Quotes by Joshi Hitesh in Bitesapp read free

Joshi Hitesh

Joshi Hitesh

@joshihitesh4174


*સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,*
*આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.*

*નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,*
*પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.*

*તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?*
*તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.*

*ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,*
*જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.*

*રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,*
*કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.*

*શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,*
*અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.*

*‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,*
*મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.*

*– બરકત વીરાણી ‘બેફામ’*


*?હર હર મહાદેવ?*
*स्वनाम धन ही केवलम्*

Read More

*આજે પેશ છે બેફામસાહેબના ચંદ ચુનંદા શેર.*

*જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,*
*જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !*

*ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,*
*કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !*

*અનુભવથી ના જીવન ઘડ,* *અનુભવમાં તો લાંછન છે,*
*તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી !*

*પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,*
*બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !*

*– બેફામ*


*?હર હર મહાદેવ?*
*स्वनाम धन ही केवलम्*

Read More

*ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;*
*કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.*

*ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,*
*તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.*

*સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,*
*હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.*

*જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,*
*ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.*

*નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,*
*સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.*

*બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,*
*વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.*

*વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,*
*બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.*

*કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,*
*અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.*

*– બરકત વિરાણી ‘બેફામ’*


*?હર હર મહાદેવ?*
*स्वनाम धन ही केवलम्*

Read More

*દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો*
*એવે સમે ખુદા તને પડકારવો હતો.*

*એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,*
*જીતેલ દાવને ફરીથી હારવો હતો.*

*રણમાંય મજા થાત; ખામી આપણી હતી,*
*રણને જ આપણે બગીચો ધારવો હતો.*

*જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,*
*એવી જ હારથી તને ઉગારવો હતો.*

*ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,*
*થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.*

*– અશોકપુરી ગોસ્વામી*


*स्वनाम धन ही केवलम्*

Read More

*તું તને ખુદને નડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?*
*જાત સાથે તું લડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?*

*એક જ્યોતિષે કહ્યું કે ઝાડનો સારો સમય છે, તે છતા,*
*પાંદડાં થોડા પડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?*

*આભ આપ્યું જા તને, પાંખોય આપી ને હવાનો સાથ પણ,*
*તે છતા તું ના ઉડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?*

*તું પડે તો કોઈ તારો હાથ ઝાલીને બચાવી ના શકે,*
*એટલો ઊંચે ચડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?*

*છે ખુશીની વાત, વર્ષો બાદ એણે યાદ આપી છે તને,*
*યાદમાં એની રડે એમાં શનિ, રાહુ કે મંગળ શું કરે?*

*-શૌનક જોષી*


*?હર હર મહાદેવ?*

Read More

*ગઝલ:મુફલિસ દશામાં છું.*
********************************
*લગાગાગા લગાગાગા લગાગાગા*
--------------------------------------------------

*નથી હું શ્વાસમાં, ખાલી હવામાં છું,*
*હું તો તારા વગર મુફલિસ દશામાં છું.*

*ભર્યા છે ભીતરે દરિયા દરદના જો,*
*ચહેરેથી ભલે લાગે મજામાં છું.*

*તને લાગે કે હું ભટકી ગયો છું,પણ,*
*હકીકતમાં હું તો સાચી દિશામાં છું.*

*મળી છે કેદ સ્વપ્નોને કારણ શું?*
*હું તો બસ પ્રેમ કરવાના ગુનામાં છું.*

*ગગન,તારા, સૂરજ,સાગર બધા તારા,*
*ખબર તો છે,હવે ક્યાં હું કશામાં છું.*

*નકાર્યો જેમણે સમજી મને મુફલિસ,*
*ઉભો છું મંચ પર, ભરચક સભામાં છું.*

*ગઝલમાં હોય છે ઉલ્લેખ બસ તારો,*
*બધા કે છે હું તો તારા નશામાં છું.*

*ગુલાબી હોઠ, આંખો, ગાલ ને ખંજન,*
*ભૂલી શકશે મને! હું તો બધામાં છું.*

*વહેતુ "આશુ" ખંજનમાં ભળે અંતે,*
*હું આજીવન જો તો તારી વફામાં છું.*

*@આશુ*
*અશોક આઈ. લાલવાણી,સુરત.*

Read More

*પ્રેમમાં કંઈ જ અંતરાય નથી*
*હો ન હિંમત તો કંઈ ઉપાય નથી*

*આમ ફુરસદ નથી ઘડીભરની*
*આમ કંઈ ખાસ વ્યવસાય નથી*

*રસ્તે રઝળે નહીં તો ક્યાં જાએ!*
*આશરો જેનો ઘર સિવાય નથી*

*લ્યો, વલી થઈ જવાની તક આવી*
*ક્યાંયથી પણ કશી સહાય નથી*

*આપ ગભરાઈને જતા ન રહો*
*આ છે છેવટના શ્વાસ, હાય નથી*

*એના મોંઘા મિલન નિભાવું છું*
*મારી તકદીરમાં વિદાય નથી*

*એમ બેઠો છું તારી ભીંત તળે*
*જાણે દુનિયામાં અન્ય છાંય નથી*

*ન્યાયમાં મહેરબાની રાખે છે*
*મહેરબાનીમાં જેની ન્યાય નથી*

*~ મરીઝ સાહેબ*

Read More

*તબક્કે-તબક્કે તફાવત નડે છે*
*મને, માત્ર મારી શરાફત નડે છે !*

*નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી*
*અને આખરે, એ જ બાબત નડે છે !*

*બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં*
*ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !*

*ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે*
*કે સરવાળે, એકાદ અંગત નડે છે !*

*નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં*
*અને સ્વપ્નને, આ હકીકત નડે છે !*

*કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ*
*અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !*

*ખબર છે કે, સોનું તપે એમ નિખરે*
*છતાં પણ, કશુંક વારસાગત નડે છે !*

*– ડૉ. મહેશ રાવલ*

Read More

*હા, હું પ્રેમ કરું છું મારી વધી રહેલી ઉમર ને,*
*ગમી રહ્યું છે શાણપણ, તો યે શરારત હું કરું છું.*

*કેટલીક જવાબદારીથી મુક્ત થઈ ચૂકયો છું,*
*બની બેફિકર મારાં માટે હવે હું જીવું છું.*

*શું વિચારશે કોઈ એની હવે પરવાહ નથી,*
*શું કરવું છે હાસિલ એ હવે સમજી લીધું છે.*

*જીવી રહયો છું મરજી મુજબ ને ખૂબ મોજથી,*
*શોખને પાંખો આપી આભ માં ઊંચે ઊંડું છું.*

*સફેદી વાળમાં આછી અને કરચલી ચહેરે થોડી,*
*મારી છટા ને જાણે વધારે ખીલવી રહ્યું છે.*

*જીવું છું સ્વમાનભેર અને છું પ્રિય મિત્રોમાં,*
*બસ, આટલી સંપત્તિથી શ્રીમંતાઈ ને પોષતો રહું છું.*

*અજ્ઞાત*

Read More

**નિહાળેલાં એ દ્રશ્યોનાં હજુ છે આંખ પર ડાઘા !*
*મથુ છું પણ નથી જાતાં પડ્યાં છે જાત પર ડાઘા !*

*વજન સપનાનું ઉંચકીને, કુદ્યા છે એ રીતે ફુલડાં !*
*કે જ્વાળાઓ ડઘાઈ ગઈ ને લાગ્યા આગ પર ડાઘા !*

*કલમનો હાથ પકડી ઘેરથી નિકળ્યા હતાં એથી,*
*જુઓ ઉપસી ગયાં મા શારદાનાં હાથ પર ડાઘા !*

*અમારી ચામડી બરછટ ને પહેલેથી જ મેલીદાટ !*
*નડે શું લોહિનાં છાંટા ! પડે શું ડાઘ પર ડાઘા !*

*હીરો ડુસ્કાં ભરે છે ને ડુમો કાપડનાં કંઠે છે !*
*સમય કરતો ગયો કેવા સુરતનાં ગાલ પર ડાઘા !*

*- ડૉ.મનોજ જોશી 'મન'*

Read More