Quotes by Makwana Mahesh Masoom" in Bitesapp read free

Makwana Mahesh Masoom"

Makwana Mahesh Masoom"

@mahehsmakwna456@gmail.com
(43)

m

સુંદરી


એ થોડું થોડું શરમાતી'તી
એ મંદ મંદ મુસ્કરાતી'તી
પણ એ ગીત મધુરા ગાતી'તી

એની કાળી આંખો માં
કાળું કાજલ આંજેલ તેની
આંખો કેવી ચમકાતી'તી

અને અરીશા ની સામે ઊભી
લગાવી લાલી લાલ હોઠે
કેવું મીઠું મીઠું મરકાતીતી

એની વાયરે ઉડતી વાંકડીયાળી કાળી
લિસ્સી લટો ને તે
કોમલ કાન પાછળ સાજાવતી'તી

સુદ્ધ સુગંધી અંતરને આપતાં આનંદ
તેવા પાવન પવન ને તે માણતી'તી.

બાળક સંગે રમૂજ કરતી
સખ્યું સંગે બનતી સરારત

-Makwana Mahesh Masoom"

Read More

સુંદરી


એ થોડું થોડું શરમાતી'તી
એ મંદ મંદ મુસ્કરાતી'તી
પણ એ ગીત મધુરા ગાતી'તી

એની કાળી આંખો માં
કાળું કાજલ આંજેલ તેની
આંખો કેવી ચમકાતી'તી

અને અરીશા ની સામે ઊભી
લગાવી લાલી લાલ હોઠે
કેવું મીઠું મીઠું મરકાતીતી

એની વાયરે ઉડતી વાંકડીયાળી કાળી
લિસ્સી લટો ને તે
કોમલ કાન પાછળ સાજાવતી'તી

સુદ્ધ સુગંધી અંતરને આપતાં આનંદ
તેવા પાવન પવન ને તે માણતી'તી.

બાળક સંગે રમૂજ કરતી
સખ્યું સંગે બનતી સરારત

ફૂલો પણ જોઈ તેને આનંદ માં આવતા અતિ
કરતા વાતો હવા થકી
કે સંસ્કારી સુકન્યા છે એક યુવતી?
તે આજ હતી!

એની વાળની વેણી બનવાની ઈચ્છા હતી આતુરથી
તે હવે પુરી કરશે જરૂરથી

સૈયરું સંગતે ફરતી'તી તે
પવન જેમ પ્રસરતી'તી તે
જોઇ તેને આંખ આ મારી ઠરતી'તી બે

એ જાણીતી તો નહોતી
પણ એ અજાણીય નહોતી
હંમેશ એ આનંદ માં જ જણાતી'તી
પણ એ થોડું થોડું સરમાતી'તી.


મહેશ માસૂમ

Read More

બહું અદ્ધર રહેવું પણ સારું નથી,
બહું સદ્ધર રહેવું પણ સારું નથી.





મહેશ "માસૂમ"

"ઓ રંગીલી રિલ્સવાળી.........."

હે તારો ફોટો મે ઈન્સટ્રામાં જોયો
તારા ફોટા પર ગોરી હુતો મોહ્યો.
ઓ રંગીલી રિલ્સવાળી.....................


હે જોઈ મે જ્યારથી તારી અદા,
ગોરી હું થઈ જ્યો તારી પર ફિદા.
ઓ રંગીલી રિલ્સવાળી.....................


હે  તે નામ રાખ્યું છે તારું પ્રિંસિસ,
તને મળવાની માંગુ છું હું વિશ.
ઓ રંગીલી રિલ્સવાળી.....................


હે કોઈ 'દી તું લાઇવ નાં મળે
પાછો રિટર્ન તારો જવાબ ન જડે
ઓ રંગીલી રિલ્સવાળી.....................


હવે મેલ માસૂમ માયા એની તું,
પાગલ એના પ્રેમમાં નાં થઈ જાતું.
હો... છબીલા રિલ્સવાળી.....................


મહેશ માસૂમ
12-8-21

Read More

હવે કેટલી કરીશ વાતું,
મારું માથું હવે પાક્યું

         વોટ્એપવાળી જવાનડી........(1)

હે..સ્ટેટ્સ તો હું મેલું
તારી માએ મને કીધેલું.

         વોટ્એપવાળી જવાનડી........(2)

નથી કાળો કે નથી ધોળો,
હું છું છોરી ઘઉં વરણો.

          વોટ્એપવાળી જવાનડી........(3)

હે ..એટિટ્યુડ તો હું રાખું
તારી વાહે છે જગ આખું.

