The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://m.facebook.com/story.php?story_fbid=3838218646288132&id=100003001039613&sfnsn=wiwspmo
https://m.facebook.com/story.php?story_fbid=3549806435129356&id=100003001039613&sfnsn=wiwspmo સિરિયલ અને ફિલ્મો જોઈને જીવનમાં અપેક્ષાઓ વધતી જાય છે,પણ જે વ્યક્તિ તમને આવું સારું સારું દેખાડે છે તે પતિ કે પત્ની તેને હકીકતમાં આવી મોટી મોટી ગિફ્ટ આપે છે.
બસ કંઇ નહિ બોલ બીજું,તું કે નવીનમાં.!!!મોબાઈલમાં સૌથી વધુ બોલતા આ બે શબ્દો છે,બે પ્રેમી પંખીડા હોય કે પછી કોઈ બે સ્ત્રી વચ્ચેની વાત હોય,જ્યારે એક મિનિટનો એક રૂપિયા હતો ત્યારે આ શબ્દો બિલકુલ વપરાતા નોહતા પણ મુકાભાઇએ જાણી લીધુ કે ભારત દેશમાં આની ખાસી જરૂરી છે,અને તરત જ અમલ કરી દીધો. હજુ પ્રેમીઓમાં બકા,જાનું જેવા શબ્દ યુઝ થાય છે,હા,એમાં આપણે પણ કંઈ ન કરી શકીએ કેમકે એ બંને વચ્ચેના પ્રેમની વાત છે,પ્રેમમાં ગમે તે બોલાવી શકે અને પ્રેમમાં જે કહે તે સારું પણ લાગે બાકી રસ્તે નીકળતો નવયુવાને તમે બકો કહીને બોલાવી જોજો શું કહે છે અથવા કોઈ છોકરીને જાનું કહીને બોલાવી જો જો એ બધું પ્રેમ અને બંને વચ્ચેના એકાંતમાં સારું લાગે. પણ મારે એ વાત કરવી છે કે ઘણી સ્ત્રીઓ બસ કંઇ નહિ બોલ બીજું,તુ કે નવીનમાં.!!!આ બે શબ્દો બોલીને દિવસની 24 કલાક માંથી ચાર કલાક ફોનમાં વાતો કરે છે,કઇ છે જ નહીં તો તમે આ દિવસની ચાર કલાક ફોનમાં વાત કરી શું કામને બગાડો છો.હું દરેક સ્ત્રીની વાત નથી કરતો પણ મેં જોયું છે કે ઘણાનો ફોન વ્યસ્ત જ હોય.હા ઘણાને ગામની વાતો કરવી ગમતી હોય પણ માપમાં હોય દરરોજ એટલી બધી તો ન જ હોય,મુકાભાઈએ ફ્રી આપ્યું છે તો શું આપડે યુઝ કરી જ લેવાનું. જીવનમાં આ બધી ફોનની નકામી વાતો સિવાયની પણ ઘણી જરૂર બાબતો હોય છે,તે આ વાતોથી ભુલાય જાય છે.ઘરના લોકો સાથે હળીમળી રહેવું તેમની સાથે ઘરમાં જ સામ સામે બેસી વાતો કરવી.સારા પુસ્તકોનું વાંચન આ બધું જરૂર છે,ઘણા તો આખો દિવસ ફોનમાં વાત કરીને થાકી ગયા હોઈ તો પણ જમવા બેસે ત્યાં કોઇનો ફોન આવે એટલે શરૂ થઇ જાય,નકામી વાતો કરી તમારા જીવનમાં તમે નવા રોગનું સ્વાગત કરી રહ્યા છો.સ્ટ્રેસ,ધીમે ધીમે તમારી યાદશક્તિ પણ નબળી પડતી જાય છે,જીવન ફાસ્ટ છે પણ શરીરને થોડી શાંતીની પણ જરૂર છે. લિ.કલ્પેશ દિયોરા.
તમારો આત્મા તમને કયારેક સવાલ કરે કે તમે તમારા જીવનમાં શું સારું કામ કર્યું અને શું મેળવ્યુ તો શું તમારી પાસે કોઇ જવાબ છે? કાલે સિત્તેર વર્ષના નિવૃત IAS ઓફિસરને મારે મળવાનું થયું,એ પહેલાં પણ હું તેમને મળ્યો હતો,હું ઘણીવાર તેમની સાથે વાતચીત કરતો પણ મેં ક્યારેય તેમને કોઇ સવાલ કર્યો નોહતો,કાલે અચાનક મેં તેને સવાલ કર્યો સર તમારા જીવનમાં કોઈ એવી ઈચ્છા રહી ગઇ કે તમે એ ઈચ્છાને પુરી ન કરી શક્યા હોય અને તે વાતનો તમને અફસોસ હોય? એ મારી સામે જોઇને થોડુ હસ્યા એ પછી તેમણે મને કહ્યું મારા જીવનમાં મેં ખૂબ પૈસા કમાય લીધા પૈસાની પાછળ હું પાગલ હતો,ખૂબ મોજ મસ્તી કરી જે ન કરવાનું હતું એ પણ કર્યું,પણ બે ઈચ્છા મારી અધૂરી રહી ગઇ જે આજ મને આ ઉંમરે અફસોસ થાય છે. એક ફેમેલી અને બીજું મારો આત્મા. હું મારા ફેમેલીને સમય ન આપી શક્યો.તેમની સાથે બેસીને શાંતિથી વાત કરીને સાથે ભોજન ન લઇ શક્યો.મારા પોતાના પુત્ર સાથે મારા સંબંધો અત્યારે સારા નથી એ જ કારણથી કે મેં કયારેય તેની સાથે ઘરમાં બેસીને શાંતિથી વાત નથી કરી. બીજું આત્મા,મેં મારા આત્મા પાછળ ક્યારેય વિચાર જ નથી કર્યો.મેં મનની શાંતિને ભૂલી એક મુર્ગજળની માફક પૈસાની તરફ દોટ મૂકી,અત્યારે મારી પાસે ખૂબ પૈસા છે,પણ મારી સાથે મારો પરિવાર નથી.કારણ એ જ હું તેમને સમય ન આપી શક્યો તેમની સાથે બેસી વાત ન કરી શક્યો,એ કારણેથી જ તેવો મારાથી થોડા તે દૂર જતા રહયા. માણસ પાસે બધું હોય પણ જ્યારે જરૂર હોય ત્યારે પોતાના જ નજીક ન હોઇ ત્યારે આ બધી મોહ માયા તુચ્છ લાગે.જીવનમાં ફેમેલી અને આત્મા સાથેનો સંવાદને કયારેય ભૂલવો ન જોઇએ નહી તો જાતી જિંદગી એ બધું મેળવ્યા પછી પણ તમે પસ્તાશો. લિ.કલ્પેશ દિયોરા. (થોડા તેમના અંગત સંબંધ વિષય પર હોવાથી તેમનું નામ અહી લખતો નથી) #Gujarat
જે દિવસથી માતા કુંતીને યુધિષ્ઠિરે શાપ આપ્યો કે કોઇ દિવસ સ્ત્રી તેના પેટમાં વાત નહિ રાખી શકે ત્યારથી સ્ત્રીના શરીરમાં એક વાત પણ રહેતી નથી.આવો શાપ શા માટે પુત્ર એ માતાને આપ્યો કારણ એ જ કે કર્ણ તેનો મોટો ભાઇ છે તેમણે ક્યારેય કીધું નહિ જાણ હોવા છતાં પણ. પણ વળતા જવાબમાં કુંતી એ યુધિષ્ઠિરને કહ્યું કે પુત્ર મારી ભૂલ હતી એટલે હું એ શાપનો અંગીકાર કરું છું,પણ સ્ત્રીના ચારિત્ર્યની બાબત સ્ત્રી તેના પેટમાં જ રાખશે તે કોઈને નહિ કહે. આવું શા માટે કુંતી એ કીધું એ તો મને ખબર નથી પણ એ શાપ પછીની કહેલી વાતને આજ પણ સ્ત્રી વળગી રહે છે,અને બીજી વાતને એ પેટ માંથી તરત બહાર નીકાળી નથી શકતી. સ્ત્રીના ચારિત્ર્ય પર સવાલ નથી પણ તેના જીવનમાં જે કંઈ બન્યું છે,દુઃખ આપતી એ મનમાંને મનમાં તેને કોરી ખાય છે,તે કોઇને કઇ કહી શક્તિ નથી અને કોઈ ને તે સંભળાવી પણ શક્તિ નથી.કોઈ પણ વાત હોય તે વાતને તમે કોઇ સમક્ષ કહી દો તો તમારું મન હળવું થઇ જાય છે,પણ આ એવી વાત છે કે કોઈને કહી પણ શકતી નથી. ઘણીવાર કોઇને સવાલ થતા હોય છે કે મેં કોઈ છોકરા કે છોકરી સાથે થોડાદિવસ સહવાસ ભોગવ્યો તો શું થઇ ગયું.થઇ કઇ નો જાય પણ તમારું મન એ પછી કોઈ બીજા કામમાં લાગતું નથી બસ એ જ વિચાર આવ્યા કરે છે,અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી.તમારા જીવનમાં તમે આગળ વધી શકતા નથી.કોઈ એક લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. માટે જીવનમાં કોઈ એક લક્ષ પર કેન્દ્રિત કરો અને બીજી નકામી વસ્તુઓથી દુર રહી આનંદીત જીવન જીવો. લિ.કલ્પેશ દિયોરા.
ભાવનગર વિક્ટોરિયામાં ચાલવા જાવ છું.તો આજે થોડું નિરીક્ષણ કર્યું.જો બે પુરુષ એક સાથે ચાલતા હોય તો પૈસા અને ધંધાની જ વાત થતી હોય અને જો બે સ્ત્રી ચાલતા ચાલતા વાત કરતી હોય તો કોઈ આજુબાજુ વાળા બહેન અથવા સગા સંબંધીના થોડા ડખાની વાત હોય,અને જો પુરુષ અને સ્ત્રી એક સાથે ચાલતા હોઈ તો સ્ત્રી જ બોલતી હોય પુરુષ હમ હમ કરે જતો હોય,ફાયદો એ છે કે હું એકલો જ ચાલુ છુ એટલે થોડું નિરીક્ષણ કરી લવ છું. આપણને કોઇના પૈસા કે ઘરના ડખામાં રસ નથી,પણ ક્યારેક આવી વાતો સાંભળવાનું મન થઇ જાય.મારી આગળ બે બહેનો કોઇ સંગીતાની વાત કરી રહ્યા હતા.માફ કરશો કોઇનું નામ સંગીતા હોય તો,પણ એ સંગીતાના પગથી માથા સુધી એ બહેને આજ વખાણ કર્યા છે,વાત જવા દો.ઘરમાં શું કરે,દરરોજ ક્યાં જાય છે,ઘર કેવું રાખે છે,ઘરમાં તેના પતિ સાથે કેવો વ્યવહાર છે,ઘરમાં મહેમાન આવે તો તેને કેવી રીતે રાખે છે,તેના છોકરામાં કઇ છે નહીં,એ બંને બેહેનોની વાત પરથી લાગતું હતું કે સંગીતા તેની બાજુ વાળી જ હશે,જે હોય એ આપણે સંગીતા સાથે કઇ લેવા દેવા નથી,પણ મને આ બધી વાત પરથી એક સત્ય જાણવા મળ્યું કે, જો આજુબાજુમાં એક બે બહેન આવી વાતો કરવા વાળા હોય તો આજુબાજુમાં થોડો ડર તો રે.છોકરાને સારી રીતે રાખે,ઘર એકદમ મસ્ત રાખે.મેહમાનનું ઉષ્માભેહર સ્વાગત કરે,અને ઘણુંબધું..😄 લિ.કલ્પેશ દિયોરા.
એ હસતા ચેહરાની પાછળ કેટલા દુઃખ એણે સહન કર્યા હશે ત્યારે એમણે હસતા હસતા વિદાય લીધી.ક્યારેક આપણા જીવનમાં બનેલી ઘટના વારમવાર યાદ આપાવે છે,દુઃખી કરે છે,અફસોસ થાય છે,જીવન જીવું ગમતું નથી,પણ અંતે ચલાવી લઇ છીએ અને રોજબરોજની જિંદગી શરૂ કરી દયે છીએ પણ આઇશા એ આવું પગલું શા માટે લીધું. અમુક ઘટનાઓ એક અઠવાડિયા અથવા એક મહિનો યાદ કરીને આપણે ભૂલી જઇ છીએ,પણ આ ઘટના એમ ભુલાય તેમ નથી કેમ કે એ હસતા ચેહરા પાછળ દુઃખનો પહાડ લોકોએ ઉભો કરી દીધો હતો.આ તો ફક્ત એક ચહેરો છે પણ ભારત દેશમાં આવી હજારો લાખો બહેનો દહેજના કારણે હેરાન થાય છે.તેમને સતત ટોચર કર્યા કરે છે,અને તે સહન કર્યા કરે છે. તે આ બધી વાતને સહન શા માટે કરે છે,કેમકે તે જાણે છે મારા માં-બાપની પરિસ્થિતિ કેવી છે,કેવી રીતે તેનું જીવન ગુજારે છે,કેવી રીતે તે જીવે છે,મને તેમણે કેવી રીતે રાખી છે.ઘરના પ્રસંગો આબરૂ ઇજ્જત માટે તે સહન કરતી રહે છે,તેને કયારેય માં-બાપ સામે હાથ લંબાવવા ગમતા નથી પણ આ સમાજ તેને સતત માં-બાપ સામે હાથ લંબાવવા ટોચર કરે છે.ઘણા લોકો કહે છે જિંદગી મસ્ત છે,એને તમે માણો પણ કેવી રીતે માણવી.ઘણા નકામા લોકો જીવા દેતા પણ નથી અને તે સારું જીવતા પણ નથી. મને એ નથી સમજાતું અમુક ઘરમાં દેહેજના વાતની સ્ત્રી જ પુરુષને સપોર્ટ કરે છે,જો સ્ત્રી જ આવી વાતને સપોર્ટ કરશે તો એ ઘર,સંબધ,પરિવાર,સમાજ તૂટશે વેરભાવના વધશે,એકબીજા સામે બોલવાનું થશે,પણ જો તમે આવી કોઇ પ્રથા નહિ રાખો તો ઘરમાં શાંતિ હંમેશા માટે રહેશે. મને મહાભારતમાં કનિકના શબ્દો યાદ આવે છે તે કહે છે કે જે બાપના ઘરે કુંવારી દીકરી હોઈ તે બાપની નીંદ હરામ થઇ જાય છે,પણ અહીં તો લગ્ન પછી પણ તમે બાપની નિંદર ઉડાડી દયો છો.જે દીકરીને તેંના બાપે વાહલથી મોટી કરી,ભણાવી,તમારા ઘર પર અને તમારા છોકરા પર તેમણે ભરોસો કર્યો તેમની દીકરીને જ તમે મરવા માટે મજબૂર કરો છો,આવા લોકોને ઇશ્વર ક્યારેય માફ કરતો નથી અને કરશે પણ નહીં. લિ.કલ્પેશ દિયોરા.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser