કાંઠે આવતી અને ફરી દરિયામાં સમાતી,
લહેર જ મહેરામણની ઓળખાણ કરાવતી.
જો શીખો તો ઘણું આ લહેર શીખવતી,
શાંત જળમાં જાણે ઉત્સાહ જગાવતી.
પારકી અમાનત જો પોતાનામાં છુપાતી,
વટથી લહેર તેને બહાર લઈ આવતી.
કિનારાના પ્રેમમાં હસીને વિરહ સ્વીકારતી,
રોદ્રરૂપ આવતા જાણે સંહારક બની જતી.
જન્મની સાથે જ અસ્તિત્વ ગુમાવતી,
છતાં એક ક્ષણને મન ભરીને જીવતી.