The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શિક્ષણ માં હેપ્પીનેસ (ભાગ-૧: Mindfulness) માઈન્ડફૂલનેસ એટલે કે ધ્યાન આપવાની પ્રક્રિયા જેને આપણે ધ્યાનકેંદ્રિકરણ કહી શકીએ છીએ. બાળકનું કોઈ પણ પ્રવૃત્તિમાં સારી રીતે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, ધ્યાન આપવાથી તેના કૌશલ્યો અને બુદ્ધિ-ક્ષમતામાં વધારો થશે. તેમાં નીચે મુજબના મૂદ્દા લેવામાં આવ્યા છે. 1.Mindful Thinking -અહી બાળક કઈ પણ વિચારે છે, તે વિચાર પર વધુ ભાર મૂકવામાં આવે છે. બાળકના વિચાર હકારાત્મક પણ આવી શકે અને નકારાત્મક પણ આવી શકે. આપણે તેને હકારાત્મક વિચારો તરફ માર્ગ બતાવાનો છે. બાળકને ધ્યાનથી મગજનો ઉપયોગ કરીને સાચું અને સારું શું તે તરફ વિચારતો કરવો જરૂરી છે. 2.Mindful Reading -બાળક જ્યારે પણ વાંચવા બેસે ત્યારે તેનું ધ્યાન અમૂકવાર બીજે ક્યાંકજ હોય છે. જેમકે વાંચતાં-વાંચતાં ટીવી જોવું કે જમતા-જમતા વાંચવું. આવા સંજોગોમાં બાળ- મનોવિજ્ઞાનના મત મુજબ બે કામ એકસાથે થઈ શકે નહીં અને થાય તો પણ યોગ્ય રીતે તો બિલકુલ થઈ શકે નહીં. ધ્યાનપૂર્વક બાળક વાંચી શકે તે માટે શાંત, પ્રકૃતિમય અને આરામદાયક જગ્યાની વ્યવસ્થા અતિ આવશ્યક છે. 3.Mindful Acting -કંઈક કરવું કે આગળ વધવું જેનો ઍક્ટિંગ માં સમાવેશ કરી શકાય. અહી કોઈ ફિલ્મનું રિહર્સલ નથી કરવાનું પણ અહી બાળક દ્વારા લેવાતા નિર્ણય અંગે ધ્યાન દોરવાનું સૂચન કરવામાં આવે છે. કોઈ પણ નિર્ણય બાળક તેની સમજદારીથી લઈ શકે અને ભવિષ્ય ભાખી શકાય તેવા નિર્ણયો લે એ અતિ આવશ્યક છે. એ માટે બાળકને ધ્યાનથી યોગ્ય નિર્ણય લેવાનું કહેવામાં આવે ના કે ઉતાવળો નિર્ણય. 4.Mindful Observing -ઘણું બધુ માત્ર જોવાથી પણ શીખી શકાય છે. બાળક નું ધ્યાન-પૂર્વક કોઈ પ્રવૃત્તિમાં રસ દાખવીને જોવું એ પણ એની શીખવાની શક્તિમાં વધારો કરે છે. 5.Mindful Speaking -ધ્યાનથી બોલવું, સારું બોલવું, સુવાચ્ય અને વ્યાકરણની ભૂલો રહિત બોલવું તથા સત્ય બોલવું એ નાના બાળકને નાનપણથી જ શીખવાડવું જરૂરી છે જેથી તે મર્યાદામાં રહીને સારી રીતે માનવ સંબંધ બાંધી શકે. 6.Mindful Writing -ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે એવું આપણે બધા જાણીએ છીએ પણ આ વાતનું બાળક સામે વારંવાર રટણ કરવાથી તે માનસિક રીતે ધીમો પડી જાય છે. દિવાળી વેકેશન કે ઉનાળુ વેકેશનનો સમય લઈ એને લેખનપોથી ના નિયમિત ઉપયોગ કરાવાથી તેના અક્ષરોમાં સુધાર લાવી શકાય છે. કોઈ બાળક ખુબજ ધીમે ધીમે લખતો હોયતો ટીવીમાં દેખાતી સમાચાર ની લાઇન લખવાનું કાર્ય આપવું. વારંવાર સમાચારની લાઇન સાથે તાલ મિલાવવા જતાં તેની લખવાની ગતિમાં વધારો કરી શકાય છે. 7.Mindful Breathing -બાળકના માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ મહત્વ આપવું. તેને કસરત અને યોગના મૂલ્યો સમજાવવા. ધ્યાનપૂર્વક જો યોગ કરશે તો તેની બુદ્ધિ-ક્ષમતા અને શારીરિક ક્ષમતા પર અસર પડશે અને તેનો ભરપૂર લાભ ભવિષ્યમાં તે મેળવી શકશે. -કુલદીપ
Aladdin...my new story is coming soon...wait and read....
મને થયું આજ મન મૂકીને રડી લઉં, મારી નદીને દરિયામાં ઠાલવી દઉં....(૨) પ્રેમ ભર્યો સંબંધ હતો આપણો, એમાં તમને ક્યાં ખોટ વર્તાય, દિલ મારું આટલું તડપાવ્યું, એમાં તમને ક્યાં ભાવ વર્તાય, મને થયું આજ મન મૂકીને રડી લઉં...(૧) દિલ થી કહું છુ મારી લાગણીમાં હતી, બસ તારી જ લાગણી, સમય સાક્ષી છે મારી વાણીમાં હતી, બસ તારી જ વાણી, મને થયું આજ મન મૂકીને રડી લઉં...(૧) નહોતા મળ્યા તમારા નયનને, છતાં અમે સ્પર્શી ગયાં, નહોતા જોયા તમને સ્વપ્નમાં, છતાં તમે આકર્ષી ગયાં, મને થયું આજ મન મૂકીને રડી લઉં...(૨) -કુલદીપ
પ્રેમની ધારાએ ધારાએ વહેવું છે મારે…. પ્રીતને સંગ રહેવું છે મારે...(૨) નદીના નીરમાં ભળવું છે મારે, પ્રેમના અંતર આત્મામાં મળવું છે મારે, ગઝલરૂપી નાવડીમાં પ્રીત આપવી છે મારે, પ્રેમરૂપી પુષ્પોમાં સુગંધ બનવું છે મારે, પ્રેમની ધારાએ ધારાએ વહેવું છે મારે….(૧) માટલાંનું પાણી નથી બનવું મારે, વિશાળ સમુંદરમાં વહેવું છે મારે, બંધ મકાનમાં નથી રહેવું મારે, પંખીની જેમ આભમાં ઉડવું છે મારે, પ્રેમની ધારાએ ધારાએ વહેવું છે મારે….(૨) -કુલદીપ
આનંદ લો...! શ્વાસ લેવાય છે તેનો આનંદ લો, પ્રાણ પોષાય છે તેનો આનંદ લો, એ વધે કે ઘટે ગૌણ ઘટના ગણો, દર્દ સહેવાય છે તેનો આનંદ લો, કંઇજ ન થાય એતો જગતની વાત, પણ જે કઈ થાય છે તેનો આનંદ લો, પ્રાણમાં અસ્તિત્વ જીવનનું છે, તેના રસદાર ઘૂંટનો આનંદ લો, ધૂળ છે કે રત્ન એ ન જુઓ, મૂલ્ય અંકાય તેનો આનંદ લો, દેહ ભલે થઈ જાય નકામો પણ, શીશ ઉચકાય તેનો આનંદ લો, છે ગઝલમાં મારા અંગત તત્વ, કંઈ સમજાય તો આનંદ લો......! -કુલદીપ
તડપ ....... ફૂલ ને ખુશ્બુ મળે , નાવ ને સાગર મળે , આપ જો આવો તો , દિલ ને દિલદાર મળે , બંધ કરી નયન ને , અમે તમને નિહાળ્યા છે , ખૂલી આંખે દેખાઓ, તો દિલ ને ટાઢક મળે, ગુલાબ ની દરેક પાંખડીમાં, અમે તમને જોયા છે, મહેક બની ને આવો તો , દિલ ને તાજગી મળે, પંખી ની જેમ ગગન માં , તમારી સાથે ઉડવું છે મારે, આપનો સાથ જો મળે , તે જીવન જીવી લેવું છે મારે....!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser