The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ અંતિમ સલામી ને જોઈને ક્રિકેટર કપિલ દેવ ટીવી સામે ઉભા થઈને રડવા માંડ્યા હતા કારગિલ યુદ્ધ પહેલા ક્યારેક જ ભાગી એવું બન્યું હતું કે ભારત પાકિસ્તાનના ક્રિકેટ મેચને રોકવો પડે...... એક ઘટના કારગિલ યુદ્ધ દરમિયાન એવી બની ગઈ કે કપિલ દેવ ટીવી સામે ઉભા રહી ને લાંબા સમય સુધી રડતા રહ્યા આગલા દિવસે એ ઘરમાંથી નીકળ્યા અને મીડિયાને કહ્યું કે એ તસવીર જોયા પછી એ આખી રાત સૂઈ નથી શક્યા.... વર્ષ 1999માં ભારત નું પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું... દરરોજ કોઈને કોઈ વીર સપૂત શહીદ થઈને તિરંગા માં લપેટાઈને દેશના વિવિધ દિશામાં પોતાના ઘરે પહોંચી રહ્યા હતા સમાચાર પત્રો, રેડિયો ,અને ટેલિવિઝન માં રોજ આ અંગેના સમાચારો પ્રગટ થતા હતા લોકોનો ગુસ્સો વધતો જતો હતો પરંતુ ક્યારેય લોકોનો ગુસ્સો આટલી હદે બહાર નહોતો આવ્યો... પરંતુ આ બધા વચ્ચે સમાચારપત્રોમાં એક એવી તસવીર પ્રકટ થઈ કે જે જોઈ અને ક્રિકેટર કપિલ દેવ ખૂબ જ ગુસ્સે થયા અને એમણે ભારત સરકાર ને કહી દીધું કે બહુ થયું હવે આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ નથી રમવું નથી જોઈતી પાકિસ્તાન સાથેના ક્રિકેટ ની કમાણી..... કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વિવેક ગુપ્તા નો શબ જ્યારે દિલ્હી પહોંચ્યું ત્યારે તેમના પરિવારજનો તેમના અંતિમ દર્શન કરવા અને એમને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા બધાજ વારાફરતી એમને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા હતા...... આ દરમિયાન તેમના પત્ની કેપ્ટન જયશ્રી સેનાના ગણવેશમાં ત્યાં પહોંચ્યા અને એમને સેલ્યુટ કરી અને શ્રદ્ધાંજલિ આપી..... પોતાના પતિ અને સેલ્યુટ કરતી અને શ્રદ્ધાંજલિ આપતી કેપ્ટન જયશ્રી ની તસ્વીર જ્યારે સમગ્ર દેશે જોઈ ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને લોકોની આંખમાંથી પણ આંસુ નીકળવા માંડ્યા આ ઘટનાને કપિલદેવે પણ જોઈ જયારે કેપ્ટન જયશ્રીએ સેના ની ધૂન પર વિવેક ગુપ્તાને સેલ્યુટ કરી ને શ્રદ્ધાંજલિ આપી ત્યારે કપિલ દેવ અને આખો દેશ એ દ્રશ્ય જોઈને રડી ઉઠ્યો અને આખો દેશ પાકિસ્તાન ઉપર ફિટકાર વરસાવવા માંડ્યો વીર શહીદ મેજર વિવેક ગુપ્તા ના પત્ની કેપ્ટન જયશ્રી પ્રત્યે લોકોનો સન્માન વધવાનું કારણ એ વિવેક ગુપ્તા ના પત્ની હતા એટલું જ નહીં પરંતુ એક બીજુ કારણ પણ હતું જે લોકોને ત્યારે ખબર નહોતી.... એ કારણ તે હતું કે કેપ્ટન જયશ્રી અને વિવેક ગુપ્તા વચ્ચે કૌટુંબિક વિખવાદ ચાલતો હતો અને બંને અલગ રહેતા હતા પરંતુ જ્યારે એ મને ખબર પડી કે તોલોલીંગ ટેકરી ઉપર વિજય પ્રાપ્ત કરતી સમયે કેપ્ટન વિવેક ગુપ્તા વીરગતી પામ્યા છે ત્યારે તે પોતાની જાતને રોકી ન શક્યા અને દિલ્હી એરપોર્ટ પર આવી અને રોતા રોતા સલામી આપી ને શ્રદ્ધાંજલિ આપી કેમકે છેલ્લે તો તેઓ એક ભારતીય નારી હતા... શહીદ મેજર વિવેક ગુપ્તા અમર રહો..... ( નીચે તે ઐતિહાસિક અને હૃદયદ્રાવક તસ્વીર)
કચરાના ઢગલામાંથી પ્રખયાત રોક ગાર્ડન બનાવવા વાળા નેકચંદ સૈની ની જીંદગી કરોડો લોકોને પ્રેરણા પૂરી પાડે છે દુનિયામાં અમુક લોકો ધૂની હોય છે તેઓ કોઈ પણ ભોગે પોતે ધારેલું કાર્ય કોઈપણ સંજોગોમાં કરીને જ જંપે છે........ પછી ભલે ને દુનિયા ઉચા નીચી થઈ જાય..... ચંડીગઢને રોક ગાર્ડનની ભેટ દેવા વાળા નેકચંદ સૈની તેવીજ એક વ્યક્તિ હતા, પોતાની તાકાત ઉપર કચરાના ઢગલાને વિશ્વની સૌથી લોકપ્રિય પર્યટન ની જગ્યા બનાવવા વાળા નેક ચંદ સૈની ની કહાની એટલી જ પ્રેરણાદાયી છે. બે વર્ષ પહેલાં જ કેન્સરની બીમારી સામે ઝઝૂમતા તેમનું મૃત્યુ થઈ ગયું પરંતુ માણસ જો વધારે તો શું કરી શકે એમની કહાની ઉપરથી જાણી શકાય છે... નેકચંદ સૈની નો જન્મ ૧૫મી ડિસેમ્બર ૧૯૨૪ ના રોજ શંકર ગ ઢ નામના એક જિલ્લામાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે, તેમનો પરિવાર શાકભાજીની ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તેઓ પંજાબના નાના શહેરમાં રહેવા લાગ્યા, વર્ષ 1951માં નેકચંદ સૈની ને રોડ ઇન્સ્પેક્ટર તરીકે પંજાબ સરકાર માં નોકરી મળી અને જલ્દી તેમનો ટ્રાન્સફર ચંડીગઢમાં થયો... જ્યારે ચંડીગઢમાં કન્ટ્રકશનનું કામ મોટા પાયે શરૂ થયું ત્યારે નેકચંદ સૈની ને રસ્તા નિરીક્ષક ના પદ ઉપર મૂકવામાં આવ્યા, નેકચંદ સૈની પોતાની નોકરી પૂરી થયા પછી પોતાની સાઇકલ ઉઠાવતા અને ખાલી કરાયેલા ગામડાં અને પીડબ્લ્યુડી સ્ટોરમાંથી નકામો સામાન અને ભંગાર એકઠો કરતાં, તેઓ ખાલી પડેલા જંગલની જાતે સફાઈ કરતાં અને કચરામાંથી ક્રિએટિવ વસ્તુ બનાવતા, તેઓ પોતાનું કામ એવી ખામોશીથી અને ગુપ્તતા થી કરતા કે તેની જાણ તેમના ઉપરી અધિકારીઓને 19 વર્ષ પછી થઈ ત્યાં સુધીમાં નેકચંદ સૈની ૪ એકર જગ્યામાં વિવિધ કલાકૃતિઓ બનાવી ચૂક્યા હતા જ્યારે સરકારે તેે ગાર્ડનનો નાશ કરવાનું વિચાર્યું ત્યારે પંજાબના લોકો તેમના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા અને છેલ્લે લેન્ડસ્કેપ એડવાઇઝરી કમિટિ એ ગાર્ડન ને મંજૂરી આપી દીધી, એ જમાનામાં chief એડમિનિસ્ટ્રેટર ડોક્ટર એમ.એસ રંધાવા એ તેને રોક ગાર્ડન નું નામ આપ્યું કુલ ચાલીસ એકરમાં ફેલાયેલા ગાર્ડનનો 1976માં સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ગાર્ડન નું કામકાજ ત્રણ સ્ટેપમાં કરવામાં આવ્યું હતું પ્રથમ સ્ટેપમાં એવી કલાકૃતિઓનો સમાવેશ થતો હતો કે જે નેક ચંદ સૈનીએ ગુપ્તતા થી બનાવ્યા હતા. ત્યાર પછી બીજા સ્ટેપ નું કામ એમણે 1983માં પૂરું કર્યું આ વખતે ગાર્ડનમાં થિયેટર, તળાવ, જેવી અનેક નવી વસ્તુઓ હતી તદુપરાંત કોંક્રિટ ઉપર માટીનો લેપ ચડાવીને અલગ-અલગ પાંચ હજાર જેટલી નવી કલાકૃતિઓ બનાવવામાં આવી હતી ત્રીજા સ્ટેપમાં અનેકવિધ નવી વસ્તુઓ અને મોટી વસ્તુઓ બનાવવામાં આવી જેમાં અનેક મિનારાઓ બનાવવામાં આવ્યા, મિનારાઓ માં હીચકા લટકાવવામાં આવ્યા એમ જ એક માછલીઘર અને ઓપન એર થિયેટર પણ બનાવવામાં આવ્યું તે સમયે આ રોક ગાર્ડનની દરરોજ પાંચ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લેતા હતા નેકચંદ સૈની ચંદીગઢમાં સૌપ્રથમવાર સિમેન્ટ ની પાકો રસ્તો પણ બનાવ્યો હતો કોઈપણ પ્રકારની અત્યાધુનિક ટેકનીક અને ટેકનિકલ જ્ઞાન વિના અને જાત મહેનતથી નેકચંદ સૈની એ OUTSIDER ART ના કન્સેપ્ટને પ્રખ્યાત બનાવ્યો હતો તેમના કાર્યને ધ્યાનમાં રાખીને 1984માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી ખિતાબ આપવામાં આવ્યો હતો નેકચંદ સૈની નું અવસાન 11મી જૂન 2015 ના રોજ થયું. તેઓ આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે.
એ ખતરનાક શુટર કે જેના થી ડરતી હતી હિટલર ની નાઝી આમીૅ....... આ વાત છે એ છોકરી ની જેને ઈતિહાસ માં સૌથી ખતરનાક શુટર ની ઓળખ મળી હતી,અને જેને હિટલર ની નાઝી ફૌજ ની મુશ્કેલી માં વધારો કર્યો હતો.ફક્ત ૨૫ વર્ષ ની ઉમર માં “લ્યુડમિલા” એ ૩૦૯ લોકો ના પોતાના શિકાર બનાવ્યા હતા.જેમાં સૌથી વધુ હિટલર ના સૈનિકો હતા. આ એ દિવસો ની વાત છે જયારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું,અને લ્યુડમિલા પવલીચેનકો ૧૯૪૨ માં વોશિંગ્ટન પહોચી,જો કે કેટલાક જાણકારો નું માનવું છે કે સોવિયેત સંઘે લ્યુડમિલા નો એક પ્રોપેગેન્ડા ની જેમ ઉપયોગ કર્યો. ત્યાં સુધી કે એમને સોવિયેત હાઈકમાન્ડ તરફ થી અમેરિકા મોકલવા માં આવ્યા હતા .એમને મોકલવા નો હેતુ વેસ્ટર્ન યુરોપિયન ફ્રન્ટ પર અમેરિકા નું સમર્થન હાંસલ કરવા નો હતો, જોષેફ સ્તાલીન ઈચ્છતા હતા કે મિત્ર દેશો ની સૈના ઝડપ થી યુરોપ પર આક્રમણ કરે અને એ એના માટે ઉતાવળા પણ હતા. સ્તાલીન ની આ ઈચ્છા ત્રણ વર્ષ સુધી પણ પૂરી ના થઇ,અને આ જ મિશન ને મગજ માં રાખી ને લ્યુડમિલા પવલીચેનકો એ વહાઈટ હાઉસ માં પ્રવેશ કર્યો. આવું કરવા વાળા એ પ્રથમ સોવિયેત મહિલા હતા,જેમને રાષ્ટ્રપતિ રુઝવેલ્ટ એ સ્વીકાર્યા હતા. લ્યુડમિલા પવલીચેનકો એ રાષ્ટ્રપતિ રુઝવેલ્ટ ના પત્ની સાથે આખા દેશ ની યાત્રા કરી,આ દરમિયાન એમને અમેરિકીઓ થી મહિલાઓ ને થતા યુદ્દ્ધ માં પોતાના બધા જ અનુભવ એક્ઠા કર્યા. શુટીંગ ક્લબ થી રેડ આર્મી સુધી નો સફર ૧૪ વર્ષ ની નાની ઉમર માં લ્યુડમિલા પવલીચેનકો નો પરિચય હથિયારો સાથે થયો,એ પોતાના પૈત્રુક ગામ યુક્રેન ના કિવ માં આવી ને વસી ગઈ હતી.હેન્રી સાકૈડા ના પુસ્તક હિરોઇન્સ ઓફ ધ સોવિયેત યુનિયન માં જણાવ્યા મુજબ લ્યુડમિલા પવલીચેનકો હથીયારો ના કારખાના માં કામ કરતી હતી. એમને હથિયારો ની ટ્રેનીંગ લેવા નું નક્કી કર્યું.... અમેરિકા ની યાત્રા દરમિયાન લ્યુડમિલા પવલીચેનકો એ જણાવ્યું કે પડોસ માં રહેતો એક છોકરો જયારે શુટીંગ કરી ને ભારત નીકળી ને મોટી બડાઈ હાકતો હતો ત્યારે જ એણે નક્કી કર્યું હતું કે એક છોકરી પણ હથિયાર ચલાવી શકે છે. ૨૨ જુન ૧૯૪૧ માં જર્મની એ જર્મની-સોવિયેત ની એક બીજા પર હુમલો નહિ કરવા ની સંધી તોડો નાખી,અને ઓપરેશન બારબોસા શરુ કરી દીધું. અને આ ઓપરેશન હેઠળ જર્મની એ સોવિયેત પર હુમલો કરી દીધો. લ્યુડમિલા પવલીચેનકો એ પોતાના દેશ ની રક્ષા માટે આર્મી માં જવા નો નિર્ણય લીધો.શરૂઆત માં એમને નાપાસ કરવા માં આવ્યા,પણ એમનો નીશાનેબાજી નો હુનર જોઈ ને એમને આર્મી માં લઇ લેવા માં આવ્યા. ઓડીસન માં એમને એક રાઈફલ આપવા માં આવી અને બે રોમન સૈનિક કે જે જર્મની માટે કામ કરતા હતા,એમને મારવા નું કહેવા માં આવ્યું.અને એમાં સફળતા મળતા જ એમને ૨૫ મી ચપાયેવ ડીવીઝન માં પ્રવેશ મળી ગયો. આર્મી માં રહી ને લ્યુડમિલા પવલીચેનકો એ ૭૫ દિવસો માં ૧૮૭ જર્મની ના નાઝી સૈનિકો ને માર્યા. ૩૦/૧૦/૧૯૪૧ થી લઇ ને ૪/૦૬/૧૯૪૨ સુધી એમને ખુબ સારી કામગીરી કરી.. ત્યાર બાદ એમને અનેક નીશાનેબાજ ત્યાર કર્યા થોડા સમય પછી એમને અમેરિકા મોકલવા માં આવ્યા ત્યારે એમને કહ્યું કે “હું જો નાઝી સૈનીલો ને નહિ મારું તો એ દરેક નીર્દોષ જર્મન નાગરિક ને મારી નાખશે.એટલે હું એક નાઝી ને મારી ને હજારો જીવ બચાવું છું. ૧૦/૧૦/૧૯૭૪ માં ૫૮ વર્ષ ની ઉમરે એમનું અવસાન થયું.
પહેલી વાર અફઘાન સ્ટાર નો ખિતાબ જીતવા વાળી મહિલા એ કહ્યું કે સંગીત ના માધ્યમ થી તાલીબાનો સામે લડીશ...!!!!! જાહરા એ કહ્યું કે મને મારા પર ગર્વ છે પરંતુ આ સ્પર્ધા જીતનાર પેહેલી મહિલા છું એનું દુ:ખ પણ છે. અમેરિકન આઈડલ ના અફઘાન વર્ઝન પહેલી મહિલા “જાહરા એલામ” બની છે.જેમને અફઘાન સ્ટાર ના ૧૪ માં ઓડીસન માં જીત મેડવી. એ કહે છે કે સંગીત ના માધ્યમ થી તાલીબાનો સામે લડીશ...!!!!!એમને કહ્યું કે એમને એમના દેશ ના ભવિષ્ય ને સુધારવા નું છે. અફઘાનિસ્તાન ના જાતીય હજારા નામ ના અલ્પસંખ્યક કબીલા માં થી આવનાર જાહરા એ પોતાની હાઈ પીચ વાળી અવાજ થી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. અફઘાન વર્ઝન ના પરિણામ ત્યારે લાઇમલાઈટ માં આવ્યું જ્યરે અફઘાનિસ્તાન માં ઘણી મહિલાઓ ને ડર હતો કે એમના અધિકારો છીનવાઈ શકે એમ છે.આ જ સમયગાળા દરમિયાન વોશિંગ્ટન તાલીબાનો સાથે વાતચીત કરી રહ્યું હતું .
દુનિયાની સૌથી ખતરનાક ગેઈમ.... બ્લુ વહેલ કરતા પણ.... જેને રમવા વાળો આજ સુધી બચી નથી શક્યો અને જેમા જીતવા વાળો પણ હારી ગયો છે લાગતા વળગતા ઓએ હળવેથી લેવું
એનાથી મોટી શું બરકત ઘરમાં આવે.............. જ્યારે કોઈ પુસ્તક કુરિયર માં આવે.....?
Y.....a
ji....ha
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser