The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હાથમાં હાથ અને તું મારી સાથ, યાદ આવે મને તે છેલ્લો વરસાદ. મૌન પાળ્યું જીભે આંખે કરી વાત, યાદ આવે મને તે છેલ્લો સંગાથ. વિરહભરી વાત ખોવાયેલી ચાહત, યાદ આવે મને તે છેલ્લી સંવાદ. @છેલ્લો વરસાદ
કાંઠે આવતી અને ફરી દરિયામાં સમાતી, લહેર જ મહેરામણની ઓળખાણ કરાવતી. જો શીખો તો ઘણું આ લહેર શીખવતી, શાંત જળમાં જાણે ઉત્સાહ જગાવતી. પારકી અમાનત જો પોતાનામાં છુપાતી, વટથી લહેર તેને બહાર લઈ આવતી. કિનારાના પ્રેમમાં હસીને વિરહ સ્વીકારતી, રોદ્રરૂપ આવતા જાણે સંહારક બની જતી. જન્મની સાથે જ અસ્તિત્વ ગુમાવતી, છતાં એક ક્ષણને મન ભરીને જીવતી.
નજરથી નજર મળીને પ્રેમ થયો, તારા ગાલના ખંજનમાં હું કેદ થયો. હૃદયના તારથી તારો અહેસાસ થયો, તારા હસતા ખંજનથી હું ઘાયલ થયો. નજર હતી સીધી પણ નિયતમાં ફેર થયો, તારા ખંજનના ખાડામાં અકસ્માત થયો. આત્માના ઊંડાણથી મને લગાવ થયો, ખંજનમાં ડૂબી પ્રેમસાગર પાર થયો. @ખંજન
ક્યાંક ભ્રુણમાં જોખમ જો છે એ છોકરી ! ક્યાંક લક્ષ્મીના વધામણાં જો છે એ છોકરી ! ક્યાંક દહેજની ઉપાધિ જો છે એ છોકરી ! ક્યાંક પગભર ઉભતી જો છે એ છોકરી ! ક્યાંક ભેદભાવની બકરી જો છે એ છોકરી ! ક્યાંક નખરાળી દીકરી જો છે એ છોકરી ! ક્યાંક પાપનું ભૂગતાન જો છે એ છોકરી ! ક્યાંક પુણ્યનું વ્યાજ જો છે એ છોકરી !
આમ તો હું ઘણું લખું છું તારા નામ વગર તારા માટે લખું છું ફક્ત તને મહેસુસ થાય તેવું લખું છું ભલે નથી હોતું વજનદાર પણ તારા દિલ પર વાર કરે એવું લખું છું ક્યારેક તો તું વાંચીશ તેવી આશાએ લખું છું કદી સવારે તો કદી રાતે લખું છું તારી યાદના સહારે લખું છું જીવનનો અનમોલ અહેસાસ લખું છું તારા માટેનો મારો પ્રેમ લખું છું દિલમાં વસેલ તારી તસ્વીર લખું છું શબ્દોના સાથે હું તને લખું છું એકાંતમાં તારો સાથ લખું છું તારા નિકટ હોવાના સપના લખું છું... હા હું તને @ લખું છું..
તૂટેલા તારાની મારી માંગેલી વિશ છે તું મંદિરમાં દિલ થી કરેલી પ્રાર્થના છે તું બધાથી છુપાયેલી મનની લાગણી છે તું સવાર ની પહેલી અને રાત ની છેલ્લી યાદ છે તું મારાં પરિવાર પછીની ખાસ વ્યક્તિ છે તું જેનાથી દુનિયા બનાવી છે એ વ્યક્તિ છે તું હોઠો ની હસી અને આંખો ની નમી છે તું જેનામાં ખોવાઈ છું એ મંઝિલ છે તું મારાં શબ્દો માં વહેતો પ્રેમ છે તું જીવન નો અદ્ભૂત આનંદ છે તું મારાં સપનાનું ભવિષ્ય છે તું આજકાલ મારો શ્વાસ છે તું....
હૃદય થી હૃદય મળેલા જ હતા, આ તો બસ સંસ્કાર ની સ્વીકૃતિ છે.. હું તારી ને તું મારો જ હતો, આ તો બસ ઓતપ્રોત ની પ્રકૃતિ છે.. નસીબ થી આપણે મળ્યા હતા, આ તો આશીર્વાદ ની દ્રષ્ટિ છે.. સંગ થી તો આપણે સંગાથી જ હતા, હસ્ટમેળાપ તો વચન ની વિધિ છે..
બીજું કાંઈ નહિ તો રક્તદાન સમજીને વાત કરીલે આમ પણ તારા શબ્દો થી મારૂં લોહી વધી જાય છે.... -Jagruti dalakiya
એક ઉપકાર કરીશ????? તારા દિલ માં જગ્યા કેમ બનાવવી તેનો ઉપાય કહીશ.....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser