ક્યાંક ભ્રુણમાં જોખમ જો છે એ છોકરી !
ક્યાંક લક્ષ્મીના વધામણાં જો છે એ છોકરી !
ક્યાંક દહેજની ઉપાધિ જો છે એ છોકરી !
ક્યાંક પગભર ઉભતી જો છે એ છોકરી !
ક્યાંક ભેદભાવની બકરી જો છે એ છોકરી !
ક્યાંક નખરાળી દીકરી જો છે એ છોકરી !
ક્યાંક પાપનું ભૂગતાન જો છે એ છોકરી !
ક્યાંક પુણ્યનું વ્યાજ જો છે એ છોકરી !