જીવનનિર્વાહ કરવા માટે દરરોજ પથ્થર ઘસીને
"તણખાં" કરતો એ આદિમાનવ આજે કેમ અચાનક
સમજુ માણસ બનીને "ભડકા" કરતો થઇ ગયો..!!
જરૂરિયાત વગર જ ભડકા કરવાની આ કુટેવ પેલી
તણખાં કરવાની સુઝબુઝ સામે પાંગળી લાગે છે..!!
માણસજાતના આ નવા કહેવાતા સમજદારીભર્યા
અવતારની સામે એ અબુધ આદિમાનવ મહાન છે..!!