Quotes by Jayesh Baldaniya in Bitesapp read free

Jayesh Baldaniya

Jayesh Baldaniya

@jayesh_immensity
(4)

કૃષ્ણ તને એક વાત કઉ કોઈને કે’તો નઇ
મન હોય તો આવજે પણ ગીતા કે’તો નઇ
આયા તો બધા ઘણું-બધુ સમજીને બેઠા છે
તો હવે સમજેલા ને કાંઈ સમજાવતો નઇ

માખણ ચોરજે પણ ગોપીઓને છેડતો નઇ
હૈયામાં ભલે પ્રેમ હોય પણ ઉભરાવતો નઇ
સૂરની કોઇને સમજણ નથી એટલે જ કહું કે
વાસળી ભલે લાવે પણ એને વગાડતો નઇ

કોઇની ભીતરનાં દુ:ખડાઓ જાંકીને જોતો નઇ
દ્રૌપદી તો ઘણી જોવા મળશે પણ રોતો નઇ
વસ્ત્રોની પરિભાષા થોડી જુદી છે એટલે કહું કે
જાણ્યા સમજ્યા વગર જ ચીર પૂરી દેતો નઇ

મિત્રો તો હશે પણ બધાને સુદામા માનતો નઇ
વિચારો ભલે સાચા હોય પણ બોલી દેતો નઇ
આજનાં અર્જુનો થોડા ચાલક છે એટલે કહું કે
જે પૂછે એનો સીધો જ જવાબ દઇ દે’તો નઇ
- જયુ

Read More

માખણ ચોરીને બન્યો ચિત ચોરનારો
વસ્ત્ર ચોરનારો ને એજ ચીર પુરનારો
વાસળી વગાડીને રાસ રમનારો કાનો
એ જ બન્યો યોગેશ્વર ગીતા ગાનારો

રણછોડ રણ છોડતાને નપુંસક ગણાવે
કુરુક્ષેત્રમાં ભાઈ થી જ ભાઈને હણાવે
રણમેદાને લોહીની નદીઓ રેલાવે ને
તોય ગીતામાં કરુણાનાં પાઠ ભણાવે

એને જોવા કમાડ ઉઘાડા છોડવા પડે
આમ આંખે પાટા બાંધી કૃષ્ણ ના જડે
દિવ્ય દ્રષ્ટિ કરીને જો તો દેખાય વિશ્વરૂપ
કાંતો ઝેરનાં પ્યાલા હરખે પીવા પડે

કૃષ્ણ તણો પ્રેમ રંગ એમનેમ ના ચડે
કૃષ્ણ વિચારોથી એ રંગ ઘોળવો પડે
અર્જુન જેવા સવાલો ઊભા કરી તો જો
ગીતા કહેવા તો એને આવવું જ પડે

- જ્યુ

Read More

અંધારા અંતરના ઓરડામાં, હું શૂન્ય શોધું છું
મોહ વચ્ચે ઘેરાયેલ એ મોતીનું મૂલ્ય શોધું છું

ઓળખીને ઓળખવું એ મોતીને તો ય બવ છે
ઉપકારની સરખામણી થાય એવું પૂણ્ય શોધું છું

જીવમાં શિવ છે એ, પણ દુર્ગમ ને સુગમ કરવા
ખબર છે કે નથી તોય, શૂન્યને તૂલ્ય શોધું છું
મોહ વચ્ચે ઘેરાયેલ એ મોતીનું મૂલ્ય શોધું છું
અંધારા અંતરના ઓરડામાં, હું શૂન્ય શોધું છું

#શૂન્ય

Read More

બધા જંગ હારી ને, જીતની મહેફિલ સજાવી બેઠો છું
પથ્થરોનાં કાળજાને, હું દિલનાં દર્દ ભણાવી બેઠો છું

થોડાક વધુ હલેચા માર્યા હોત તો મધદરિયો દૂર નોતો
પણ હું નાવિક, મારી નાવ થી જ કિનારો કરી બેઠો છું

અંજવાળું તો હશે જ ક્યાંકને ક્યાંક ઘનઘોર અવનીમાં
પણ હવે મારે શું, હું તો અંતરે જ અંધારું કરીને બેઠો છું

કોઈ ના મળ્યું બીજું તો દર્દો સાથે જ મહેફિલ જમાવી
નોતા મહેફિલમાં એ બધા દર્દોને પણ નોતરી બેઠો છું

થોડા કાંપતા હોઠે કીધું દર્દને કે દોસ્તી જામશે આપણી
તો કહે મારૂ ક્યાં કોઈ છે, હું તો તારા જ સહારે બેઠો છું

તે ચેતવ્યો તો મને, પ્રેમનાં ઘાં નહીં સહાય, મે કીધું તુ
તું તારે મરજે ને, હું તો ઘાં જીલવાની તૈયારીએ બેઠો છું

પણ હજુ એની યાદમાં ક્યારેક ભુલાય જાય છે તું દોસ્ત
હા, બીજીવાર પછડાવાનો સંપૂર્ણ ઇરાદો રાખીને બેઠો છું

દોસ્ત હવે તું જ એને કેજે ને કે ચાલી આવે, અને કેજે
આવે ત્યાજ જ્યાં મૂક્યો તો, હું ત્યાજ રાહ જોઈ બેઠો છું

આપણે મળીશું પાછા દોસ્ત, તને અલવિદા નહીં કવ
કેમ કે હું એ કાતિલનાં હાથમાં હથિયાર આપી બેઠો છું

Read More

મનડે વિચાર બહુ જાજા છે ને,
કલામથી લખાય છે બહુ થોડું,
પણ હવેતો પાપાપગલી કરતાં આવડી ગયું,
કદાચ હવે નહીં થાય બહુ મોડું.

Read More

ખુલી આંખે જ જોયા કરું છુ, સ્વપન તારું
સ્મિત લાવે છે મારા મુખ પર, સ્મિત તારું
કેમ કહું તને કે, હું કેટલો પ્રેમ કરું છુ
હજુ વધુ તને પામવા, વલખાં કરું છુ

ઘવાય ચૂક્યો છુ, તારી આ નજરનાં ઘાવથી
ધબકારા ચૂકી જાય આ દિલ, તારા નામથી
તોયે હું તો તારું જ નામ જપ્યા કરું છુ
કેમ કહું તને કે, હું કેટલો પ્રેમ કરું છુ

મારી જ મસ્તીમાં મદમદતો રહેતો પેલો તો
દિલનાં દરિયે તોફાનો શાંત રહેતા પેલા તો
તને જોવા, દીલ ભડકે બાળ્યા કરું છુ
કેમ કહું તને કે, હું કેટલો પ્રેમ કરું છુ

તું પુછે છે ને મને કે, સપના આવે છે મારા
સાચું કહું, સુજા જ ક્યાં દેય છે સપના તારા
સપનાને જીવવા સપના જોયા કરું છુ
કેમ કહું તને કે, હું કેટલો પ્રેમ કરું છુ


છુપાવ્યા હશે મારાથી તે ઘણા દુખ તારા
ઓઢી લેવા છે મારે એ બધા જ દર્દ તારા
હવે તારા દુખને હું મારે નામ કરું છુ
કેમ કહું તને કે, હું કેટલો પ્રેમ કરું છુ

હજુ વધુ તને પામવા વલખાં કરું છુ
કેમ કહું તને કે, હું કેટલો પ્રેમ કરું છુ

Read More