં નથી.મદ્રાસ છે. " ગામડાં ગામના આ ખેડુતને ત્યારની ઘણી પ્રજાની જેમ ખબર નહોતી કે આઝાદી મળી એને તો સાત વર્ષ થઇ ગયાં છે અને હવે ભાવનગર રજવાડું રહ્યું નથી.એ બિચારો પોતાની નાનકડી દુનિયામાં જીવતો હોય એને રાજકીય ઉથલ-પાથલો હારે શી લેવા દેવા ? અને ત્યારે ભારતના ઘણા વિસ્તારોમાં સંદેશાવ્યવહારની આધુનિકતા પણ નહોતી. ખેડુત મદ્રાસ ગયો.મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળ્યો. " બાપુ ! ભાવનગરથી હાલ્યો આવું છું. " " આવો બાપ.કેમ જાત્રા કરવા આવ્યા છો ? " " ના બાપુ.જાત્રા તો અમારા નસીબમાં ક્યાંથી હોય ? " " તો ? " " બાપુ મારા બળદ કો'ક ચોરી ગ્યું.... " " ઓહ ! કેમ કરતાં ભાઇ ? " " બાપુ,બપોરની વેળાં ખેતરે સાંતી છોડીને ભાતું ખાઇને વડલાંની છાયામાં ઘડીક લાંબો વાંસો કીધો ને ઇ તકનો લાભ લઇ કો'ક ઝપટ બોલાવી ગ્યું.બેય બળદોને પડખેના બાવળીયાની છાંયે બાંધેલા. " " એમ....સુતા'તા ને લઇ ગયાં ભાઇ ? " " હા બાપુ.સુતો'તો ને લઇ ગ્યાં. " " વાંધો નઇ ભાઇ..... તુ તો સુતો'તો ને લઇ ગયાં....આ અમે તો જાગતા'તાં ને બધું લઇ ગયાં !! લે ભાઇ આ પાંચ હજાર....નવી જોડ વસાવી લેજે ને બીજું સાંતી-લાકડું પણ લઇ લેજે. " અને એ જ ક્ષણે અત્યારના જમાનામાં દસ લાખથીય વધુ થાય એવી પાંચ હજારની રકમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપી દીધી. રાજા તો પરમેશ્વરનો અંશ હોય છે.આ રાજવી પણ સાક્ષાત્ પરનેશ્વરનો જ અવતાર હતો.શત્ શત્ વંદન !
જાહેર સૂચના... બે દિવસ માટે કોઈ પોતાની ગર્લફ્રેન્ડ કે વાઈફને ને ...તારા માટે ચાંદ તોડી લાવું....આવું કહેતા નહીં કેમકે 23મી એ આપણે ચંદ્રયાન લેન્ડ કરવા માટે ચાંદને ત્યાંનો ત્યાં જ રાખવાનો છે. આભાર...
મહારાણા ઉદયસિંહ ( ભાગ - ૨ ) શાસન 1540 માં, મેવાડના ઉમરાવો દ્વારા તેમને કુંભલગઢમાં તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેમની પ્રથમ પત્ની મહારાણી જયવંતાબાઈ સોંગારા (જાલોરના અખેરાજ સોનગરાની પુત્રી) થી તેમના મોટા પુત્ર મહારાણા પ્રતાપનો જન્મ તે જ વર્ષે થયો હતો. 1544માં શેરશાહ સૂરીએ માલદેવને સંમેલમાં હરાવી મારવાડ પર આક્રમણ કર્યું . ઉદય સિંહે હમણાં જ મેવાડમાં ગૃહયુદ્ધનો સામનો કર્યો હતો અને તેની પાસે સુર સામ્રાજ્ય સામે લડવા માટે સંસાધનો નહોતા, આમ તેણે ચિત્તોડને શેર શાહ સૂરીને આ શરતો પર સોંપી દીધું કે શેર શાહ મેવાડના લોકોને નુકસાન પહોંચાડે નહીં . શેર શાહે પણ શરતો સ્વીકારી લીધી કારણ કે તે જાણતો હતો કે ઘેરો લાંબો અને ખર્ચાળ હશે. ઉદય સિંહ અને તેમની કાઉન્સિલને લાગ્યું કે ચિત્તોડ ખૂબ જ સંવેદનશીલ છે અને તેથી મેવાડની રાજધાનીને સુરક્ષિત સ્થાન પર ખસેડવાની યોજના બનાવી. 1559 માં મેવાડના ગીરવા ભાગમાં કામ શરૂ થયું અને તે જ વર્ષે ખેતીને પ્રોત્સાહન આપવા માટે માનવસર્જિત તળાવ બનાવવામાં આવ્યું. તળાવ 1562 માં પૂર્ણ થયું અને નવી રાજધાની ટૂંક સમયમાં ઉદયપુર તરીકે ઓળખાવા લાગી . 1557 માં, હર્મદાના યુદ્ધમાં માલદેવ રાઠોડ દ્વારા ઉદાઈને હરાવ્યો અને તેની સામે મેર્તા હારી ગયો. 1562માં, ઉદાઈએ માલવા સલ્તનતના છેલ્લા શાસક બાઝ બહાદુરને આશ્રય આપ્યો , જેનું સામ્રાજ્ય અકબર દ્વારા મુઘલ સામ્રાજ્યમાં જોડાઈ ગયું હતું . સપ્ટેમ્બર 1567 માં, તેમના પુત્ર શક્તિ સિંહ, ધૌલપુરથી તેમની પાસે આવ્યા અને તેમને ચિત્તોડ કબજે કરવાની અકબરની યોજના વિશે જણાવ્યું. કવિરાજ શ્યામલદાસના જણાવ્યા મુજબ , ઉદય સિંહે યુદ્ધ પરિષદ બોલાવી હતી. ઉમરાવોએ તેને ચિત્તોડ ખાતે ચોકી છોડીને રાજકુમારો સાથે પહાડોમાં આશ્રય લેવાની સલાહ આપી. 23 ઓક્ટોબર 1567ના રોજ અકબરે ચિત્તોડ પાસે પોતાનો કેમ્પ બનાવ્યો. ઉદય સિંહ તેમના વફાદાર સરદારો રાવ જૈમલ અને પટ્ટાના હાથમાં ચિત્તોડ છોડીને ગોગુંડા (જે પાછળથી તેમની અસ્થાયી રાજધાની બની) નિવૃત્ત થયા . અકબરે ચાર મહિનાની લાંબી ઘેરાબંધી બાદ ચિત્તોડ પર કબજો કર્યો23 ફેબ્રુઆરી 1568ના રોજ; ઘેરાબંધી શહેરની ક્રૂર તોડફોડમાં પરિણમ્યું, જેમાં ચિત્તોડની ચોકી અને 25-40,000 નાગરિકો માર્યા ગયા. ચિત્તોડ મુઘલો સામે હારી જતાં, ઉદાઈ પાછળથી તેની રાજધાની ઉદયપુર ખસેડશે. 1572 માં ગોગુંદામાં તેમનું અવસાન થયું . તેમના મૃત્યુ પછી, જગમલે સિંહાસન કબજે કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મેવાડના ઉમરાવોએ જગમાલને સફળ થતા અટકાવ્યા અને 1 માર્ચ 1572ના રોજ મહારાણા પ્રતાપ સિંહને સિંહાસન પર બેસાડ્યા . જય મેવાડ જય હિન્દ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser