Quotes by Kavin Shah in Bitesapp read free

Kavin Shah

Kavin Shah

@kavin.shah
(8)

કોઈ આવે અને કોઈ જાય છે,
આવું મારી સાથે પણ થાય છે.

પ્રેમ ભલે હોય બંને તરફ સરખો,
અંતે જાતથી આગળ ક્યાં વધાય છે?

આવ્યાં હોય છે જે સામેથી કવિન ,
જીવન ક્યારેક એનાથી પણ જોખમાય છે.

વાવાઝોડું કે કુદરતી આફત માં નહિં !
માણસ તો માણસથી અહીં ફસાય છે.

-કવિન શાહ
મોરબી

Read More

મેં વિશ્વાસને તિજોરીમાં રાખ્યો જ નહીં,
છેડો સબંધોનો કોઈ વાર માપ્યો જ નહીં.

કદાચ હું પણ ખુશ થઈ જાત જિંદગીમાં,
અફસોસ સ્વાદ સ્વાર્થનો ચાખ્યો જ નહીં.

ને આમ જુઓ તો એક ગુનો મેં પણ કર્યો,
ભાર આંશુનો એના પર ક્યારેય નાખ્યો જ નહીં.

અને ભુલો બધી મારી જ હતી કાયમ કેમકે,
મેંજ એને પાઠ દુરીનો એક વાર ભણાવ્યો જ નહીં.

આજ પછતાવો ' ફાડ' એક વાતનો છે જેમ,
આપ્યો દગો એને બધાયે એવો મેં આપ્યો જ નહીં.

થઈ ગયો છે આજ કાલ જે પ્રેમનો મતલબ,
એવો મતલબ હું કોઈદી સમજ્યો જ નહીં.

કવિન શાહ

Read More

આંખો મારી એક નશામાં હોય છે,
એ ત્યારે બહુ મજામાં હોય છે.

પ્રેમ હો ભલે ને બન્ને તરફથી પણ,
કોઈ એકજ એમાં વફામાં હોય છે.

ને ડુબો તમે છતાં નથી હોતી ખબર,
તળિયા ક્યાં અને કશામાં હોય છે !

અને લાગણીની આપ લે માં સાદો,
નિયમ છે,કોઈ એક નફામાં હોય છે.

મુકે છે અહીં શહીદોની તસ્વીરો બધા,
તો જીવતાં જીવે શુ નકામાં હોય છે !?

જે રીતે હું રડ્યો છું પ્રેમમાં હવે નથી,
વિશ્વાસ કે ભગવાન બધામાં હોય છે !

કવિન શાહ

Read More

હવે આગળ કોઈ રસ્તો નથી,
સાથ તારો કાંઈ સસ્તો નથી.

એવું નથી કે હું રડું છું કાયમ,
બસ આતો ખાલી હસતો નથી.

ને પાગલ છું પ્રેમમાં હું ફક્ત ,
કૈ એવું નથી ખેલ સમજતો નથી.

અને કરે છે જેમ બધા સોદાઓ,
એવા લોકો વચ્ચે હું વસતો નથી.

ઘણા આવી જતા રહ્યા એક હું,
એનાથી દુર ક્યારેય ખસતો નથી.

- કવિન શાહ
   કવિ ફાડ

Read More

प्यार अगर है किसीसे तो कभी जताना नही
अकेले हो तुम जिंदगीमें वो कभी बताना नही

पानी अगर गले से ऊपर तक पहुचे तो ठीक है
मगर पानी सिरसे ऊपर पहुचे फिर मनाना नही

-Kavin Shah

Read More

હું પણ એક દિવસ આંખમાં આંશુ સાથે પુરસ્કાર હાથમાં લાવીસ,
તમે બહાર ઉભા જોતા હસો હું પીંજરું તોડી બહાર આવીશ.

-Kavin Shah

Read More

હું મારું સ્વમાન છોડી તને મળવા નહિ આવું,
ક્યારે મળીશું ? એવુ બોલી તને મળવા નહિ આવું.

લોકો કહે છે કે હું બહુ જલ્દી ભૂલી જાવ છું બધું,
હું મારી એ ટેવ છોડી તને મળવા નહિ આવું.

કહે જો તું , તો માથા પર બેસાડવાની તૈયારી છે,
પણ બે હાથ જોડી તને મળવા નહિ આવું.

ને તૂટી ગયો છું,એ ધારણા સૌ કોઈને મનમાં છે,
હવે એ ધારણા તોડી તને મળવા નહિ આવું.

તને જો હોય હરખ મને મળવા નો તો ઠીક છે,
તારા ઘરનું બારણું ખોલી તને મળવા નહિ આવું.

કવિન શાહ

-Kavin Shah

Read More

મેં અમુક મને ન ગમતાં દ્રશ્યો પણ જોયા છે,
આશાની ચિતાએ મારા આશુ બળતા જોયા છે.

-Kavin Shah

મળ્યાં નથી હજુ કેટલાય જવાબો હું શું કરું ?
આવતા અટકતાં નથી એ ખયાલો હું શું કરું ?

જાગવું છે,ચાલવું છે,દોડવું છે પામવા મંઝીલ,
પણ જ્યાં રસ્તા ખુદ બન્યાં હો નવાબો હું શું કરું ?

-કવિન શાહ

-Kavin Shah

Read More

નથી પડવા માંગતા અમે વિવાદમાં,
પછી કોઈ હાથ જાલતા નથી બાદમાં,

-Kavin Shah