Quotes by Bhoomi Panchal in Bitesapp read free

Bhoomi Panchal

Bhoomi Panchal

@kush1994


કોઈ માણસે બહારથી પ્રેરણા લઈ ઓશિયાળા થવું એના કરતાં પોતાનામાંથી પ્રેરણા લઈ સ્વાવલંબી થવું એ મહત્ત્વની વાત છે.

-સુરેશ દલાલ

Read More

संसार में संघर्ष और कलह से डरना भी नहीं है और भागना भी नहीं है। भाग के जाओगे भी कहाँ? जहाँ जाओगे संसार पाओगे। अतः श्रीकृष्ण गीता में कहते हैं 'तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च'। दृढ़ हरि आश्रय में रहकर होश पूर्वक संघर्ष करने से मन-तन मज़बूत होता है।
-सप्रेम हरिस्मरण

Read More

समंदर में उठने वाली लहरों के बीच अपना मार्ग करते हुए जिस प्रकार कुशल नाविक अपने जहाज़ को निश्चित लक्ष्य की ओर ले जाता है, संसार के सुख-दु:ख आदि सभी द्वंद्वों से गुजरते हुए, मन में प्रभु के प्रति विश्वास के साथ हमें कल्याण की ओर बढ़ते रहना है।

- सप्रेम हरिस्मरण

Read More

true

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?

આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

‍‍~ધ્રુવ ભટ્ટ

#JSK

Read More

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

~ અમૃત ઘાયલ

Read More

જેમ લોહચુંબક લોખંડ ને આકર્ષે છે,
તેવી જ રીતે નિરાશાવાદી અને પોતાના માં
આત્મવિશવાસના અભાવ વાળી વ્યક્તિ નિષ્ફળતા અને મુશ્કેલીઓ ને આકર્ષે છે.

અભિગમ બદલ્યા વિના તેમને સુખ પ્રાપ્ત થવું દુર્લભ છે.

Read More

from whatsapp University

કળિયુગ ની અમુક વાતો જે મહદઅંશે સાચી છે.

લાગણીશીલ થઇ કરેલા વિશ્વાસ ને લીધે મે મારા મિત્રો ને પણ મારી પીઠ પાછળ મારા ચારિત્ર્ય ની વાતો કરતાં જોયા છે...

કળિયુગ માં કોઈ વિશ્વાસપાત્ર હોવું એ ખૂબ દુર્લભ છે

ફક્ત અંતરાત્મા અને ઈશ્વર પર વિશ્વાસ મૂકવો એ જ આનાથી બચી રેવાનો ઉપાય છે નહિતર માઠા પરિણામો માટે તૈયાર રહેવું જ પડશે..

આ વિચાર મનમાં સ્થાયી કરવો જ રહ્યો

Read More

નિર્ણયો લઈ રહ્યા છો , મારી ઈચ્છા ની વિરુદ્ધ
પણ સંબંધ જાળવી રાખીશ, એ વાયદો આપી શકું

યોગ્ય સમયે યોગ્ય પરિસ્થિતિ માં જ થઇ શકે વાત
આટલી સાદી વાત ઠસાવો મગજમાં, તો મારી વાતો આપી શકું

ઘણી વાર દિમાગ ચીંધે તે માર્ગે જ જવું હિતાવહ છે
લાગણી બાજુ માં મૂકી શકો, તો સારો અનુભવ આપી શકું

મિત્રો પર વિશ્વાસ રાખ તું, ના નહિ પાડું, પણ સાવ ખાનગી ખજાનો તું એને આપી દે, એ રજા ના આપી શકું

ખોટી ધારણાઓ દુઃખ નું કારણ બને જ છે ,
નઈ તૂટવા દઉં વિશ્વાસ , એ સોગંદ આપી શકું

મારી અરજનું માન જળવાશે જ, એ માનવું જ રહ્યું મારે
જો અપમાન થશે તો, પાણી ની જેમ વહી શકું....

#વિદાય_પ્રસંગ
#જય શ્રી કૃષ્ણ

Read More

પૈસા પણ આવે છે, પરિસ્થિતિ પણ સુધરે છે
ફક્ત સમય જ પાછો આવતો નથી....

દલીલો, ને વાતો, ફરીયાદો, બધું એકસરખું લાગે
બેઅસર થઈ જાય બધું, જ્યા સમય જ ફાળવાતો નથી....

ખોટુ સાહસ એ પણ ફક્ત પ્રિયજન ને વાત ક્રરવાં ....
ડુબી શકે સંબંધ એક ભુલ્ થી, મુર્ખામીથી સંબધ સચવાતો નથી....

મળીશું કદાપિ જો હશે પ્રારબ્ધ મા તો, ચિંતા આપ ઈશ્વર ને
કેમ કે લખેલુ વિધિ નું ક્યારેય બદલાતું નથી....

ઢળતી સંધ્યા છે લુટી લો જીવન ના રંગ જેટલા લુટી શકો
વધશે ના એકે પાઈ, લખી રાખજે, આ કઈ બાપ દાદાનું ખાતુ નથી...

ખોટુ સાહસ એ પણ ફક્ત પ્રિયજન ને વાત ક્રરવાં ....
ડુબી શકે સંબંધ એક ભુલ્ થી, મુર્ખામીથી સંબધ સચવાતો નથી....

Read More