           વોટ્એપવાળી જવાનડી........(4)

લે જોઈ લે મારો ફોટો,
સરપંચનો છોકરો મોટો.

            વોટ્એપવાળી જવાનડી........(5)

-Mahesh Makwana

Read More

હે..વોટ્સએપની  વાતું,
થી ચડી જ્યું મારું માથું.

વોટ્સએપ વાળા જવાનયા.....(1)

હે સ્ટેટ્સ એવાં મેલે,
મારું દલડું ધક ધક બોલે.

વોટ્સએપ વાળા જવાનયા.....(2)

હે કાળો છે કે ધોળો,
તને કેમ કરી ખોળવો.

વોટ્સએપ વાળા જવાનયા.....(3)

હવે બતાવને તારો ફોટો,
તારો રૂવાબ તો બૌ મોટો.

વોટ્સએપ વાળા જવાનયા.....(4)

જોયું તારું ડીપી,
વધી ગ્યું મારું બીપી.

વોટ્સએપ વાળા જવાનયા.....(5)

હે મહેશ મેલ ને બધી વાતું,
આમાં શું કામ અટવાતું.

વોટ્સએપ વાળા જવાનયા.....(6)

-Mahesh Makwana

Read More

છીએ વિવિધ ભાતી,
અમે ગુજરાતી ........

ગરબા નાં તાલે નાચી,
અમે ગુજરાતી ........

સિંહની ત્રાડ ગજાવી,
અમે ગુજરાતી ........

અમે એક ભારત વાસી,
અમે ગુજરાતી ........

હર સ્વર ગુંજે ગુજરાતી,
અમે ગુજરાતી ........

મકવાણા મહેશ "માસૂમ"

17-12-21
શુક્રવાર

-Mahesh Makwana

Read More

જેણે ઓતરાદે તો ઢોરો છે ને,
દખણાંદે ખોડી નો ખોળો છે રે.
એવું હોળીધાર ઉગમણી દિશે
એને આથમણે જાગનાથ ચોકી છે

હો.. મારે ભાયાવદર ની ભાત  અનોખી છે............

એને ડુંગરે બેઠી અંબા માડી રે,
ને ખોડિયાર બોલે ખમ્મા માડી રે.
જેણે આગળ છે જલ્યાણ જોગી
એને પાછળ સ્વામીનાથ યોગી છે.

હો..મારે ભાયાવદર ની ભાત  અનોખી છે............

નદી ચોમાસે ધસમસ દોડતી રે
આપણી રૂપાવટી રૂપાળી રે.
પણ ઉનાળે લાગે છે થઈ
ગયેલી ડોહી કોઈ બોખી રે .

હો..મારે ભાયાવદર ની ભાત  અનોખી છે............

જ્યાં ભૂખ્યાને આપે રોટલો છે,
દીન દુખ્યાને આપે ઓટલો છે.
એવા માયાળુ આઈ નાં માનવી રે
આ ધૂળમાં ખેલવું એ વાત જ મોટી છે.

હો..મારે ભાયાવદર ની ભાત અનોખી છે............

એક એક પંક્તિ મે "માસૂમ" રે,
હો મારા આ અંતર પટથી ઓકી છે.
ભલે યાદ રાખી આખી કવિતા,
તો મે ગોખી ગોખી છે .

હો..મારે ભાયાવદર ની ભાત અનોખી છે...............

મકવાણા મહેશ "માસૂમ"
13-10-12
બુધવાર

Read More

તારો ઘુંઘટ એતો તારી લાજ છે.
એ તારી જ નહીં મારી પણ લાજ છે.

હું તો જાણું છું, તને પણ કહી દઉં
મારા દિલનગરમાં તારું જ રાજ છે.

મન તો થાય છે કે સાંભળ્યાં જ રાખું
કેવો કોયલ જેવો તારો અવાજ છે.

કેમ કરી ને તું સાંભળી શકે છે બધું?
આખા ઘરની જવાબદારી તારે માંથ છે.

હું તને ભલે કહેતો નથી કોઈ દિવસ
ખરેખર મને તારા પર બહુ નાજ છે.

વ્હાલ લાગણી પ્રેમ ત્યાગ આ બધાનો
પહેરેલ છે તે તારા માથે એક તાજ છે.

ગમે તે પરિસ્થિતમાં પણ લડી લઈશ
જો તે વખતે તારો મારી સાથ સંગાથ છે

-Mahesh Makwana

Read More