તૂટેલા તારાની મારી માંગેલી વિશ છે તું
મંદિરમાં દિલ થી કરેલી પ્રાર્થના છે તું
બધાથી છુપાયેલી મનની લાગણી છે તું
સવાર ની પહેલી અને રાત ની છેલ્લી યાદ છે તું
મારાં પરિવાર પછીની ખાસ વ્યક્તિ છે તું
જેનાથી દુનિયા બનાવી છે એ વ્યક્તિ છે તું
હોઠો ની હસી અને આંખો ની નમી છે તું
જેનામાં ખોવાઈ છું એ મંઝિલ છે તું
મારાં શબ્દો માં વહેતો પ્રેમ છે તું
જીવન નો અદ્ભૂત આનંદ છે તું
મારાં સપનાનું ભવિષ્ય છે તું
આજકાલ મારો શ્વાસ છે તું....