The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આપી આપીને તમે દલડું આપો વ્હાલમ ! ધડકન આપોતો અમે જીવીયે ... જાત કરી જીર્ણ એની કળશી ભરી ને એને અક્ષતની આડમાં સંતાડ્યા મોટેરા માટને ગરણું ઓઢાડી અમે ઝાકળને જય વરી આવ્યા આપી આપીને તમે હોંકારો આપો વ્હાલમ ! હાથ આપોતો અમે આવીયે કલમની કણી થીજે ને થરથરે ને અધરોમાં અટવાણુ શું ? હકલાતી લુલી ને તું ઓળઘોળ થઈજાય ને પછી લાજનું મારે કરવું શું ? આપી આપીને તમે વિરહ આપો વ્હાલમ ! વર્તારો આપોતો અમે આવીયે કૃતિ રાવલ
અંધારાની ઓસરીયું આડી નડે તો ...!!! તું એને અંતર ના ઓરડે જીક , કોરપ ના રંડાપા મેલી ને માળિયે... હવે આથમણે ઉગમણા લિપ.... આંકડા ના અધૂરાં ઓરતા રહે એમ , જો મોતી હોય તો તો હોય એને છીપ , મરજાદા મેલી ને મોકા ની તાળીએ .. હવે કમાડ કાજળ ના કરી ને ટીપ ... લોકો ના અબોલડા ઓછા પડે તો , સથવારો આતમ નો પી લે ઘડીક , અંતે તો વરતારો ભોળા ના ધામ માં ; અજવાળા શ્વાસો ની સમીપ... અંધારાની ઓસરિયુ આડી નડે તો ... કૃતિ રાજકોટ
મને મળ્યા પછી, હું મને ઓળખી ગઈ , ને આયખાની ,એંઠી ચમક ઓસરી ગઈ . તિમિર તને ટાળું કરી ઉપાય બે આંખનો , તો, રાત આડે સવાર સ્હેજ અભડાઈ ગઈ !! કાંચની કટારીમાં ઢોળાવ છલકે અનેક , તારા હાસ્યની હારડીમાં ખરડાઈ ગઈ . લચકી , મચકી ને જરા વીંટળાણી તુજને , ગ્રીવા અધર ગાંઠ છોડતા જરા મરડાઈ ગઈ . ને સુજકાનું શાણપણ બધું રહ્યું જેમ નું જેમ , ને અંતે ઘંટલે જુવાર જીણી ભરડાઈ ગઈ. kruti
સુકી સોપારી ને સાથીયા ભીના, અક્ષત ઓઢીને થયા અમે "ઈ" ના , મીટ માંડે આઘે ઓરે સાળીના સામૈયા, માંડવ ફોરમ લહેરે હાથે ચમકે હીના ..Kruti
વિરહ કુઇનું ઓલું કાળોતરું નીર , હૈયાને હવાલે કરે એ તારી પીર લીલુરી વેલના વળાંક કઈ એવા જાણે છેટું ફૂલને ફોરમનું જૂઈની ગંધ રાહમાં લૂંટાવી વાવ્યું પાન એક મંઝીલનું થીજી ગયેલી એક બળબળતી રાતને આજ લૂંટી હાલ્યો ઓલો વીર પાનખર જવાની રાહે ને રાહે થડિયાના હાલ થયા એવા વાટેલા કેસૂડાની ફોરમ ચોરીને મહેકે આ મનના કુંડા કેવા ... જોબન મજધારે મોરસ વગરની એવી દરિયાને પીરસેલી હું ખીર પજવે રે મુજને આ કાળોતરું નીર ....
#Kavyotsav તારા હોવાથી વાલમ હૈયાને હેમ છે , ને દિલને આઠમી અજાયબીનો વ્હેમ છે !! આદરમાં તારા અટવાયા મારા આઠે પ્રહર, જાણવા માતર કે કેસરિયા તું હેમ ખેમ છે !! આડશના કાટમાળ આઘા ખસેડીને જોઊં, નયનોમાં તારી રાહનો નઝારો કઈ એમ છે !! શબદ સરેને થોડા અટવાય લાલ લુલીમાં, થીજ્યાતા જે થડકારા તે હજુ એમનેમ છે !! આવ ! કે ચાતક કોરું ધાકોર પડ્યું છે પંડમાં, વિરહમાં તારા ધણિયાણી તારી જેમ તેમ છે!!
#KAVYOTSAV આપી આપીને તમે દલડું આપો વ્હાલમ ! ધડકન આપોતો અમે જીવીયે ... જાત કરી જીર્ણ એની કળશી ભરી ને એને અક્ષતની આડમાં સંતાડ્યા મોટેરા માટને ગરણું ઓઢાડી અમે ઝાકળને જય વરી આવ્યા આપી આપીને તમે હોંકારો આપો વ્હાલમ ! હાથ આપોતો અમે આવીયે કલમની કણી થીજે ને થરથરે ને અધરોમાં અટવાણુ શું ? હકલાતી લુલી ને તું ઓળઘોળ થઈજાય ને પછી લાજનું મારે કરવું શું ? આપી આપીને તમે વિરહ આપો વ્હાલમ ! વર્તારો આપોતો અમે આવીયે .
અમે એવા તે કોણ છીએ તારા ? કે સ્હેજ લાલી લચકી ને સ્હેજ ફરક્યો ગુલાલ , ને તું ત્યાં વાદળમાં વાવે ચમકારા !! અમે એવા તે કોણ છીએ તારા ? હરખુડા હૈયાની હાટડીયે ઘર કર્યું અંતે ''જય'', બટકબોલી બાવરી બેસે ને ઉઠે હું લંગારુ નાવ કે નય.? વાડ વેલા ની ઠેકવા જાઉં ને તારા સામા આવે મજધારા !! અમે એવા તે કોણ છીએ તારા ? ધખતો વૈશાખ દઝાડે મુજને જાણે પોષની ઠંડક , ધ્રૂજવાની વાતે ઉઠે આંખોમાં એક નવી ચમક , મેણામાં નણદી બબડે કે ભવ -ભવ ના કોના લીધા છે સથવારા ..? બોલ ને અમે એવા તે કોણ છીએ તારા ?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser