આમ તો હું ઘણું લખું છું
તારા નામ વગર તારા માટે લખું છું
ફક્ત તને મહેસુસ થાય તેવું લખું છું
ભલે નથી હોતું વજનદાર
પણ તારા દિલ પર વાર કરે એવું લખું છું
ક્યારેક તો તું વાંચીશ
તેવી આશાએ લખું છું
કદી સવારે તો કદી રાતે લખું છું
તારી યાદના સહારે લખું છું
જીવનનો અનમોલ અહેસાસ લખું છું
તારા માટેનો મારો પ્રેમ લખું છું
દિલમાં વસેલ તારી તસ્વીર લખું છું
શબ્દોના સાથે હું તને લખું છું
એકાંતમાં તારો સાથ લખું છું
તારા નિકટ હોવાના સપના લખું છું...
હા હું તને @ લખું છું..