The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
થોડા તમે cute છો, થોડા તમે sweet છો, જોઈને લાગે કે તમે mute છો, પણ તમે તો fully beaut છો.. ઈશ્વરનો તમને આશીર્વાદ મળે, વડીલોનો તમને દુલાર મળે, ઈશ્વરનું તમને નૂર મળે, દોસ્તોનો તમને સાથ મળે, સૌનો તમને સહકાર મળે, સફળતાથી છવાઈ જાઓ દિલો પર એવા કે, લાખો કરોડો followers ની તમને ભરમાર મળે.. Life તમારી sprite હોય, Future તમારું bright હોય, Happiness તમારી cakebite હોય..!! "અરે વાહ.. શું છે આ..??" "જન્મદિવસની શુભેચ્છા..!!" "કોનો જન્મદિવસ છે..??" "મારો.. પોતાનો..!!”
જીવનમાં રોજ કંઇક નવું શીખવું.. બધું જ સાંભળવું અને અનુભવવું પણ સંજોગો જોઈને પછી બોલવું.. શક્ય એટલું કોઈને મદદરૂપ થવું પણ કદી વિઘ્નરૂપ તો ના જ થવું.. ઈશ્વર બધું સારું જ કરશે એ માની સદાય પરમાત્માને સમર્પિત રહેવું.. પોતાના શરીરને ભલે કષ્ટ પહોંચે પણ કોઈના દિલને ના જ દુભાવવું.. શાંતિ સિવાય કોઈ મોહ ના રાખવો જે અને જેટલું છે એમાં રાજી રહેવું.. ખાવું પીવું ને જલસા કરવા દરરોજ દિવેલિયું મોઢું લઇને બધે ના ફરવું..
જીવનનિર્વાહ કરવા માટે દરરોજ પથ્થર ઘસીને "તણખાં" કરતો એ આદિમાનવ આજે કેમ અચાનક સમજુ માણસ બનીને "ભડકા" કરતો થઇ ગયો..!! જરૂરિયાત વગર જ ભડકા કરવાની આ કુટેવ પેલી તણખાં કરવાની સુઝબુઝ સામે પાંગળી લાગે છે..!! માણસજાતના આ નવા કહેવાતા સમજદારીભર્યા અવતારની સામે એ અબુધ આદિમાનવ મહાન છે..!!
કક્કો બારાખડીમાં પણ અધિકારનો "અ" એ ફરજના "ફ" પહેલા આવે છે એટલે કદાચ માણસજાત પણ અધિકાર માંગવા પહેલા આવે. સ્વીકાર્ય છે. પણ અધિકારના એ "અ" પછી ફરજનો "ફ" આવે હો. આવવો જ જોઈએ..!!
બધાને ના આવડે.. પ્રેમથી ઝગડો કરતાં અને ઝગડીને પ્રેમ કરતાં..
કોઈની પ્રકૃતિ કોઈ નથી જાણતું.. દિલ છે દિમાગનું કદી નથી માનતું.. અજાણ રહસ્યોથી બેબાકળું થાતું.. કહીએ પછી પણ એ ધાર્યું જ કરતું.. ના કરવાનું તો સૌથી પહેલા કરતું.. ખોટું થયાનું જાણી પસ્તાયા કરતું.. માફી માંગવા દિલ ઉતાવળ કરતું.. દિમાગની પરવાનગી લેવા મથતું.. પોતાની ભૂલ એવું ઠપકો આપતું.. ઘમંડી મગજ સામે લાચાર બનતું.. ભગવાન ભરોસે એ બધું છોડી દેતું.. ઈશ્વરકૃપાની સદાય ભીખ માંગતું.. પારકા ને પોતાનાનો ભેદ જાણતું.. લોહીના સંબંધોને સર્વોપરી માનતું.. પોતાની જ ભૂલોથી બોધપાઠ લેતું.. સમજતું પણ ના કદી એ સુધરતું.. એકની એક જ ભૂલ એ ફરી કરતું.. પ્રેમની વહેતી ગંગાને જોયા કરતું.. ફરી ડૂબકી મારવા એ પ્રયાસ કરતું.. પ્રેમના રંગે રંગાઈને કિલ્લોલ કરતું.. ઘણું સમજાવો પણ કદી ના માનતું..
કોઈ કામ નાનું નથી હોતું, એ તો કાયમ સાંભળીએ છીએ. પણ બધા કામ મોટા હોય છે, એ ક્યારેય નથી સાંભળ્યું..!! મોટા કામ કરવા બધા તૈયાર થઇ જાય છે, નાના કામ કરવા કોઈ રાજી નથી હોતું..!! કોઈ કામ નાનું નથી હોતું એ વાક્ય જો માંદગીને સાજી કરતું હોય તો બધા કામ મોટા હોય છે એ વાક્ય મડદાને પણ જીવંત કરી શકે છે..!!
પાપ પણ જયારે જ્યારે છલકાઈ જાય છે, પોકાર માટે એને પણ વાચા મળી જાય છે..
અનેકથી દાઝેલા કોઈ એક પાસે જ મલમ માંગે છે અને એકથી દાઝેલા પણ કોઈ એક પાસે જ મલમ માંગે છે..!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser