Quotes by Jignesh Gajjar in Bitesapp read free

Jignesh Gajjar

Jignesh Gajjar

@jigskgajjargmailcom


તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું?

હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતો જ નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગઈ છે.
કશું પૂછતી જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે -
મારી આંખો માં જો..!

Read More

ક્યારેક
વૉટ્સઍપ પર
સર્ચ કરું છું તો
તારી પ્રોફાઇલ મળી જાય છે

તને મોકલવા
કંઈક મેસેજ ટાઈપ પણ કરું છું
પણ
ડિલિટ કરી નાખું છું તરત

ક્યાંક એ મેસેજ જોઈને
તું મને અહિંયાય બ્લૉક ન કરી નાંખે
એફબીમાં મને અન-ફ્રેન્ડ કર્યો’તો ને, એમ જ

તારા નાના પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી
એને મોટો કરીને
નીરખી રહું છું થોડી વાર

ને પછી ફટાફટ
બૅક બટન બે ત્રણ વાર દબાવીને
નીકળી જઉં છું
વૉટ્સઍપની બહાર

બસ એ જ દિલાસાને જીવતો રાખવા
કે ભલે આપણે અહીં કનેક્ટેડ ન હોઈએ
ઍટલીસ્ટ,
ડિસ-કનેક્ટેડ નથી!

અને
એવુંય શક્ય છે ને
તું ખોલીને જોઈ લેતી હોય
મારી પ્રોફાઇલ
ક્યારેક!

Read More

તું પૂછે...
ખાલીપો એટલે શું?...
મેં કહ્યું.
સુકાઈ ગયેલી નદીનું ખળખળવુ...
તું પૂછે.
શૂન્યતાનું સરનામુ શું?
મેં કહ્યું...તારા વગર સુનુ પડેલુ મારુ હૈયુ .❤️

Read More

❛તમારી ઝુલ્ફોને આંગળીઓ થી કાન પાછળ સહેલાવતા સમયે
જે નાજુકતા થી તમે આંખો ની ભમર ને સહેજ ઊંચી કરી ને
ઈશારા માં પૂછો છો ને " શુ "?

કસમથી એક સમય માટે તો ત્યારે મારા હૃદય માં
બનારસ ની બધી જ ભાંગ નો નશો ચડી જાય છે..!!❜
❣️

🌸

Read More

❛સિદત થી સ્પર્શી લે છે ક્યારેક અધરોને ક્યારેક ગાલને, 😍

બહુ માથે ચઢાવ્યા છે એને એના તોફાની વાળને.. ❜
❣️

🌻

Read More

🌺*સ્વર્ગ ને નરકની તો વાતો જ છે*
જે ગયા એ રુબરુ કહેવા આજ સુધી આવ્યા કહેવા નથી એટલે કે મૃ્ત્યુની ચિઠ્ઠી ના આવે ત્યાં સુધી દિલ ખોલી જીંદગી જીવી લો,
🌺 અરે મૂકો માથાકૂટ ને ભૂલી જાવ એમને કે જેમણે તમારું દિલ દુભાવ્યું મૂકો એવા ને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે એને ભુલીને દિલ ખોલી જીંદગી જીવી લો,
🌺 કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો કયાં જવું છે એ અભિમાન રાખીને તમે બસ મોજ ને મજા કરો દિલ ખોલી જીંદગી જીવી લો,
🌺 સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઈશ્વરને કરવા દો તમે બસ દિલ ખોલી જીંદગી જીવી લો,
🌺 બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને આનંદ માણો મજાથી શોખ પૂરાં કરો ઉંમર સામું ના બીજા શું કરે જોયા વગર તમે દિલ ખોલી જીંદગી જીવો લો,
🌺 ઘરમાં કોઈ ન હોય તો નાચવાનું ગાવાનું મન થાય તો ખૂલીને જીવી લો,
ભાવતું ભોજન ઘરવાળી ને બાળકો સાથે જમી લો દિલ ખોલી ને જીંદગી જીવી લો,
🌺 ભાવતી વાનગીને મિત્રો સાથે મોજ મજા કરી જમી લો કોઈની બળતરા કરવાની જરૂર નથી જે જેવું કરે એ એવું ભરે એમ સમજ્યા કરો
દિલ ખોલી ને જીંદગી જીવી લો,
🌺 કુદરતના પ્રકૃતિનો ખોળે ખુ્ંદવા જતાં રહો જોવાય એટલું જોઈ હરી ફરી લો બસ દિલ ફાડીને જીવાય એવુ દિલ ખોલીને જીંદગી ને જીવી લો,
🌺 કોઈને નડીએ નહીં એટલે ઘણું બાકી હંમેશા કોઈના પુરાવા પર નહી પોતાની મેળે જીવવું એવી મજાનું દિલ ખોલી જીંદગી ને જીવી લો,
🌺 થોડું ખુદની મરજી મુજબ પણ જીવો ને માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે જન્મના કરમ ધરમ જોતાં ફરી આવવાનું ના થાય એવું દિલ ખોલી જીંદગી ને જીવી લો,
🌺 નિજાનંદ જલસાથી જીવો અંત સમયે કીકીયારી ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે જીવ્યો હો એવું દિલ ખોલીને જીંદગી જીવી લો.
🌺🙏🏼નિજાનંદ જીવી જાણો 👏🏼🌷

Read More

लड़की लड़के से आखरी बार मिलने आई है..।
वो लड़के से कहती है:-तुम मुझे भूल जाओ..।
मैं अब किसी और की होने जा रही हूँ..।
कल मेरी शादी है...
लड़का चुपचाप है...
लड़की फिर कहती है:- कुछ बोलोगे नहीं..?
लड़का मुस्कुराता कहता है:- कोई तुमसे मेरा नाम जो ले,
कह देना पागल लड़का था,
इस झूठी दुनिया में मुझसे,
जो सच्ची मोहब्बत करता था,
मेरे रूठने पे वो रो देता,
मेरी डांट पे भी खुश हो लेता,
जब सारे साथ छुड़ा लेते,
चुपके से साथ वो हो लेता,
हिम्मतवाला था यूँ तो पर,
मुझको खोने से डरता था,
मुझसे मिलने की खातिर वो,
बारिश में भीगकर आता था,, जिस रोज मैं खाना न खाऊं,
उस दिन उपवास मनाता था,
कोई और नहीं था उसका बस,
मुझसे ही जीता-मरता था,
गलती मेरी भी होने पर,
माफ़ी की गुजारिश करता था,,
हर हाल में मैं हंसती जाऊं,
इस कोशिश में रहता था,,
मैं कैसे उसकी हो जाऊं,
हर पल ये सोचा करता था,,
मेरे लाख मना करने पर भी,
मेरा नाम लेता था,,
मेरी एक हंसी की खातिर गाने
भी गा देता था,,
मेरा हाथ पकड़ दुनिया से वो,
लड़ने की बातें करता था,,
मुझसे मिलने से पहले वो,
दुनिया में बहुत अकेला था,,
जब पहली बार उसे देखा,
चेहरे पे दर्द का मेला था,,
वो हरदम ही हँसता रहता था,,
जब नींद मुझे आ जाती थी,
वो डांट के मुझे सुलाता था,,
अपनी बातों से,अक्सर वो मुझे रुलाता था,,
उसका जीवन बिखरा था पर,
मेरा ख़याल वो रखता था,,
कुछ मजबूरी के चलते जब,
मैंने उससे हाथ छुड़ाया था,,
उसने न कोई शिकायत की,
बस धीरे से मुस्काया था,,
मेरी यादों में रोया करता था,,
वो पागल लड़का तन्हा ही,
मेरी यादों से लड़ता है,,
मेरे बिन जिंदा रहने की,
नाकाम वो कोशिश करता है,,
वो आज भी मुझपे मरता है,
वो कल भी मुझपे मरता था,,
कोई तुमसे मेरा नाम जो ले,
कह देना पागल लड़का था!!

Read More

"કોઈ એકાદ અંતિમ શ્વાસની રાહમાં..."

એ દિવસે -
લાગણીઓ ઘવાઈ હતી,
અનહદ.
કોઈ ઉંહકાર નો'તો,
કોઈ ચિત્કાર નો'તો,
હવામાં ગૂંજી ઉઠે એવો આર્તનાદ નો'તો.
પણ દર્દ હતું.
અનહદ હતું.
બે-હદ હતું.
આંખોમાં હતું.
મૌનમાં હતું.
લંબાવવા ઈચ્છી રહેલા પણ
ઉઠી ન રહેલા હાથમાં હતું.
એક એક પગલું ઉઠાવવું મુશ્કેલ હતું,
એ પગમાં હતું.
પણ તું ન દેખાયું ને..!!

ક્ષણ છૂટી રહી હતી.
અને છૂટતી એ ક્ષણમાં
નજાણે શું શું છૂટી રહ્યું હતું.
કાયમ માટે.

પકડી શકાય સંબંધોને, લાગણીઓને, મૌનને,
સમયને અને ક્ષણને,
એ બધી જ સંભાવનાઓ હતી.
પણ ન કોઈ જ સંભાવનાઓ હકીકત ન બની.

એક પડઘો
હૃદયના ઊંડાણથી ઉઠ્યો,
પહાડોની કંદરાઓમાં ગૂંજવા માટે,
સામે પડઘાઈને - ક્યાંક અથડાઈને
પાછો ફરે એના માટે.
ન ફર્યો.
સમાઈ ગયો,
અનંત ક્ષિતિજમાં.

ત્યાર પછી પણ
લાગણીઓ જીવતી હતી.
ઘણું બધું રક્ત જેવું કાંઇક વહી ગયું હતું.
છતાંય જીવતી હતી.
શ્વાસો ચાલી રહ્યા હતા,
એટલે જીવતી હતી.
મૂર્છિત થઈને કોઈ સંજીવનીની રાહમાં.
'વેન્ટિલેટર' ઉપર,
ફેફસાઓમાં ધકેલાતી હવાઓના સહારે,
અનિશ્ચિત ભવિષ્યની સાથે
કોઈ એકાદ અંતિમ શ્વાસની રાહમાં..

Read More

ના કરો ભરોસો કોઈ ના ઊપર સાહેબ ;

અહીંયા લોકો પોતાના સ્વાર્થ માટે કસમ પણ ખોટી ખાય છે....

સ્વ-અનુભવ...

કર્યો છે અનહદ પ્રેમ તને,
કોઈ પણ સ્વાથૅ વિના...
ગમે છે સાથ તારો,
કોઈ પણ કારણ વિના...

નથી કોઈ કસમ
નથી કોઈ વચન

દઈએ સાથ એકબીજાનો,
કોઈપણ બંધન વિના... 😍😍😍

Read More