The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#ઉદય અંધારી રાતના કરમાયેલી કળી જેવી હતી જિંદગી, તારા ઉદયની સાથે જ જાણે ફૂલ બની ખીલી ઉઠી...
#પાસું વાર નથી લાગતી પાસું પલટાવતા, શરત માત્ર એટલી કે પાસાં તમારા હોવા જોઈએ...
#પાસું તું બદલાઈ ગયો, ખેદ એનો નથી... પણ રમત તારી હતી, પાસાં તારા હતા અને હું પ્યાદું હતી.. એ સમજવામાં હું માહિર નહોતી...
#સજાવટ ચહેરા પર સજાવટ કરીને સૌ કોઈને આકર્ષિત તો કરી લેશો... પણ, ક્યાં સુધી... એ પણ જરા કહેજો...
જાણે નાચી ઉઠી પ્રકૃતિ હવાના સંગીતમાં, સર્વે રંગ વિખેરાયા વસંતના આગમનમાં... - Kajal Chauhan
ફૂલ ખીલ્યાં મારા દિલનાં બગીચામાં, તારા પ્રેમમાં... કોરા કાગળની જેમ હતી મારી જિંદગી, એમાં અવનવા રંગો ભરાયાં, તારા પ્રેમમાં... ખાલી હતી મારી દિલની જગ્યાઓ, એમાં યાદોનાં ખજાનાં ભરાયાં, તારા પ્રેમમાં... આવીને લઇ જઈશ તું તારા આંગનમાં, એવા સપના સેવાયા, તારા પ્રેમમાં... વગર ચોમાસે ચમકી એ વિજળીઓ, એ ચમકારામાં સાદ સંભળાયાં, તારા પ્રેમમાં... ઉનાળામાં શરીરને દઝાડતા આકરા તાપમાં, દિલ દઝાણું માત્ર તારા વિરહમાં, કારણ - હું તારા પ્રેમમાં...
લખતાં લખતાં અટકી જવાય છે, યાદોમાં તારી ખોવાઈ જવાય છે. આવું શાને થાય છે? પ્રેમમાં આવું જ થાય છે. પહેલા કંટાળા જનક લાગતી એકલતા હવે બહાનું કાઢી ને શોધવી પડે છે, દુનિયા હવે પરીકથાના કાલ્પનિક પાત્રો જેવી અદભૂત લાગે છે. નશો પ્રેમનો છે કે શરાબનો શોધવા દુનિયા મથે છે, છતાં આ પ્રેમનાં નશામાં મદહોશ થવું દિલને ગમે છે. રાત પડયે ઘેરાતી આંખો હવે ઉજાગરા સહન કરે છે, સપનાનો રાજકુમાર હવે મલકાતા ચહેરા સાથે આવે છે. જલદીથી વીતી જતાં સમયને બાટલી માં કેદ કરવો છે, આ કેદ ની મુક્ત દિવાલોમાં પવન પ્રેમનો ફૂકવો છે. છૂપાઈને તારા હદય ઝરૂખે વાતો દુનિયાની કરવી છે, બોલ્યા વિના સમજી શકાય એવા શબ્દોની ભેટ આપવી છે. ખીલી છે કૂંપળ તારા પ્રેમની અવિરત સ્નેહઝરતી ધારામાં, કરમાઈ ને ખરી જાય એ પહેલાં સમાવી લે તારી બાહોમાં. ઝબક્યા વિના એકીટશે આંખની પાંપણ જોઈ રહી છે વીંધાઈ નજરોથી શરમથી લાલ ગાલની લાલી થઈ રહી છે અથડાતાં તારા શ્વાસોશ્વાસની લય સાંભળવી છે, ઝણઝણાટી તારા સ્પર્શની દિલને માણવી છે. લઈને હાથ તારો મારા હાથમાં સંવેદના પ્રેમની અનુભવવી છે જીવનના છેલ્લા શ્વાસ સુધી કડી વિશ્વાસની જોડવી છે.
આજે મારે કૈંક નવું કરવું છે... સમજાતું નથી કે શું કરવું છે??? બારી માંથી દેખાતા આકાશના ટુકડાને જીવવો છે, મારી અંદર દબાઈ ગયેલા બાળકને બહાર લાવવો છે, સમડીની પાંખ પર બેસીને વર્લ્ડ ટુર કરવી છે.. તો વળી સુગરીનાં માળામાં ડોકિયું મારે કરવું છે, ઘુવડની સાથે મારે નિશાચર પણ બનવું છે, બસ આજે કૈંક નવું બનવું છે... ફૂલોની સુગંધ ને બાટલીમાં કેદ કરવી છે, તો વળી પતંગિયાઓનું મેઘધનુષ મારે જોવું છે, પહાડોની વચ્ચે માછલીઓ સાથે દોડપકડ રમવી છે, બસ આજે કૈંક નવું રમવું છે... ગગનચુંબી વાદળોની ઈમારતો વચ્ચે ઘર બનાવવું છે, તો વળી કડકડતી વીજળીઓ સાથે સેલ્ફી લેવી છે, વરસાદના ટીપાંઓની રંગોળી મારે બનાવવી છે, બસ આજે કૈંક નવું બનાવવું છે... કોયલનો કંઠ કાગને ભેટ આપવો છે ને, બદલામાં મોરનું રૂપ કોયલને ચડાવવું છે, ચાંદની રાતમાં તમરાઓનું સંગીત મારે સાંભળવું છે, બસ આજે કૈંક નવું સાંભળવું છે... ખિસકોલીઓ સાથે કૂદાકૂદ મારે કરવી છે , તો વળી જિરાફની ડોક સાથે મારે ઝુલવું છે, દોડની હરીફાઈમાં મારે ચિત્તાને હરાવવો છે.. બસ આજે કૈંક જીતી લેવું છે... હાથીનાં કાનમાં તારલા સાથે સંતાકૂકડી રમવી છે , તો વળી વિફરેલી વાઘણ સાથે દોસ્તી મારે કરવી છે, સાવજની પીઠ પર સવાર થઈને જંગલનાં રાજા એક દિવસ મારે બનવું છે, બસ આજે કૈંક નવું બનવું છે...
ઘણા હસાવ્યા તે લોકોને, દર્દ તારું દૂર કરવા, આંસુ નાં એ દરિયાને વહેવડાવી ને તો જો, પથ્થર દિલ બનાવ્યું લાગણી ને છુપાવવા, દર્દ મને પણ થાય છે એક વાર પૂછીને તો જો. પથ્થર તો ખૂબ પૂજ્યા તે આખી જિંદગી, એકવાર માણસ નામના પ્રાણીને પુજીને તો જો. ગાડી - બંગલા - જવેરાત તો બહુ ખરીદ્યા, એકવાર ઝૂંપડાં નાં ગરીબોની પીડા ખરીદી તો જો. લોકોને તો બહુ ઓળખ્યા તે, ભીડ ની વચ્ચે તારી જાતને ઓળખીને તો જો. દુઃખ ઘણા વેચ્યા લોકોના જીવનમાં, હાસ્યને મફતમાં વેચી તો જો. રમત તો ઘણી જીતી જિંદગીની, એકવાર કોઈનું દિલ જીતી તો જો. અસત્ય ની છાયા હેઠળ ઘણું જીત્યો તું, એકવાર પોતાની જાત ને કોઈ સામે હારીને તો જો. ઈર્ષ્યા - વેરભાવ થી ખદબદતી દુનિયામાં, એકવાર પ્રેમનાં સાચાં સુરને છેડી ને તો જો. પૈસાની તાકાત તો બહુ દેખાડી લોકોને, તાકાત હોય તો મુત્યુ ખરીદી ને તો જો.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser